ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રૂસવા મઝલૂમી, Rooswa Majhloomi


ruswa_s.jpgમોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?” – મદીરા

“મારો ધર્મ એક જ છે. કોઇનું બુરૂં ન કરવાં કરતાં કોઇનું ભલું કરવું તે. આપણી મુશ્કેલી વચ્ચે બીજાને વેંઢારવા તે. આ તો છે, મસ્તાનનો મજહબ. “ –  16  વર્ષની ઉમ્મરે ‘ઘાયલ’ને લખેલા પત્રમાંથી

#  રચનાઓ       – 1 –    :    –  2  –

#    91મા જન્મદિને શુભકામનાઓ …………..       લયસ્તરો       :       કવિલોક

#  વેબ ગુર્જરી પર સરસ લેખ 

__________________________________________________________________

નામ

 ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી

ઉપનામ

મસ્તાન ( ઉર્દૂ શાયરીમાં ) , રૂસવા, પાજોદ દરબાર

જન્મ

11 ડીસેમ્બર – 1915  : પાજોદ

અવસાન

  •  14 – ફેબ્રુઆરી – 2008

અભ્યાસ

 રાજકુમાર કોલેજ, રાજકોટ

કુટુમ્બ

  • પિતા – મુર્તુઝાખાન
  • પત્ની – બાંટવા દરબાર શેરખાનની પુત્રી સાબિરા બખ્તે જહાં
  • પુત્રો – અય્યાઝ, સાહેલ, શકીલ ; પુત્રી – ઇશરત
  • બાળપણનો સાથી – મામાનો દિકરો શેખઝાદા નુર અહમદ બાવામિયાં                                                                 

                                                      ruswa_s2.jpg જીવનઝરમર

  • બાળપણમાં જ માબાપ જન્નત નશીન થયા ,  મામા અહમદમિયાંએ ઉછેર્યા
  • ઘડતરમાં મામા અને રાજકુમાર કોલેજના મેજર હાર્વે અને તેમનાં પત્નીનો મોટો ફાળો
  • યુવાનીમાં ઓરતા – આદર્શ જાગીરદાર થવું, ઉત્તમ શાયર થવું, ધર્મ અને અંધશ્રધ્ધાની દિવાલ તોડવી,
  • અભ્યાસકાળમાં રાજકોટમાં ‘પાજોદ પેન્થર્સ’ નામે હોકીની ટીમ બનાવી
  • પુખ્ત ઉમ્મરે પહોંચ્યા બાદ પાજોદમાં શાયરી, સંગીત, વોલીબોલ, ઘોડેસ્વારી અને શિકારમાં ચકચૂર
  • ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કાઠીયાવાડના નવાબો પાકિસ્તાનમાં જોડાવાના ખ્વાબો સેવતા હતા ત્યારે ભારત સંઘમાં જોડાવા દસ્તખત કરી આપનાર પહેલા નવાબ
  • ધર્મ નિરપેક્ષતા નું ઉદાહરણ – મુસલમાનને ઘેર ન ખાનાર હિન્દુને ઘેર જમવા ગયા ત્યારે તેમના એક મંત્રી ન જમ્યા તે માટે તેમને નોકરીમાંથી રૂખસદ આપી.
  • નવાબી  કાળમાં પાજોદમાં વૈષ્ણવ સંપ્રદાયના ઉત્સવોમાં કોઇ છોછ વગર ભાગ લેતા અને યથાશક્તિ મદદ પણ કરતા.
  • પાજોદ ગામમાં કોઇને પણ ઘેર સારો કે  માઠો પ્રસંગ હોય ત્યારે અચૂક તેમને ઘેર જતા અને સારી બક્ષીસ આપતા.
  • જ્યારે દૂર બહારગામ જવાનું થાય ત્યારે કોઇને કોઇ  ઘેર જમવા જતા અને તેને બક્ષીસ આપી પાઘડી પહેરાવતા
  • દરબારપણું ગયા બાદ માંગરોળ, સુરત, મુંબાઇ વિ. ઘણી જગ્યાઓએ રહ્યા અને ઘણા સંઘર્ષો વેઠ્યા, ઘ્ણી નોકરીઓ પણ કરી. પણ શાયરી  સાથે મુહબ્બત ટકાવી રાખી
  • હાલમાં તેમના પુત્ર અય્યાઝ –  જે રાજકોટની રાજકુમાર કોલેજમાં ગૃહપતિ તરીકે કામ કરે છે –  તેમની સાથે રહે છે.
  • પાજોદમાં ગુર્જરી ગઝલશાળાની આધારશિલા સ્થાપી – એમાંથી પ્રગટેલા બે રત્નો – ‘શૂન્ય’ પાલનપુરી અને અમૃત ‘ઘાયલ’
  • જુનાગઢમાં ‘મિલન’ સાહિત્યની સંસ્થા સ્થાપી.
  • તેમના પૂજ્ય ધાર્મિક સંત મઝલૂમ શાહની યાદમાં ઉપનામમાં ‘મઝલૂમી’ ઉમેરે છે.

રચનાઓ

  • ઉર્દૂ ગઝલો – મીના, તિરનગી
  • ગુજરાતી ગઝલો – મદિરા
  • ગદ્ય કાવ્ય – ઢળતા મિનારા
  • અનુભૂતિ આધારિત નવલિકા – સ્મ્રુતિ બિંબ, સ્મૃતિબિંબ, તિકડમ, સૂકાં ફૂલ બોરસલ્લીનાં, કૌતુક, આંખોની પાંખે, હૃદયના રંગની વાતો
  • ચરિત્ર – આવી પહોંચી ઘાયલની સવારી, સાથે રહ્યાનું સુખ ( ઘાયલ વિશે) તમારા પ્રતાપે બધા ઓળખે છે (શૂન્ય વિશે )

સાભાર

રીઝવાન શેખ – રૂસ્વાના મામાના દીકરા ( ડલાસ, ટેક્સાસ, અમેરીકા )

27 responses to “રૂસવા મઝલૂમી, Rooswa Majhloomi

  1. Pingback: 11 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  2. સુરેશ જાની ડિસેમ્બર 12, 2006 પર 5:06 પી એમ(pm)

    શ્રી મહમ્મદભાઇ ભેડુ લખે છે :-

    http://bazmewafa.blogspot.com/2006/12/blog-post_11.html

  3. Pingback: અમૃત ‘ઘાયલ’ « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Pingback: 11 - ડીસેમ્બર : ‘રૂસવા’ મઝલૂમીનો જન્મદિન « કવિલોક

  5. jayesh સપ્ટેમ્બર 22, 2007 પર 2:50 પી એમ(pm)

    Kavilok ni Gujarati kavya website jio anand thayo temay Ruswa saheb ni gazal parichay vanchi khub ja anand thay

  6. Pingback: 11 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  7. Pingback: એક દુખદ સમાચાર « ગુજરાતી સારસ્વત પરિચય

  8. ડૉ.મહેશ રાવલ ફેબ્રુવારી 14, 2008 પર 2:34 પી એમ(pm)

    યા ખુદા !
    જનાબ રુસવા સાહેબની ચીરવિદાયથી ગુજરાતી ગઝલ /કવિતા ફરી એકવાર રાંક બની
    રાજકોટનો છું એટલે કાવ્યબેઠકોમાં ઘણીવાર રુસવા સાહેબનું સાનિધ્ય સાંપડ્યું છે.
    પિતાતુલ્યભાવથી એમણે,મારા જેવા અનેક ગઝલકારોને પ્રોત્સાહિત કર્યા છે
    આજે,આપણી વચ્ચેથી એમણે સ્થુળદેહે વિદાય લીધી ગણાશે-પણ
    ગુજરાતી, ઉર્દુ, ભાષાવિદોમાં એમણે અંકિત કરેલો એક એક શબ્દ આપણને અહર્નિશ્ આશીર્વાદ અને માર્ગદર્શન પ્રદાન કરતો રહેશે.
    સલામ છે, એ મોટા ગજાના માણસને અને સલામ છે, એ મજાના માણસને!!
    ઈશ્વર,સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે-એવી પ્રાર્થના કરીએ.

  9. DR. CHANDRAVADAN MISTRY ફેબ્રુવારી 14, 2008 પર 5:25 પી એમ(pm)

    ROOSWA MAJHALOONI was a GREAT MAN..He was kind to all & he loved GUJARAT & INDIA..He willbe very much remembered for his love for POETRY & SAHITYA…May his soul rest in peace with ALLAH..

  10. Rajendra Trivedi, M.D. ફેબ્રુવારી 14, 2008 પર 5:50 પી એમ(pm)

    મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
    મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

    મસ્તાન ( ઉર્દૂ શાયરીમાં ) , રૂસવા, પાજોદ દરબાર ….
    HE WILL STAY FOR YEARS IN THE HEART OF MANY.

  11. સુરેશ જાની ફેબ્રુવારી 20, 2008 પર 3:26 એ એમ (am)

    તેમના જીવન વીશે એક બહુ જ સરસ લેખ વાંચો –
    http://bazmewafa.wordpress.com/2008/02/19/aahrusvamazloomi_wafa/#comment-206

  12. Max Babi મે 6, 2008 પર 12:07 એ એમ (am)

    My apologies for posting this in English, but frankly I’m too slow at Gujarati fonts, in time I hope to rectify that lacuna… Ruswa Mazloomi, related to me from my mother’s side (she hailed from Junagadh-Bantwa-Manavadar clan of Babi’s)inspired me greatly when I was merely a schoolkid. Due to my obsession for writing in English, I never discussed my Gujarati writings with him, due to a sense of awe. Can someone guide me as to where his books are available? Most bookstores do not keep such exotic fare.
    May his soul rest in eternal peace.
    Warm regards,
    Max Babi
    http://www.maxbabi.com
    http://www.maxbabi.wordpress.com

  13. hemant nanavaty જૂન 5, 2008 પર 10:06 એ એમ (am)

    rastriyata sabhar rajvi shayar etle Pajod Darbar.

  14. Pingback: Amrut Ghayal (અમૃત ‘ઘાયલ’) - Poet Introduction (કવિ પરિચય)

  15. Pingback: અમૃત ઘાયલ – પરિચય | લોક સાહિત્ય

  16. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  17. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  18. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  19. Pingback: વિસામાને ગણી મંઝિલ – ગઝલાવલોકન | વિનોદ વિહાર

  20. Pingback: વિસામાને ગણી મંઝિલ – ગઝલાવલોકન | સૂરસાધના

  21. Pingback: વિસામાને ગણી મંઝિલ …. ગઝલાવલોકન …… શ્રી સુરેશ જાની ( રી-બ્લોગ ) | વિનોદ વિહાર

  22. Pingback: નામ – ઉપનામ | હાસ્ય દરબાર

  23. Pingback: 1287 – બે ગમતીલી ગુજરાતી ગઝલો અને એનું રસસ્પદ ગઝલાવલોકન … સુરેશ જાની | વિનોદ વિહાર

  24. દિવ્યકાંત રસિકલાલ પંડયા. ડિસેમ્બર 26, 2020 પર 8:36 એ એમ (am)

    શૂન્ય અને ઘાયલ ની વિગત પણ રજુ કરવા વિનંતી. પાજોદ ની સાથે ધનતેજવી પણ યાદ આવી ગયું.આભાર.

  25. Pingback: મોહતાજ ના કશાનો હતો- ગઝલાવલોકન | સૂરસાધના

  26. Luckyrajsinh Rana સપ્ટેમ્બર 3, 2022 પર 12:31 એ એમ (am)

    રુસાવાસાહેબની ‘ઢળતાં મિનારા’ બુક છે…આપની પાસે કે બીજે ક્યાંય હોય તો ઉપલબ્ધ કરાવશો👏🏻

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: