ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગીતા પરીખ, Gita Parikh


નવજાત શિશુને
“ને આ  ગુલાબસમ પાની અડી ન ભોમે
તેને   પદેપદ ઘૂમે  ગતિ  સર્વ    મારી
તેં તો હજી જરીક રશ્મિ  નિહાળ્યું આભે
ત્યાં તું  અહો કઇ  રીતે  બહલાવી દે ના
મારા નભે  ઊમટતો   નવ  રશ્મિપુંજ ?”
હાઇકૂ
“રાત  પડીને
જડે  ન દ્હાડો-સૂતો
અંધારું ઓઢી.”
______________________________________________________

જન્મ :

તા.૧૦-ઓગસ્ટ, ૧૯૨૯  ;  ભાવનગર

કુટુમ્બ :

 • માતા –  વિજયાબહેન;  પિતા– જાણીતા સ્વાતંત્ર્યસેનાની,પરમાનંદ કાપડિયા
 • પતિ –   સૂર્યકાન્ત પરીખ ( લગ્ન –  ૧૯૫૩) – ભૂદાન પ્રવૃત્તિના સક્રીય કાર્યકર

શિક્ષણ :

 • પ્રાથમિક- માધ્યમિક : મુંબઇની ફેલોશિપ સ્કૂલમાં
 • ૧૯૪૫ – મેટ્રીક
 • ૧૯૪૯ –  ફિલસૂફી સાથે બી.એ.
 • ૧૯૫૨ – એ જ વિષય સાથે એમ.એ.
 • ૧૯૮૮ –  પીએચ.ડી. –  ડૉ.ધીરુભાઇ પરીખના માર્ગદર્શન નીચે  “અર્વાચીન ગુજરાતી   કવયિત્રીઓ” વિષય પર

વ્યવસાય :

અમદાવાદમાં શારદામંદિર સ્કૂલમાં અંગ્રેજી વાતચિતના મહાવરા માટેની શાળામાં ૩ વર્ષ

જીવન ઝરમર :

 • ૧૯૫૦  –  રામનારાયણ પાઠક પાસે પીંગળ શીખ્યાં
 • ૧૯૫૧ –  પ્રથમ કવિતા ‘મારું લગ્ન’  કુમારમાં પ્રગટ થઇ
 • ૧૯૭૪ –   શાસ્ત્રીય ગાયન-વાદન શીખવું શરું કર્યું
 • રાજેન્દ્ર શાહનું માર્ગદર્શન પામ્યાં

રચનાઓ   અને પ્રકારો :     કાવ્ય,પ્રસંગ,  ચિત્રો,પ્રવાસવર્ણન,વ્યક્તિચિત્રો,પદ્યાનુવાદો,અન્ય લેખો વગેરે

 • કવિતા –  *  પૂર્વી ( એમની ૯૦૦ જેટલી કવિતાઓમાંથી પસંદ કરેલી ૧૦૦ જેટલી કવિતાઓ) ; ભીનાશ ; નવો પલટો –  વિમલા ઠકરારનાં કાવ્યોનો પદ્યાનુવાદ
 • ચરિત્ર –  સિત્તેર ગુજરાતી કવયિત્રીઓ
 • સંપાદન  –  ચિંતનયાત્રા – પિતા પરમાનંદ કાપડિયાના લેખો
 • લાક્ષણિકતાઓ  :
 •   દાંપત્યપ્રેમ,અપત્યપ્રેમ,પ્રભુપ્રેમ જેવા પ્રેમસ્વરૂપોનું કાવ્યોમાં નિરૂપણ ; માતૃત્વ,સ્ત્રીત્વનો વિશેષ પરિચય કરાવતાં કાવ્યો, પ્રકૃતિપ્રેમ,ગ્રુહજીવન,મૃત્યુ વિષયક પ્રાર્થનાઓ;  વાત્સલ્યની અનન્ય અભિવ્યક્તિ

સન્માન :

*  ગુજરાત સરકારનું પ્રથમ    પારિતોષિક.

6 responses to “ગીતા પરીખ, Gita Parikh

 1. Pingback: અનુક્રમણિકા - ગ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: