” સમ્પુર્ણ જીવન વિવેચન, ચરિત્રલેખન અને સંશોધનને સમર્પિત કરનાર સાક્ષર. ”
” આજુબાજુની અરાજકતા – અંધાધુંધી ભરેલી પરિસ્થિતિમાં હિંસા, મૂલ્યોનો હ્રાસ અને ઉપહાસ, સ્વાર્થાંધતા અને કામનાઓને રોકટોક વિનાનો છૂટો દોર મળી ગયાનું વાતાવરણ જોવા મળે છે. હૃદયમાંથી યજુર્વેદના ઋષિકવિનો પ્રાર્થના મંત્ર સરી પડે છે : ‘ यद भद्रं तन्न आसुव |’ – હે સૂરજદેવ! જે શ્રેયસ્કર હોય તે અમોને આપો. ‘પ્રેય’ નહિં પણ ‘શ્રેય’ માટેની પ્રાર્થના છે આ.
– ઉદ્દેશના પ્રથમ અંકના તંત્રીલેખમાંથી
______________________________________________________________________
નામ
જન્મ
- 22 – મે , 1926 ; હીરપુરા ( જિ. મહેસાણા)
- વતન – વડનગર , જિ. મહેસાણા
અવસાન
- 10- સપ્ટેમ્બર, 2006; અમદાવાદ
અભ્યાસ
- પ્રાથમિક – વડનગર
- માધ્યમિક – પીલવાઇ
- 1954 – એમ.એ. , વડોદરા
- 1962 – પી.એચ.ડી. , ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ
વ્યવસાય
- 1954-59 રીસર્ચ ફેલો , ગુજ યુનિ. ભાષાભવન
- 1959-62 એચ.એ. આર્ટ્સ કોલેજ , અમદાવાદ માં વ્યાખ્યાતા
- 1952 – 1986 ભાષા સાહિત્ય ભવન, ગુ. યુનિ. માં વ્યાખ્યાતા, રીડર અને છેલ્લે અધ્યક્ષ
– આધેડ વયે
જીવન ઝરમર
- 26 જ વર્ષની ઉમ્મરે પી.એચ.ડી. – ઉમાશંકર જોશીના માર્ગદર્શન નીચે
- 1984-85 – નેશનલ લેક્ચરર
- 1986-88 – યુ.જી.સી તરફથી પ્રોફેસર એમેરિટસ, ગુજરાત યુનિ. માં કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સીલના ડિરેક્ટર
- ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ વિશ્વગુર્જરી સંસ્થાઓમાં વિવિધ પદે સેવાઓ
- 1989 – મુંબઇ યુનિવર્સિટી ખાતે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા
- 1990 ઓગસ્ટ – નિવૃત્તિ બાદ ‘સંસ્કૃતિ’ નો વિકલ્પ થાય તેવું ‘ઉદ્દેશ’ નામનું માસિક શરુ કર્યું અને જીવનના અંત સુધી ચલાવ્યું.
- 1976 થી શરુ કરેલ ‘ગુજરાતી ગ્રંથકાર’ શ્રેણીનું સતત સંપાદન
- સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પ્રકાશિત ‘ એન્સાયક્લોપેડીયા ઓફ ઇન્ડીયન લીટરેચર’ ના ગુજરાતી ભાષાના કન્વીનર
- સર્જાતા સાહિત્યના સતત સમ્પર્કમાં રહેનાર અને અભિપ્રાય વ્યક્ત કરનાર વ્યક્તિ
- પી.એચ.ડી.ના વિષય તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીના સાહિત્ય થી શરુ કરેલી યાત્રા જીવનભર ચાલી. અનેક પુસ્તકો, નિબંધો આ અંગે તેમણે લખ્યા
- 1953 થી 2003 સુધી – પૂર્ણ સમયના વિવેચક
મુખ્ય રચનાઓ – 40 પુસ્તકો
- વિવેચન – ગોવર્ધનરામ – એક અધ્યયન, અભીપ્સા, પરિમાણ, સમાંતર, વિનિયોગ, ગ્રંથનો પંથ, ભારતીય નવલકથા, ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહી, નિષ્પતિ, વિવેચનની આબોહવા
- ચરિત્રો/ સંપાદન – સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃતાંત અને કવિજીવન, કાવ્યસંચય (જયન્ત પાઠક સાથે), જ્યોતિરેખા, ગુજરાતી ગ્રંથકાર શ્રેણી – 45 ગ્રંથો , ગોવર્ધન પ્રતિભા, શબ્દલોકના આરાધકો (100 જેટલા સાક્ષરોનો પરિચય)
- સંશોધન – અખેગીતા, સુંદરમ્ ની પ્રતિનિધિ વાર્તાઓ અને કાવ્યો , કાવ્ય – સંચય, જ્યોતિ-રેખા,
- રેખાચિત્ર – શબ્દલોકના યાત્રીઓ 1,2
- નિબંધ – આદિવચન
લાક્ષણિકતાઓ
- આજીવન , પાંચ દાયકા, પૂર્ણ વિવેચક
- ગ્રંથ સમીક્ષા ઉપરાંત ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રના સિધ્ધાંતોની સમજ, તુલનાત્મક દૃષ્ટિકોણથી અભ્યાસ, નીડર અને નિષ્પક્ષ તારણો અને વિધાનો
- તેમના ચરિત્ર વિષયક રેખા ચિત્રો ચરિત્ર નિબંધની કક્ષાએ પહોંચી જાય છે. ગુજરાતી સાહિત્યની આ બહુ મોટી સેવા છે.
સન્માન
- સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર ‘વિવેચનની પ્રક્રિયા’ માટે
- ‘અનન્તરાય રાવળ’ સાહિત્ય ગૌરવ પુરસ્કાર
- ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર
સાભાર
- ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
- ગુજરાત ટાઇમ્સ , બળવંત જાની
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: 22 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય