ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નલિન દેસાઇ


nalin_desai1.jpg“ચિત્રકાર તો ન થઇ શક્યો, પણ સાહિત્યકાર થયો તેનો મને એટલા જ
સંતોષ અને આનંદ છે, કેમકે હું કશુંક  સર્જન તો કરું જ છું – કવિતા,
વાર્તા, નવલિકા, નિબંધ, ઇત્યાદિ.  રંગ અને રેખાનું માધ્યમ છોડીને મેં શબ્દનું માધ્યમ પકડ્યું છે.  એક છોડવાનું દુ:ખ હતું, તો બીજું પકડવાનો આનંદ હતો.  અને આવું તો જીવનમાં ક્યાં નથી બનતું? ”

_____________________________

જન્મ

ઑક્ટોબર – 20, 1944 – મજીગામ (જિ.વલસાડ)

અભ્યાસ

 • પ્રાથમિક – ચીખલીની તાલુકા શાળામાં અને ઇટાલિયા કન્યાશાળામાં
 • માધ્યમિક – ચીખલીની શ્રી દાદાભાઇ એદલજી ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં
 • 1966– બી.એ. પ્રથમ વર્ગ, બીલીમોરા કૉલેજમાં
 • 1968 – એમ.એ. પ્રથમ વર્ગ, મ.સ.યુનિ. વડોદરા
 • 1984 – પી.એચ.ડી., મ.સ.યુનિ. વડોદરા

વ્યવસાય

 • પ્રાધ્યાપક

જીવન ઝરમર

 • એસ.એસ.સી. પાસ કરી વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં ચિત્રની તાલીમ લેવા જોડાયા, પરંતુ આર્થિક સંકડામણને કારણે તે છોડી દઇ સામાન્ય ગ્રેજ્યુએટ થવા બીલીમોરાની કૉલેજમાં જોડાયા
 • કવિતા, વાર્તા, વિવેચન, નવલકથા, લોકસાહિત્ય એમનાં રસના વિષયો
 • આકાશવાણી, ટી.વી. ઉપરથી તેમનાં અનેક વાર્તાલાપો અને નાટકો પ્રસારિત થયેલાં છે.
 • 1991– ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક મહિનાનો રીફ્રેશર કોર્સ શ્રી કનુભાઇ નાયકના સંયોજકપદે શ્રી ચં.ચી.મહેતા(નાટ્યાચાર્ય)ની નિશ્રામાં કર્યો હતો
 • 1999 –  ભાષાનિયામકશ્રીની કચેરી(ગાંધીનગર) દ્વારા અયોજીત ‘શ્રી વિષ્ણુપ્રસાદ રણછોડજીલાલ ત્રિવેદીની જન્મશતાબ્દી પરિસંવાદ તથા કાવ્યોત્સવ’ માં  ભાગ  
 • હાલમાં પેટલાદની આટર્સ એન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ અને આટર્સ ફેકલ્ટીના વડા
 • 1983થી  – ‘શબ્દલોક’ સાહિત્ય સંસ્થા- પેટલાદના સ્થાપક પ્રમુખ

મુખ્ય રચનાઓ

 • મહાનિબંધ – ‘મેઘાણી અને લોકસાહિત્ય’  + 
 • સંપાદનો – શબ્દલોક કાવ્યસરિતા અંક-1,2,3
 • નાટકો – ‘સરોજની મહાનતા’  *

સન્માન

 • 1968 – મોહનલાલ હરગોવિંદદાસ કાંટાવાળા સુવર્ણ ચંદ્રક *
 • 1985– ગુજરાત સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ ગ્રંથનો એવોર્ડ +
 • લઘુકથા ‘કેન્સર’ને સાહિત્ય વર્તુળ નડિયાદ યોજિત લઘુકથા સ્પર્ધામાં પારિતોષિક
 • ‘અખિલ ગુજરાત કાવ્ય સ્પર્ધા’માં તેમના કાવ્ય ‘વસંતની હવા’ ને  પ્રથમ પારિતોષિક 

સાભાર

‘વાપી-તાપીની વિરાસત’ પુસ્તકમાંથી

One response to “નલિન દેસાઇ

 1. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: