#
ગુજરાતીનાં ઉત્તમ પુસ્તકો ના પ્રસારક
” છેલ્લી એક સદી દરમિયાન મનુષ્યના જ્ઞાનમાં જબરદસ્ત ક્રાંતિ થઇ ગઇ છે. આ બધાં પરિવર્તનો ઉપર જેમનાં જીવન અને સુખચેનનો આધાર છે, તે નરનારીઓને તેની સમજણ કોણ આપશે? “
” આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે, વાચનના સમૂળગા અભાવમાંથી. અને ઘણી વાર યોગ્ય વાચનના અભાવમાંથી આવી વિચારશૂન્યતા પેદા થાય છે.”
” અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકન્સની ‘પિક્વિક પેપર્સ’ નામની નવલકથાએ પ્રજાનું એટલું કલ્યાણ કર્યું છે, જેટલું ધર્મગ્રંથ ‘બાઇબલે’ પણ નથી કર્યું.”
– ‘અડધી સદીની વાચનયાત્રા’ ભાગ – 1 ની મૂળ પ્રસ્તાવનામાંથી
શ્રી.સંજય ભાવેની ઓપિનિયન પર તેમને શ્રધ્ધાંજલિ – અહીં ક્લિક કરો

સમ્પર્ક
નામ
- મહેન્દ્રભાઇ ઝવેરચંદ મેઘાણી
જન્મ
અવસાન
૩, ઑગસ્ટ – ૨૦૨૨
કુટુમ્બ
અભ્યાસ
- પ્રાથમિક/ માધ્યમિક – ભાવનગર
- ૧૯૪૨ – અમદાવાદમાં કોલેજ ઓફ એજ્યુકેશનનાં બે વર્ષ.
- ૧૯૪૮ – પત્રકારત્વના અભ્યાસ માટે કોલંબિયા યુનિવર્સિટિમાં.
વ્યવસાય
- પુસ્તક પ્રકાશક અને સંપાદક
જીવનઝરમર
- 1944 – બે વર્ષ લેખક-પત્રકાર પિતા સાથે કાર્ય કર્યું
- 1948 – ન્યુ યોર્કના ગુજરાતી દૈનિક “નૂતન ગુજરાત” માટે લેખમાળા લખી
- ૧૯૫૦ – ૧૯૭૮ – ન્યૂ યોર્કથી પાછા ફરીને મુંબઇમાં “લોકમિલાપ કાર્યાલય” શરૂ કર્યું, માસિક સામયિક ‘મિલાપ’પણ શરુ કર્યું જે ભારતીય ભાષાઓમાંનું સૌ પ્રથમ ડાયજેસ્ટ બન્યું અને ગુજરાતનાં પ્રમુખ સામયિકોમાં સન્માનિત રહ્યું.
- લોક મિલાપ સંસ્થાના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ધોરણે અનેક દેશોમાંનાં કુટુંબોએ એકબીજાં સાથે જોડાઇને સાંસ્ક્રુતિક આપલેની યોજના અમલમાં મૂકી.
- ૧૯૫૩ – યુ.એસ.એસ.આર;પોલાન્ડ,યુગોસ્લાવિયામાં એક પત્રકાર અને જન્મભૂમિના પ્રતિનિધિ તરીકે પંડિત જવાહરલાલ નહેરુ સાથે ગયા.
- તે પ્રવાસ બાદ લોક મિલાપ કાર્યાલયનું “લોક મિલાપ ટ્રસ્ટ”માં રૂપાંતર કર્યું,જેના સાંનિધ્યે પછી ઉત્તમ પુસ્તકોના પ્રકાશનનું તથા સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓનું કાર્ય ઉપાડ્યું.
- ૧૯૬૯ – ગાંધી શતાબ્દી વર્ષદરમિયાન એકલે હાથે પાંચ ખંડોના અનેક દેશોનો પ્રવાસ ખેડીને ભારતીય પુસ્તકોનાં પ્રદર્શનો ભર્યાં !આફ્રિકા,અમેરિકા,એશિયા,યુરોપના દેશોમાં તેમણે પુસ્તકોના જ માધ્યમથી ભારત માટે આંતરરાષ્ટ્રીય સમજણ ફેલાવવાનું પ્રતિનિધિરૂપ કાર્ય કર્યું.
- ૧૯૭૨થી – ઉત્તમ ગુજરાતી પુસ્તકોના પ્રકાશનોના પ્રોજેક્ટો હાથ ધર્યા છે.આગોતરા ગ્રાહકો નોંધીને અને એ રીતે સામે ચાલીને પુસ્તકોની માંગ કરનારા લાખો ગ્રાહકો ઉભા કરીને ઐતિહાસિકપગલું માંડ્યું જેણે કલ્પી ન શકાય એટલી નીચી કિંમતે લાખોની સંખ્યામાં પુસ્તકોના વેચાણની સિધ્ધિ હાંસલ કરી આપી !
- ૧૯૮૭થી – ખૂણા ખૂણાના,દૂર દૂરના પ્રદેશોમાં જઇ સંસ્થાઓ ઉપરાંત સેંકડો કુટુંબોમાં જીવનચરિત્ર જેવાં પુસ્તકો પોતે વાંચ્યાં અને વંચાવ્યાં!
- ૧૯૮૮થી – ઉપરોક્ત વાચનવાળાં પુસ્તકોને અદ્ભુત,અકલ્પ્ય અને અપૂર્વ કહેવાય તેવો પ્રોજેક્ટ હાથ ધરીને ૧૦૦-૧૦૦ પાનાંની એક એક પુસ્તિકાને લાખ લાખ કૉપીમાં છાપીને તેનું રૂ.૭ અને ૧૫ જેટલી નજીવી કિંમતે વેચાણ કર્યું.આ કિંમત આજના બજાર ભાવે એક પંચમાંશ ગણાય !
- આ સદીની શરૂઆતથી જ તેમણે પોતાનાં ૫૦ વર્ષોના વાચનના દરિયામાં ડૂબકી લગાવીને કસી કસીને પસંદ કરેલાં મોતી જેવાં લખાણોનો સંગ્રહ “મારી અર્ધી સદીની વાચનયાત્રા” નામે પ્રગટ કરીને વેચાન વિશ્વમાંવિક્રમ સ્થાપ્યો!! આ દળદાર ગ્રંથોનાપ્રથમ ત્રણ ગ્રંથોની ૨,૦૦,૦૦૦ પ્રતો રૂ.૭૫ની નજીવી કિંમતે તેમણે અકલ્પ્ય ઓછા સમયમાં વહેંચી ! ચોથો ભાગ પણ તાજેતરમાં પ્રસિધ્ધ થયો છે.
- આજે ૮૩ વર્ષની ઉંમરે તેઓ આ ગ્રંથના પાંચમા ભાગના પ્રકાશનનું કાર્ય કરી રહ્યા છે.
- ફિલ્મોના શોખીન,તેઓએ ભાવનગરમાં “ફિલ્મ મિલાપ” શરૂ કર્યું હતું અને બાળકો,આધેડ માટે વિશ્વભરમાંથી લાવી લાવીને બાળફિલ્મો,જૂની ક્લાસિક ફિલ્મો,ડોક્યુમેંટરીઝ વગેરેનો લાભ અપાવ્યો હતો.
- અનુવાદો,પુસ્તકોનાં સંક્ષેપ અને સંપાદનોનાં કાર્યો માટે તેઓ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.
- ૧૮૯૬થી એટલે કે ૧૦૦થી પણ વધુ વર્ષોથી તેમના પિતા શ્રી ઝવેરચંદ મેઘાણી અને તેમના દ્વારા ગુજરાતી ભાષાની સેવા થઇ રહી છે.આ સફર આજે પણ અવિરતપણે ચાલી રહી છે કેમ કે શ્રી મહેન્દ્રભાઇનાં પુત્ર-પુત્રી આજે પ્રકાશનમાં વ્યસ્ત છે;તેમના એક નાના ભાઇ નાનકભાઇ પણ પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક પુસ્તકોના પ્રકાશનમાં લાગેલા છે,જ્યારે બીજા નાના ભાઇ જયંતભાઇ શૈક્ષણિક લાઇબ્રેરિયન છે.
મૂખ્ય રચનાઓ
- સંપાદન – અડધી સદીની વાચનયાત્રા ભાગ 1-4
- અનુવાદ – વિક્ટર હ્યુગોનાં પુસ્તકો , કોન ટીકી, સાત વર્ષ તિબેટમાં
Like this:
Like Loading...
Related
I immensely enjoyed reading the career of Mahendrabhai Meghani. Can you also may be every third article give us such introduction to the lives of previous poets, writers etc? I would love to know such details for Zaverchand Meghani, Kalapi, Dhumketu, RV Desai, Kanayilal Munshi, Panalal Patel, Jyotindra Dave, Harindra Dave, Mareez, Shunya Palanpuri, Gani Dahiwala, Shayada, Barakat Virani etc. So please every second or third article on introducing such personality and their important contributions books and/activities etc. Thank you so much for doing such a wonderful job.
Dinesh O. Shah
‘લગે રહો, સુરેશભાઈ..’ આ કરવા જેવું કામ છે. તમે તે અત્યંત કુશળતાપુર્વક કરી રહ્યા છો તેનો આનંદ છે.. બીજું કોઈ નહીં કરે..કદાચ આ કામ કરવા જેવું એમને નહીં લાગતું હોય.. ગુજરાતી પ્રજાની આ તાસીર છે..છતાં નીરાશ થવા જેવું નથી..જુઓ, ફ્લોરીડાના ડૉ.દીનેશભાઈ શાહે કેવી સરસ ફરમાઈશ કરી.!!
‘લગે રહો, સુરેશભાઈ..’
આભાર..
..ઉત્તમ અને મધુ ગજ્જર..સુરત..જાન્યુઆરી ૨૨, ૨૦૦૭
WE WISH YOU TO KEEP DOING THE BEST LIKE YOUR FATHER.
REGARDS
RAJENDRA TRIVEDI
LIKE FATHER LIKE SON.
KEEP IT UP SURESH TO SURFERS ON INTERNET SUCH UNSUNG HERO IN GUJARATI READERS.
MAHENDRABHAI…..”SHATAMJIVISHARADA.”
THE TRIVEDI
Pingback: 20 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
તમારી અસ્ખલીત સાહીત્યધારા ક્યાં ક્યાંથી આચમન/અંજલી પામે છે !!
Pingback: મહેન્દ્ર મેઘાણી સાથે એક મુલાકાત « ગદ્યસુર
long live mahendrabhai for gujarati literature and gujarti language.
MAHENDRABHAI IS MAHENDRABHAI.HE WORKS SILENTLY.HE IS AS GOOD AS HIS FATHER ZAVERCHAND MEGHANI. I AM FAN OF MAHENDRABHAI.
The name of the mother of Mahendrabhai was DAMYANTIBEN, the first wife of Zaverchand Meghani. She expired and Z. Meghani later married Chitradevi. Please correct.
mahendrabhai ek saahityaxetranaa sant chhe, gujarati bhaashaanee sevaa maate iswer emane laa^bu aayushya aape
sir plz i read ardhi sadini vanchan yatra part 2
and i want all 1 to 4 par of it so plz send me pdf if possibble in my email
dipesh_and_u@hotmail.com
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ( 268 ) શ્રી મહેન્દ્ર મેઘાણીને એમના 91મા જન્મ દિવસની શુભેચ્છાઓ | વિનોદ વિહાર
Mahendrabhai Meghani,
You are the great deserving son of Zaverchand Meghani.You kept your father’s torch of literature fully burning,and this is , in a way, a tribute to your great father.You infused language and literature in the minds of your readers,through the magnificent mission of VACHAN YATRA.You have truly lived an inspiring life for others.I wish you a healthy life so that you can continue your mission of being useful to others.
A P PATEL
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સૂરજ ! ધીમા તપો ! – ઝવેરચંદ મેઘાણી | ટહુકો.કોમ
This is what we want.
Actually has no idea that there’s some are still alive for india and mainly for Gujarat … and doing this work without selfless.
I appreciate mr. SURESH BHAI .
And also for those whose for our culture . Jay hind 🙂
That we’ve got this knowledge from you…
Keep on sir…
Dastavej – navalkatha upload karo ne sir please
mahendrabhai meghaniji …aape khub sara kary karya chhe te badal abhinandan…aapne jem aapno parivaar pan aava lok sahitya na kaam karta rahe evi parmatma ne prarthana..mohit shah..mumbai.9820092244
aapno sampark karva mate no numbar…adress moklso…aabhar..
Why he isn’t awarded the Padmashri award ?
Thanks to Sureshbhai Jani for this compilation.
May god bless Mahendrabhai Meghani’s soul on his demise today!
We list great son of India – AUM Shanti
May god bless Mahendrabhai Meghani’s soul on his demise today!