ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નર્મદ, Narmad


narmad_1.jpg“યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.”

“વીર સત્ય ને રસિક ટેકીપણું,  અરિ પણ ગાશે દિલથી.”

” આ હકીકતમાં જે જે હું લખીશ તે મારી જાણ પરમાણે સાચું જ લખીશ.
પછી તે મારું સારું હો કે નરસું હો. લોકોને પસંદ પડો કે ન પડો. ” – મારી હકીકત

” સચ્ચાઇ તો એના રોમરોમમાં. નર્મદ સાહસિક પણ પછી.નર્મદ અવ્વલ દરજ્જે સત્યવક્તા.”  – બ.ક. ઠાકોર

ગુજરાત સમાચારમાં પ્રગટ થયેલાં લેખોની લિંક્સ…

ઑગષ્ટ –  20 ,  2006    :    #  ઑગષ્ટ  – 27,   2006    :    #  સપ્ટેમ્બર- 3 ,   2006

#  વેબ ગુર્જરી પર એક સરસ લેખ

# રચનાઓ  ઃ    ઃ  ૨  ઃ
_______________________________________________________________

નામ

 • નર્મદાશંકર દવે

જન્મ

 • 24 ઓગષ્ટ – 1833 , સુરત

અવસાન

 • 25 ફેબ્રુઆરી – 1886, સુરત

કુટુમ્બ

 • માતા –  નવદુર્ગા ;   પિતા લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
 • પત્ની – પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

અભ્યાસ

 • સુરત અને મુંબાઇ
 • 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.

વ્યવસાય

 • 1858 સુધી શિક્ષણ
 • 1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.

નર્મદ ભવન , સુરત

જીવનઝરમર

 • 1838 –  પાંચ વર્ષની વયે ભુલેશ્વરની ગામઠી શાળામાં શિક્ષણની શરુઆત
 • 1843-44– સુરતમાં દુર્ગારામ મહેતાજી ની શાળામાં અભ્યાસ
 • 1845 – મુંબાઇમાં અભ્યાસ
 • 1850– કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘  ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
 • 1856 –  અભ્યાસ અધૂરો મૂકીને  શિક્ષણ વ્યવસાય
 • પ્રથમ કાવ્ય -આત્મબોધ
 • તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.
 • 1858 – 23મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
 • 1860 – વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદ વિવાદ , જ્ઞાતિ તરફથી બહિષ્કાર
 • 1865 – આર્થિક કટોકટી , મુંબાઇ છોડી સુરતમાં નિવાસ
 • 1860 -66 ઉચ્છેદક  સુધારાનો નાયક , યુગપુરુષ તરીકેના નર્મદના જીવનનો સુવર્ણ કાળ, ઘણી પશ્ચિમી રીતરસમ અપનાવી
 • 1864– ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું
 • 1865- 75  માનસ પરિવર્તન અને સુધારાવાદી વલણ ત્યજી સંરક્ષક સુધારાનો પ્રણેતા
 • 1875- 85 આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક
 • 1876– મુંબાઇમાં આર્થિક સંકટ નીવારવા નાટકો લખવાનો  નિષ્ફળ પ્રયાસ
 • 1886 – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત  સંધિવા થી મૃત્યુ
 • સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી  લ ઇ દયારામ સુધીના ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.
 • ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર
 • નવી શૈલીના કવિ
 • સમાજ સુધારક
 • ‘ જય જય ગરવી ગુજરાત’ ના  સર્જક કવિ

કૃતિઓ

 • નિબંધ – નર્મગદ્ય
 • કવિતા – નર્મકવિતા- આઠ ભાગ
 • કોશ –  નર્મકથાકોશ
 • વ્યાકરણ – અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ
 • આત્મકથા –  મારી હકીકત

સાભાર    

 • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના; ‘નર્મદ’ – વેબસાઇટ; ગુજરાત સમાચાર
વધુ વાંચો

65 responses to “નર્મદ, Narmad

 1. nav-sudarshak જૂન 3, 2006 પર 2:32 એ એમ (am)

  Veer Narmad, as he was called. Torch-bearer and bold reformist. Gujarat is indeed very proud of Narmad.

 2. વિવેક જૂન 6, 2006 પર 2:45 પી એમ(pm)

  સુરતમાં જે શેરીમાં જન્મીને હું મોટો થયો હતો એનાથી ત્રીજી શેરી, આમલીરાનમાં જન્મેલો નર્મદ મને એટલો પોતીકો લાગ્યો છે કે એને હું માનાર્થે સંબોધું તો ગાળ દીધા જેવું લાગે. નર્મદ અર્વાચીન યુગના નક્શાનું પ્રારંભબિંદુ છે. ‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બહુધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો એની ઘણાંને જાણ નહીં હોય. કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો. નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, નીતિબોધ વિ. નાનાવિધ વિષયો પર ઉત્તમ કાવ્યો (નર્મકવિતા ખંડ – ૧ થી ૬) ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, નર્મકોશ (ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ), ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા (મારી હકીકત), નર્મવ્યાકરણ, નાટકો અને એકલા હાથે અભૂતપૂર્વ ગદ્ય આપણી ભાષાને આપ્યું. (જન્મ: ૨૪-૮-૧૮૩૩ મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)

 3. ઊર્મિસાગર સપ્ટેમ્બર 9, 2006 પર 2:57 એ એમ (am)

  “રણ તો ધીરાનું, ધીરાનું,
  નહિ ઉતાવળા કાયરનું.”

 4. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

 5. Pingback: સુધારક સપ્તાહ « ગુજરાતી સારસ્વત પરિચય

 6. Rajendra Trivedi, M.D. જૂન 17, 2007 પર 7:13 પી એમ(pm)

  KAVI NARMAD,
  RAN TO DHRANU,
  KAYARNU NAHI.
  BHAI SURESH,YOU ARE GIVING THE GUJARATI INTERNET SURFERS
  THE BEST.
  GOOD LUCK.

 7. Pingback: 25 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 8. ASIF MASTER જુલાઇ 25, 2008 પર 5:01 એ એમ (am)

  SOUTH GUJARAT UNIVERSITY changed it name by VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY at SURAT to honour the great KAVI NARMAD.

 9. kavi jalrup નવેમ્બર 2, 2010 પર 1:17 પી એમ(pm)

  KAVI NARMAD NE KOTI KOTI VANDAN.

  kavi jalrup

 10. vidhi mistry નવેમ્બર 28, 2010 પર 3:01 એ એમ (am)

  thank u for giving this short & sweet artical which is very helpful to the students.

 11. Riken joshi ફેબ્રુવારી 3, 2011 પર 8:37 એ એમ (am)

  jay garavi gujarat nu gujarat ne birud apanara shri kavi narmad ne mara vandan
  Kharekhar aa 2001to2010 sudhina daykama gujarate teni garvi pratibha batavi chhe tenu gaurav darek gujarati na dil ma chhe aaje gujarat jo visva na desh saman ek desh hot ane ema pan shree kavi narmad,Mahatma gandhi,Shree sardar patel jeva
  mahanubhavo e janma lidho evi gujarat ni vir bhumi no nagrik hovanu mane ane darek gujarati na garva chhe
  Jay garvi gujarat……….
  vande matram

 12. jignesh rathod સપ્ટેમ્બર 26, 2011 પર 1:27 એ એમ (am)

  prakruti no prem kavi ni kavita dhvara chhalakay chhe

 13. Rushit Patel ફેબ્રુવારી 19, 2012 પર 10:02 એ એમ (am)

  This is a very wonderfull website.Ilike this

 14. pragnaju ઓગસ્ટ 1, 2012 પર 1:50 પી એમ(pm)

  દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું !

 15. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 16. MOIZ SADIKOT જુલાઇ 18, 2013 પર 8:23 એ એમ (am)

  hiiiiiiiiiiiiiiiiiiiiiiiiii………………….. kavi narmad kem che ……………………………………………………………….majama na ;;;;;;;;;;;;;;su hale jaLSA

 17. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 18. sagarchovatiya ઓગસ્ટ 6, 2013 પર 8:15 એ એમ (am)

  this web site is useful for student

 19. janakrawal ઓગસ્ટ 24, 2013 પર 11:34 એ એમ (am)

  વીર નર્મદ ગુજરાતી આધુનિક સાહિત્ય નો પિતા આજે તેના જન્મ દિવસે તેને સ્મરીયે સ્ત્રી ઓ ના કલ્યાણ માટે ના તેના પ્રયત્ન માટે તેનેશતશત વંદન

 20. DASHARATH સપ્ટેમ્બર 19, 2013 પર 9:05 પી એમ(pm)

  kharekhr aa site student maate khub upayogi 6

 21. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 22. patel priyanka મે 11, 2014 પર 3:12 એ એમ (am)

  Thank u very much for this information…its very usefull for us….thank u once again

 23. sagar chotaliya જુલાઇ 14, 2014 પર 10:41 એ એમ (am)

  good i think we have to make such files for all shahityakar

 24. parmar sanjay નવેમ્બર 25, 2014 પર 7:00 એ એમ (am)

  who wrote gujarati book vir narmad life story on life of narmad
  1. manila trivedi 2. vishwanath bhatt
  3. chandrakant sheth 4. chinu modi

 25. Kalpana Mehta ફેબ્રુવારી 12, 2015 પર 4:01 એ એમ (am)

  Very good infromation about Narmad. I m searching his Books “Rajyarang” (both vol). Can you please suggest how can i get it?

 26. jagdish makwana ફેબ્રુવારી 6, 2018 પર 8:19 પી એમ(pm)

  ગુજરાત મા “વીર નર્મદે “કેવા રાષ્ટ્રધ્વજ ની કલ્પના કરી હતી?

  ❓❓❓❓❓

 27. Pingback: નર્મદ વિશે.. | Dr.Vishwanath Patel સાહિત્ય સન્નિધિ ,પી.ટી.મહિલા, સુરત (ડો.વિશ્વનાથ પટેલ.)

 28. jagdishbhai નવેમ્બર 5, 2018 પર 1:58 એ એમ (am)

  daglu bharu ke na hatvu……..kavita ple in web

  • સુરેશ નવેમ્બર 5, 2018 પર 8:20 એ એમ (am)

   ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;
   વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.

   સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું;
   જવાય જો નહિ આગળ તોયે ફરી ના પાછું લેવું.

   સંકટ મોટું આવી પડતાં મોઢું ન કરવું વીલું;
   કળે બળે ખૂબ લડવું પણ ના ફરવું કરવા ઊંધું.

   જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું;
   આભ પડો કે પૃથ્વી ફાટો તોય ન કરીએ નબળું.

   ફતેહ કરીને આગળ વધશું અથવા અહીંયાં મરશું;
   પણ લીધેલું તે પાળીશું રે વજ્જરનું કરશું.

   તજી હામ ને ઠામ મૂકવા ખૂણા જે કો ખોળે;
   ધિક કાયર રે અપજશરૂપી ખાળકૂંડીમાં બોળે.

   -નર્મદ

 29. Vankar dixitkumar veerabhai સપ્ટેમ્બર 10, 2020 પર 4:17 એ એમ (am)

  સરસકવિતાવોછે. એમનીકવિતાઓમાતેમનાજીવનવિશે જાણવામડેછે. Good

 30. સુરેશ ઓક્ટોબર 25, 2020 પર 9:32 પી એમ(pm)

  પ્રાપ્તિની ઝંખનાનું કાવ્ય
  બ્રહ્મ તું બ્રહ્મ તું, આપ ભક્તિ મુને, માંગુ હું દિલમાં પ્રેમ આણી;
  અનુભવજ્ઞાનથી, લહુ છું ખોટું સહુ, ધર્મનીતિમય સાચ જાણી.

  પળ પછી જીવની વૃત્તિ કેવી થશે, તે તણું સોણું નહીં લેશ લાધે;
  તે છતાં હું હીણો વિષયમાં ગરકીને, વીસરું ગુણ ગાવા અગાધે.

  કો ચડે ઊતરે, કો ધની નિરધની, છે કોઈ હાસ ને હાય બોલે;
  એ નિયમ તારો, ડાહ્યો દીસે બહુ, આણે વંઠેલને ભક્તિ ખોળે.

  ઘટઘટાનેક તે, આપની આંખમાં, બહુ બહુ બ્રહ્મના ગુણ ઘોળે;
  અક્કેકી ચાતુરી, જાણવા જોગ પણ, જ્ઞાન વણ નર્મદો કેમ ખોળે?

  પર્વતે ઊગતું ફૂલ બહાદૂર છે, વાયુ વંટોળસું જુદ્ધ માંડે;
  ભક્તના ઊરમાં, બ્રહ્મરંગ ફૂલતે, ભવ તણા વાયુને શાંત પાડે.

  આરબી આફ્રિકી, રેત તાતી મધે, ઊંટ ધીરું જ્યમ માર્ગ માપે;
  ભક્તજન તે રીતે, ભવપીડા ઝાળમાં, ધર્મધીરજધરી મોહ કાપે.

  રેડી સંસારમાં પાળી નીતિ સહુ, મંન ભજવે હરિ સ્થિર રાખી;
  વિઘ્ન સહુ દૂર કરી, હર્ષ હૈડે ભરી, જીવને શિવ કરે સાધુ ભાખે.

  -નર્મદ
  નર્મદની આ રચના પર વેબ ગુર્જરી પર શ્રીમતિ દર્શના ધોળકિયાનું વિશ્લેષણ …

  http://webgurjari.in/2020/10/26/shvas-man-vage-shankh_1/

 31. ડૉ. દિનેશ ભોયા ફેબ્રુવારી 22, 2023 પર 6:18 પી એમ(pm)

  નર્મદ કવિ ગુજરાતની અસ્મિતાને ઝળહળતી રાખનારો કવિ છે મા ભોમકાનું જતન રાષ્ટ્રનું જતન ભારતીયતાની સુવર્ણ જલે સિંચન કરનારો કવિ છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: