
ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ. ( વાંચો અને સાંભળો)
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં. ” … સાંભળો !
” જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ” … સાંભળો !
# રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ ૫ ઃ ૬
________________________
નામ
હરીન્દ્ર જયંતીલાલ દવે
જન્મ
19-સપ્ટેમ્બર, 1930 ; ખંભરા ( કચ્છ )
અવસાન
29- માર્ચ, 1995; મુંબાઇ
અભ્યાસ
એમ.એ.
વ્યવસાય
પત્રકાર
જીવન ઝરમર
- જન જીવનને નજીકથી જોવાના ધખારાને કારણે, અમેરીકન સરકારની ‘યુસીસ’ જેવી માતબર સંસ્થાની નોકરી છોડીને પત્રકારત્વમાં જોડાયા
- સમર્પણ , જન્મભૂમિ, પ્રવાસી, જનશક્તિ જેવા સામયિકો ના તંત્રી
- ‘મરીઝ’નું કૌવત જાણી સૌથી પહેલા હાથ ઝાલનાર
- રાધા – કૃષ્ણના ભાવ સભર ગીતો એ તેમની વિશેષતા છે
- ‘માધવ ક્યાંય નથી’ – બહુ જ પ્રસિધ્ધ અને માનવ સંવેદનાને ઉજાગર કરતી કૃષ્ણકથા, જેની શરૂઆત કૃષ્ણના દેહોત્સર્ગથી થાય છે !
- હરીન્દ્ર એટલે મીણનો માણસ !
કૃતિઓ
- કવિતા – આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે – સમગ્ર કવિતાનો સંગ્રહ
- નવલકથા – અગનપંખી, પળનાં પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, સંગ અસંગ, વસિયત, લોહીનો રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબધો, મુખવટો, ગાંધી ની કાવડ.
- નાટક – યુગ યુગ, સંધ્યાકાળે પ્રભાતફેરી
- વિવેચન – દયારામ, ગાલીબ, કવિ અને કવિતા, મુશાયરાની કથા, ઇકબાલ,
વિવેચનની ક્ષણો , કલમની પાંખે.
- નિબંધ – નીરવ સંવાદ, વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય, શબ્દ ભીતર સુધી, ઇશ્વરની આંખનું આંસુ, કથાયાત્રા
- સંપાદન – મધુવન, કવિતા, મડિયાનું મનોરાજ્ય, શબ્દલોક
- ધર્મ – સ્વામિનારાયણ સંપ્રદાય, આધ્યાત્મિક કવિતા
- અનુવાદ – પિજંરનું પંખી, ધરતીના છોરું, જ્યોત સદા જલે, પરિનિર્વાણ, ચરણ રુકે ત્યાં, એકલની પગદંડી, વાદળ વરસ્યાં નહી, મરુભૂમિ, શૈશવા અને બીજી વાતો, કવિ અને કવિતા- ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ
- અંગ્રેજી – The Cup Of Love.
સન્માન
સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ‘હયાતી’ માટે એવૉર્ડ
સાભાર
આપણા પ્રતિનિધી સારસ્વતો, રમેશ શુક્લ : પ્રવીણ પ્રકાશન.
Like this:
Like Loading...
Related
Pingback: મેળો આપો તો - હરિન્દ્ર દવે. Harindra Dave. « અમીઝરણું…
મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !
આ સરસ ગીત માણો…
http://amitpisavadiya.wordpress.com/2007/01/11/melo-h-dave/
અમીઝરણું…
Pingback: તારી ઊતરેલી પાઘ - હરીન્દ્ર દવે (Harindra Dave) « કવિલોક / Kavilok
Pingback: પાન લીલું જોયું - હરીન્દ્ર દવે « અંતરની વાણી
Pingback: 29 - માર્ચ - વ્યક્તીવીશેષ « કાવ્ય સૂર
Pingback: તારી ઊતરેલી પાઘ - હરીન્દ્ર દવે (Harindra Dave) « કવિલોક
Pingback: પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે « મન નો વિશ્વાસ
Pingback: જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં……હરીન્દ્ર દવે | સુલભ ગુર્જરી
IF U HAVE NOT READ, ”’ KRISHNA AND MANAV SABHANDO ” U HAVE NOTHING ,READ. TO KNOW HARINDRA DAVE READ THIS NOVEL.
Harindrabhai joined Chitrapat as a film journalist after coming to Bombay. Subsequently he joined Janashakti as a journalist then he was the editor of Samarpan in Bharatiya Vidya Bhavan. Then the American news service USIS and again in Janashakti as an editor. Later He joined Janmabhoomi group of news papers as an editor of Janmabhoomi and Pravasi(new daily which closed after his passing away in 1995). His favorite actor was Guru Dutt and favorite movie was Kaagaz ke Phool.
From email of Shri Deepak Dave
Pingback: દિનેશ શાહ, Dinesh Shah « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે - સુલભ ગુર્જરી
Pingback: એક રજકણ સૂરજ થવાને શમણે…..હરીન્દ્ર દવે « મન નો વિશ્વાસ
Pingback: જાણીબૂઝીને - હરીન્દ્ર દવે | ટહુકો.કોમ
Pingback: રજકણ - હરીન્દ્ર દવે | ટહુકો.કોમ
HARINDRA DAVE = WILL REMEMBERED AS LOVE POET – HE SAID THAT “THERE IS NO MORE OR LESS LOVE FEELINGS IN MEN/WOMEN BUT ALWAYS ITS DEPENDS ON OUR EXPECTATIONS” HOW WONDER DEFINATION OF FEELINGS !!! I LOVE THIS PHILOSOPHY ALWAYS IN MY LIFE
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Kindly place me on your mailing list. Thanks.
શ્રી. હર્ષદ કામદારે મોકલેલ ઈમેલમાંથી
( સાહાર – મુંબાઈ સમાચાર )
હરીન્દ્ર જયંતીલાલ દવે. કવિ ઉપરાંત નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક
અને અનુવાદક. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી
વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના
તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી.
૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં
સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ. ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે
ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી
દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત
થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની
પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી)
હરીન્દ્રભાઈનાં કોઈ ગાયક-ગાયિકા એવા નહિ હોય કે જેમણે હરીન્દ્રભાઈનાં ગીતો ગાયા ન
હોય. લતા મંગેશકરથી માંડીને શાળાઓ સુધીનાંએ એમનાં ગીતોને હોંશે હોંશે ગાયા છે
. એમનાં ગીતોમાંથી એક ગીત પસંદ કરવું કપરું થઈ પડે… કારણ કે તરત જ મનમાં
ગીતોની લાઈન લાગી જાય; જેમ કે- માધવ ક્યાંય નથી મધુવનમાં, એક રજકણ, અનહદનો
સૂર, ગુલાલ કરી ગઈ, જાણીબૂજીને, મેળાનો મને થાક લાગે, તેં પૂછ્યો’તો પ્રેમનો મર્મ,
અમોને નજરું લાગી, રાધાની લટની લહેરાતી કાળાશે– જેવા બીજાં કેટલાય લોકપ્રિય ગીતો…
આજે તો આ ગીત પસંદ કર્યું, પણ કાલે જો ફરી પસંદ કરવા બેસું, તો નક્કી ગીત બદલાઈ
જાય. લીલાછમ્મ વિરહનું આ legendary ગીત આજે પણ એટલું જ લીલુંછમ્મ અને તાજા
કોળેલા તરણા જેવું ચેતનવંતુ લાગે છે.
ગીતમાં પ્રિયનો વિરહ છે, પરંતુ એ વિરહની વેદના નથી. સ્મૃતિનો માત્ર આનંદ જ આનંદ છે.
સ્મૃતિની ભરતી છે, પણ ઝંઝાવાત નથી. હૈયાને ઠંડક પહોંચાડનારી પ્રિયજનની સ્મૃતિનો
મધુર કલશોર
છે.
એટલે જ કદાચ કવિશ્રી સુરેશ દલાલે આ ગીતને ‘સ્મૃતિનું નાનકડું
ઉપનિષદ’ કહીને બિરદાવ્યું છે. કવિએ ભાવકો માટે આ ગીતની ભાવસૃષ્ટિ સાવ મોકળી રાખી
હોય એવું લાગે છે, જાણે કે કોઈ પણ ભાવક એમનાં ભાવપ્રદેશમાં આસાનીથી પહોંચી શકે
છે…