“કૈલાસ નાયકની જીવનકથા એ લેખનને આધારે જીવી જનાર એક લેખકની ગાથા છે.
માણસ લેખનને આધારે ગૌરવ પૂર્વક જીવી શકે એની જીવંત મિસાલની ગાથા…. “
– યશવંત મહેતા
______________________________________________________________
જન્મ
1956(?)
અવસાન
6 – જુલાઇ, 2006 ; અમદાવાદ
કુટુમ્બ
પત્ની – પારુલ; પુત્ર – કર્ણ
જીવન ઝરમર
- ઉત્તર ગુજરાતના એક નાના ગામડામાં અત્યંત ગરીબીમાં ઉછેર
- વંશપરંપરાનો વ્યવસાય – ગામઠી રંગભૂમિ
- પિતા બહુ નાની વયમાં મૃત્યુ પામ્યા
- અમદાવાદમાં કોલેજ ભણતર કરવા આવ્યા પણ મોટાભાઇ કોઇ આર્થિક મદદ ધારે તો પણ કરી શકે તેમ ન હતા, આથી લેખક પ્રોફેસરો કુમારપાળ દેસાઇ, ચ ન્દ્રકાંત મહેતા અને પ્રિયકાન્ત પરીખ નું ઉદાહરણ લઇ અખબારજોગું લેખન કરી ખાવાનો ખર્ચ કાઢવા પ્રયત્ન કર્યો
- 1970 પછી – પ્રોફેસરોનું ઉત્તેજન અને તેમના મિત્ર યશવંત મહેતાના પીઠબળથી વાર્તાઓ છપાવા લાગી અને ગુજરાન ચાલતું ગયું.
- આ ગૌરવ, ખુમારી, શ્રધ્ધા અને જોમ જીવનભર રહ્યા
- ગુજરાત સમાચારમાં નોકરી મળી પણ સ્વતંત્ર આવકની સાથે વળગેલી ખુમારીને કારણે નોકરી ટકી નહીં
- શ્રીરંગ અને રસિકલાલ ભૂતાના ‘યુવદર્શન’ માં ઘણા માહીતિ વિષયક લેખો લખ્યા
- કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે ઘણું પ્રોત્સાહન આપ્યું
- નેવુંના દાયકામાં આ માધ્યમો નબળાં પડતાં રહસ્યકથાઓ તરફ વળ્યા
- આજ સમયમાં પુત્રને બિમારી લાગુ પડી અને સખત આર્થિક સંકડામણમાં ઘેરાયા
- નાની ઉમ્મરે દીકરાને રક્તને લગતો રોગ લાગુ પડ્યો, જેમાં મોટા ભાગની કમાણી ખર્ચાઇ જતી સતત પરિશ્રમને કારણે ખુદને આંતરડાનો રોગ લાગ્યો જેને કારણે પ્રાણ ગુમાવ્યા
- લેખનથી થતી આવક મંદ પડતાં નવી દિશા શોધવા પ્રેરાયા
- ‘દીકરી વ્હાલનો દરિયો’ અને ‘માતૃવંદના’ જેવા પુસ્તકોની સફળતાથી પ્રેરાઇને સામાજિક સંબંધોનો મહિમા કરતી સત્યકથાઓ લખવા પ્રગટ કરવા તરફ વળ્યા અને તેને અણધાર્યો આવકાર મળ્યો, આવક વધવા લાગી પણ પોતાની બેમારીમાં તે ખર્ચાઇ જતી
રચનાઓ
- ચંબલનો પાપી- પ્રથમ નવલકથા
- શમણાં મારા સાથી અને 20 ઉપરાંત મોટેભાગે સામાન્ય વાચકને ધ્યાનમાં રાખીને લખાયેલી સામાજિક નવલકથાઓ
- દીકરો મારો લાડકવાયો, દીકરી મારી લાડકવાયી, વ્હાલા મારા સાસુજી, કુર્યાત્ સદા મંગલમ્ ( સ-તસ્વીર સત્યકથા આધારિત પુસ્તકો – ઘણાં વખણાયાં)
લાક્ષણિકતાઓ
- આખું જીવન લેખનના જ આધારે હોય તેવા આંગળીને વેઢે ગણાય તેવા સર્જકોમાંના એક
- ચંબલના ડાકુઓને લગતી નવલકથાઓ
- સામાજિક નવલકથાઓ
- અખબારી લેખન
- સંબંધ કથાઓ
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય