જન્મ
15 – ફેબ્રુઆરી, 1928 ; અમદાવાદ
કુટુંબ
પિતા – ધીમંતરાય; પતિ – રામુ પંડિત ; પુત્રો – અશિત અને પ્રણવ
અભ્યાસ
- બી.એ. , એમ.એ.
- 1983 – ‘વહેમનું મનોવિજ્ઞાન’ વિષય પર મહાનિબંધ લખી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માંથી ડૉક્ટરેટ ની પદવ
વ્યવસાય
અધ્યાપન, સંશોધન અને પી.એચ.ડી ના માર્ગદર્શક.
જીવનઝરમર
- 1962 – એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રનાં અધ્યાપક તરીકે જોડાયાં
- 1986 – ઇન્ટરનેશનલ એકેડમી ઓફ પ્રોફેશનલ કાઉન્સેલિંગ અમેરિકામાંથી ડિપ્લોમેટ સ્ટેટસ મેળવ્યું.
- 1987 – નિવૃત થયાં
- એમના માર્ગદર્શન હેઠળ છ વિદ્યાર્થિનીઓએ ડૉક્ટરેટ મેળવી
- 1992-94 દરમ્યાન અમદાવાદની ‘સેવા’ સંસ્થામાં સંશોધન પ્રકલ્પોનું સંચાલન
- 1971- 93 પિટ્સબર્ગ યુનિવર્સિટી સંચાલિત તરતી વિદ્યાપીઠમાં સુધી મુલાકાતી પ્રાધ્યાપક
- અત્યારે તેઓ અ.ક.મુનશી યોજનામાં ચાઇલ્ડ ગાઇડન્સ અને યૂથ વેલફેર સેન્ટરમાં સલાહકાર તરીકે સેવા આપે છે.
- વર્તમાનપત્રો અને સામયિકોમાં નિયમિત લેખો પ્રગટ થાય છે
- પ્રવાસ, લેખન તથા બાગબાનીનો શોખ
રચનાઓ
- 14 પુસ્તકો, 2 સંશોધન અહેવાલો
- મૂંઝવતું બાળવર્તન * , મૂંઝવતું તારૂણ્ય, મનની ભીતરમાં, કિશોર માનસ, માનવ સ્વભાવની આંટીઘૂંટી, બાળમનની ભીતરમાં
- મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિશેની 12 પરિચય પુસ્તિકા
સન્માન
- ગુજરાત સરકારનું પારિતોષિક *
- વડોદરાના સંસ્કાર પરિવાર તરફથી સંસ્કાર પુરસ્કાર
- ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી પત્રકારત્વ ક્ષ્રેત્રે અને મહિલા વિકાસક્ષેત્રે શ્રેષ્ઠ આલેખન માટે પુરસ્કાર
સાભાર
પરિચય પુસ્તિકા, પરિચય ટ્રસ્ટ.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય