ક્રાંતેકારી શિક્ષણશાસ્ત્રી
“નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત. ”
# જીવનઝાંખી : વિચારો
# લોકભારતી
_______________________
નામ
નૃસિંહ પ્રસાદ કાળીદાસ ભટ્ટ
જન્મ
નવેમ્બર 11, 1882 – ભાવનગર
અવસાન
ડિસેમ્બર 31, 1961
અભ્યાસ
- એમ. એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે – શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય

જીવન ઝરમર
- 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
- 1906-10 – શામળદાસ કોલેજમાં અધ્યાપક
- 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના
- 1925-28 – ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
- 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
- 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
- 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
- 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
- 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
- 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
- હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા
મુખ્ય રચનાઓ
- ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
- ચરિત્ર – હજરત મહંમદ પયગંબર, મહાભારતનાં પાત્રો – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ , રામાયણનાં પાત્રો – ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
- શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
- પ્રવાસ વર્ણન – આફ્રિકાનો પ્રવાસ
- ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
- વાર્તા – દૃષ્ટાંત કથાઓ 1,2
- શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
- ચિંતન – પથારીમાં પડ્યાં પડ્યાં
સન્માન
1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
Like this:
Like Loading...
Related
http://chitthacharcha.blogspot.com/2006/11/blog-post_116261789178137020.html
Pingback: 11- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: જીવનશીલ્પી નાનાભાઈ ભટ્ટ – સંનિષ્ઠ કેળવણી