” અધ્વર્યુજીની મહત્વાકાંક્ષા તેમના દર્દીઓની અંદરની આંખો પણ ઊઘડે તે હતી.
તેમનું આ મિશન બધા ધર્મ અને કર્મ સાથે જ પ્રકાશ ફેલાવે છે. ”
– મનુભાઇ પંચોળી – દર્શક
–
–
# રચના : વેબ સાઇટ
_________________________________________________________________________
નામ
ભાનુશંકર ગૌરીશંકર અધ્વર્યુ , ડો. શિવાનન્દ અધ્વર્યુ
ઉપનામ
સ્વામી યાજ્ઞવલ્ક્યાનંદજી, બાપુજી
જન્મ
18 – નવેમ્બર, 1906; બાંદરા ( ગોંડળ )
અવસાન
22 – ઓક્ટોબર , 1998
કુટુમ્બ
- માતા – પાર્વતીબેન ; પિતા – ગૌરીશંકર; ભાઇ – એક ; બહેન – એક
અભ્યાસ
- પ્રાથમિક – બાંદરામાં
- માધ્યમિક – ગોંડળમાં
- ઉચ્ચ– પહેલાં અમદાવાદ અને પછી મુંબાઇમાં , એમ. બી.બી.એસ.
- –
વ્યવસાય
- મુંબાઇમાં સરકારી હોસ્પીટલોમાં કામ
- 1948 – મુંબાઇ સ્ટેટના પ્રેસીડન્સી સર્જન , આ હોદ્દો મેળવનાર પ્રથમ ભારતીય ડોક્ટર
- 1951 – મેડીકલ ઓફીસર તરીકે પાટણ બદલી
- 1956 – વીરનગરની સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પીટલમાં
જીવન ઝરમર
- પિતા પહેલાં યજમાન વૃત્તિ કરતા અને પછી પોલીસ ખાતામાં જમાદાર
- હાઇસ્કૂલમાં બચુભાઇ રાવત , ધૂમકેતુ અને દેશળજી પરમાર તેમના સહાધ્યાયી, ટ્યુશન કરીને ભણ્યા
- ઉચ્ચ શિક્ષણ માટે ગોંડળના બાપુ ભગવત સિંહજીએ સ્કોલરશીપ આપી હતી.
- આંખના ઉત્તમ સર્જન
- વીરનગરમાં આવ્યા બાદ પહેલે જ દિવસે સિઝેરીયન ઓપરેશન કરી બાળકને જન્માવ્યું
- વીરનગર આવ્યા બાદ તેમના સેવા યજ્ઞનો પ્રારંભ થયો અને ચાલીસ વર્ષ ચાલ્યો; રોજના 60 થી 100 ઓપરેશન કરતા
- કોઇ વાર નેત્ર યજ્ઞમાં રોજના 400 ઓપરેશન પણ કરતા
- એક અંદાજ પ્રમાણે ત્રણેક લાખ દર્દીઓને સારવાર આપી હતી.
- વીરનગરની હોસ્પીટલમાં આંખોના ઓપરેશનની સાથે દરદીની અંતરની આંખ ખૂલે તે માટે પણ સજાગ; સવા લાખથી વધુ મોતીયાના ઓપરેશન
- અર્વાચીન યુગના ઋષિ ગણાતા
- 1984 – વીરનગરના ટ્રસ્ટીઓ સાથે મતભેદ થતાં રાજ્કોત ગયા અને સાવરકુંડલા, ઊના, ધોરાજી, શિહોર, અને વાંકાનેરમાં હોસ્પિટલો શરૂ કરાવી , દરેક અઠવાડીયે એક વાર ત્યાં જતા.
- વીરનગરની હોસ્પીટલનો વહીવટ બગડતાં પાછા ગયા અને જીવનના અંત સુધી ત્યાં જ સેવા આપી.
- 1952 – હૃષીકેશ સ્થિત સ્વામી શિવાનંદને મળ્યા બાદ જીવનમાં આમૂલ પરિવર્તન
- ‘દિવ્ય જીવન સંઘ’ , ‘શિવાનન્દ મિશન’ વિ. ના નેજા હેઠળ હાઇસ્કૂલો, છાત્રાલયો, બાળમંદિર, પ્રસૂતિગૃહ, વ્યસન-મુક્તિ-કેન્દ્ર જેવી અનેક પ્રવૃત્તિઓ
સાભાર
‘સપ્તક’ પૂર્તિ ; ગુજરાત ટાઇમ્સ – ન્યુ યોર્ક
Like this:
Like Loading...
Related
શિવાનંદજી તથા દિવ્ય જીવન સંઘે નૂતન ભારતના યૌવનનું અમોલું ઘડતર કર્યું છે.
…. હરીશ દવે અમદાવાદ
Pingback: અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય
BAPUJI na name Shivanandji aaje pan khujbaj yad aavechhe.Matra Dr.nahi pan masiha thay gya.Khub premthi pranam.
Pingback: 22 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pingback: 18- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – ય « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય