ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કનુભાઇ દેસાઇ


અનેક ક્ષેત્રોમાં નિપુણતા અને સિદ્ધહસ્તતા

_____________________________________ 

અભ્યાસ

 • બી.એ.
 • પત્રકારત્વમાં ડિપ્લોમા
 • ઑફિસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા

વ્યવસાય

 • રાજનીતિજ્ઞ
 • સામાજિક કાર્યકર
 • પત્રકાર

જીવન ઝરમર

 • વ્યુત્પન્ન સાહિત્યકાર, સમર્થ વિચારક, અખબારી આલમના સર્વેસર્વા જેવા જાગ્રત પ્રહરી, વિચક્ષણ, રાજનીતિજ્ઞ, સંનિષ્ઠ સામાજિક કાર્યકર, કુશળ વક્તા અને સંચાલક, સેવાભાવી સજ્જન અને પત્રકાર, નખશિખ બુદ્ધિવાદી ચિંતક
 • 1958  – મુંબઇ મંત્રાલયની સરકારી નોકરી છોડી યુવક કોંગ્રેસમાં જોડાયા
 • મુંબઇ રાજ્યનું વિભાજન થતાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇએ ગુજરાતના સંપન્ન ટ્ર્સ્ટ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી એન્ડ મેમોરીયલ ટ્ર્સ્ટની જવાબદારી તેમને સોંપી અને સેક્રેટરી નીમ્યા
 • 1971 – શ્રી કે.કે.શાહ કેન્દ્રના પ્રધાન તરીકે નિમાતાં શ્રી કનુભાઇ દેસાઇ તેમના રહસ્યમંત્રી બન્યા; તેમણે મુંબઇ વિભાગીય કોંગ્રેસના મંત્રી તરીકે તેમ જ પ્રસિદ્ધ બેરિસ્ટર શ્રી રજની પટેલ સાથે અનેક સંસ્થાઓમાં કામ કર્યું
 • 1972-76 – યુવાનોમાં જાગૃતિ આણવા ‘ઉપહાર’ માસિક શરૂ કર્યું, જે ઘણું લોકપ્રિય નીવડ્યું.
 • મહારાષ્ટ્ર સરકારની વીજીલન્સ કમિટી અને પ્રોહીબીશન કમિટીના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી
 • 1972-73 – ધોબી તળાવ કૉંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ, પ્રકાશન અધિકારી, અને નાણાં સમિતિના સેક્રેટરી, ઓર્ગેનાઇઝર સેક્રેટરી – એમ વિવિધ હોદ્દાઓ કુશળતાપૂર્વક સંભાળ્યા અને દીપાવ્યા
 • સામાજિક અને રચનાત્મક ક્ષેત્રે મુંબઇ પ્રદેશ કૉંગ્રેશ કમિટી આયોજિત વિવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં  મહત્વનું પ્રદાન
 • વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં જોઇન્ટ સેક્રેટરીની હેસિયતથી બજાવેલ કામગીરી ભારે પ્રશંસા પામી
 • 1980 – ડિસ્ટ્રીક્ટ રીઓર્ગેનાઇઝેશનલ સેલના સભ્ય તરીકેની નોંધપાત્ર કામગીરી
 • 1986 – મહારાષ્ટ્ર સરકારે, ‘મુંબઇ સમાચાર’ અને ‘ગુજરાત સમાચાર’ દૈનિક પત્રોમાં પ્રગટ થતા તેમના લેખોને અનુલક્ષી પ્રેસકાર્ડ આપ્યું.

મુખ્ય રચનાઓ

 • ચરિત્ર – શ્રી મોરારજીભાઇ દેસાઇ અને શ્રી પાંડુરંગ શાસ્ત્રીની મુલાકાતો પર આધારિત પુસ્તક ‘મહાનુભાવોની મંગળ વાણી’ ,  પુરાણયોગી મોરારજીભાઇ *
 • સંશોધન – આપણા રાષ્ટ્રીય પ્રશ્નો, આપણી રાષ્ટ્રીય સમસ્યાઓ
 • ધાર્મિક – ધર્મસંચય, ધર્મરહસ્ય, ધર્મરહસ્યની ખોજમાં , ધર્મ અને સંસ્કૃતિ

સન્માન

 • 1984 – સાહિત્ય એકેડેમી એવોર્ડ  *
 • મહારાષ્ટ્ર સરકાર દ્વારા મળેલા બિરુદો –  ‘જસ્ટીસ ઓફ પીસ’ અને ‘સ્પેશ્યલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ’

સાભાર

‘વાપી-તાપીની વિરાસત’

5 responses to “કનુભાઇ દેસાઇ

 1. Pingback: અનુક્રમણિકા … ક - થી - ઘ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: