ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મનોજ ખંડેરિયા, Manoj Khanderia


” પકડો કલમને કોઇ પળે, ને હાથ આખેઆખો બળે, એમ પણ બને.”

” આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ, ગયું મારામાં કોઇ જરા જોઇને. ”

“મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

”  બે લખી ગઝલ – મોથ શું મારી ?
તારી  ક્યાં  છે  કમાલ,  ભૂલી  જા !”

# રચનાઓ  :  –  1  –   :   –  2 –   :   –  3  –   :  –  4  –  : –  5  –   :  – 6- :

# વેબ સાઇટ

________________________________________________

જન્મ

 •  6 –  જુલાઇ, 1943  ;  જુનાગઢ

અવસાન

 • 27 –  ઓક્ટોબર, 2003

કુટુંબ

 • માતા – વિજ્યાબહેન  ; પિતા – વ્રજલાલભાઇ
 • પત્ની –  પૂર્ણિમાબહેન ; સંતાનો – વાણી, ઋચા અને અભિજાત.

અભ્યાસ

 • 1965  –    બી.એસ.સી. – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ.
 • 1967  –    એલ.એલ.બી.

વ્યવસાય

 • વકીલાત અને પછી વ્યાપાર.

જીવન ઝરમર

 • 1968 – જુનાગઢમાં વકીલાતનો આરંભ. સાથો સાથ થોડો સમય  વાણિજ્ય કાયદાના વિષયનું અધ્યાપન
 • 1984 – પથ્થરની ખાણના ઉદ્યોગ ક્ષેત્રે પણ સંકળાયા અને વ્યક્તિત્વમાં કવિ અને વકીલ ઉપરાંત ઉદ્યોગપતિ તરીકેનું પરિમાણ પણ ઉમેરાયું.
 • કાવ્યસર્જનના શ્રીગણેશ તો 1956-60 થી કર્યા હતા,  પરંતુ કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની પરમાર સાહેબની ( ગુરુજી) સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઇ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર, 1965 માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દીવાલો’  શીર્ષકની રચના ફેબ્રુઆરી 1966 ના ‘કુમાર’ માં પ્રકાશન પામી
 • સાચા સર્જકને છાજે એવો સંયમ અને વિવેક તેમના આગવા ગુણ તરીકે ઊપસી આવે છે. ખોટી વાહ  વાહથી સર્જકને માર પડે છે એવી એમની દ્રઢ માન્યતા હતી અને અંદરની ‘નીડ’ જણાય કે અનિવાર્યતા ઊભી થાય ત્યારે જ લખવું જોઇએ એવી એમની સ્પષ્ટ સમજ હતી. લખ્યું તેવું – તેટલું બધું જ પ્રકટ કરવાનો વ્યામોહ ધરાવનારાઓએ, ધોરણ જાળવવા માટેની તેમની વિવેકદ્રષ્ટિમાંથી ધડો લેવા જેવો છે.
 • ગુજરાતીના અનેક સાહિત્યકારોને મનોજભાઇ પ્રત્યે નિર્વ્યાજ અને નિતાન્ત પેમ હતો
 • પ્રેમના પ્રદેશના આવા મૃદુ માણસને કેન્સરનું દર્દ હોવાનું નિદાન થયું ત્યારે સૌકોઇએ આંચકો અનુભવ્યો.  જોકે બધાને પ્રેમથી વશ કરનાર મનોજભાઇએ, અસાધ્ય વ્યાધિને પણ વશ કરી લીધો હતો ને સફળતાપૂર્વકના ઓપરેશન બાદ તબીબોએ પણ એમને ચિંતામુક્ત જાહેર કર્યા હતા. પરંતુ તેમ છતાંય એકાએક જ કોણ જાણે કેમ આ કવિ, કાળદેવતાની ક્રુર અને કરાલ થપાટનો ભોગ બન્યા ને આપણી વચ્ચેથી એમ જ ઊઠી ગયા !

“આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.
શબ્દો  સપાટ  છોડીને  ચાલ્યો   જવાનો સાવ.
સમૃદ્ધિ   આ   અખંડ   દીવાની   તને   દઇ    –
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.”


મુખ્ય રચનાઓ

 • * અચાનક ( 1970 ), + અટકળ ( 1979 ) , % અંજની ( 1991 ) , $ ગઝલસંગ્રહ- હસ્તપ્રત ( 1991 ) , કોઇ કહેતું નથી ( 1994 )

સન્માન

 • *          ગુજરાત રાજ્યનો પુરસ્કાર
 • +    $  ગુજરાત સાહિત્ય અકાદમી નો પુરસ્કાર
 • %    ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર
 • 1999 –   આઇ.એન.ટી. ( મુંબઇ ) દ્વારા કલાપી એવોર્ડ
 • 2002 – ધનજી કાનજી સુવર્ણચંદ્રક

સાભાર

 • ‘એમ પણ બને’ ( મનોજ ખંડેરિયાનાં કાવ્યો નો સંપાદન ગ્રંથ ) – શ્રી. નીતિન વડગામા.

19 responses to “મનોજ ખંડેરિયા, Manoj Khanderia

 1. સુરેશ જાની ફેબ્રુવારી 13, 2007 પર 5:36 એ એમ (am)

  બીજી એક રચના
  આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
  ગયું મારામાં કોઇ જરા જોઇને

  http://amitpisavadiya.wordpress.com/2007/02/12/aayano-mkhanderia/

 2. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

 3. Pingback: રેત પર કોને - મનોજ ખંડેરિયા. « અમીઝરણું…

 4. Amit pisavadiya માર્ચ 18, 2007 પર 10:11 એ એમ (am)

  તેમની અન્ય એક રચના…

  લખવું છે નામ રેત પર કોને,
  છે વફાદાર જળ-લહેર કોને.

  http://amitpisavadiya.wordpress.com/2007/03/18/ret-manoj-khanderia/

  અમીઝરણું…

 5. Pingback: ફકીરાઈમાં ઊભા -મનોજ ખંડેરિયા « ઊર્મિનો સાગર

 6. Pingback: કારોબાર રાખ્યો તેં - મનોજ ખંડેરિયા « ઊર્મિનો સાગર

 7. Pingback: 27- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 8. Pingback: કયારેક**મનોજ ખંડેરિયા « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

 9. jeetu ઓગસ્ટ 24, 2009 પર 6:20 પી એમ(pm)

  Gazal GIRNAR THI Manoj bhaie mara ati agrah ane laghhu bandhu mitra premvash thayi 35 gazal record kari Tape mokaleli. tare mate Manoranjan chhe,(jitu) Mre mate to pranvayu chhe. in reply i wrote him in 1999 that he liked very much. he refused to Dalal and send me a live of my fevorates. Manojbhai nu chhands work 1960-65 . iam trying to collect from Bahauddin college’s “”Mangalvariyu”” and GIRI-NIRZAR noticeboard publication. if it is saved at college. also iwill try to contect Vani,Purneema ben and others, in junagadh if it is saved. he was exceiient on Sonets,CHHandobadhha and a-CHHANDS TOO. WHO CAN FORGET HIS shamrug0?

 10. jeetu ઓગસ્ટ 24, 2009 પર 6:32 પી એમ(pm)

  R.S. and M.Kh.were bench partener in highschool also frinds, Shym Sadhu was a year Sr.in 56-57 but sadhu publised very early.after that Triputi decided to work only on Gazal and they have thair own RANG.Thatswhy Junagadh is known as Gazal Gadh. named by Adil Saheb.

 11. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Morasiyasanjay મે 11, 2018 પર 9:58 એ એમ (am)

  Manojbhai khandheriya nu
  Haji aevu lag ya karese girnarni taletima kartal vagya karese please mokalso

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: