ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધીરૂભાઈ ઠાકર, dhirubhai_thaker


dhiruતેમનું પ્રિય વાક્ય

-” To advance art, men’s lives must be given and to receive it , their hearts. ”
Ruskin

” હજારેક વર્ષ પહેલાં આપણા પુર્વજો જે ભાષા બોલતા તે અપભ્રંશને મળતી આવતી ભાષા હતી. … આસામથી મહારાષ્ટ્ર સુધી થોડાક પ્રાદેશિક ભેદ સાથે આ ભાષા સાહિત્યમાં સ્થિર થયેલી હતી…..”

” ગાંધીજીએ હિન્દુસ્તાનીમાં આપેલાં પ્રવચનોનો ગુજરાતી અનુવાદ ‘ દિલ્હી ડાયરી’ વાંચતાં એમ લાગે છે કે, સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ નૈતિક અધઃ પતન તરફ વળેલી આપણી પ્રજાને હજીયે જો કોઇ તારશે તો આ શહીદ સંતની અમર વાણી જ.”

‘ અડધી સદીની વાચન યાત્રા’ માંથી

# ‘ઓપિનિયન’ પર સરસ લેખ

# ગુજરાતી વિશ્વ કોષની વેબ સાઈટ

dhirubhai_thaker_signature.jpg

______________________________________________________________________________________

સમ્પર્ક ……………..   19, શારદા સોસાયટી, પાલડી, અમદાવાદ – 380 007        

નામ

 • ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર

ઉપનામ

 • સવ્યસાચી – શરુઆતમાં

જન્મ

 • 27-જુન, 1918 ;  કોડીનાર
 • વતન – વિરમગામ

અવસાન

 • ૨૨, જાન્યુઆરી – ૨૦૧૪, અમદાવાદ

કુટુમ્બ

 • માતા – ગોમતીબેન ; પિતા – પ્રેમશંકર
 • પત્ની – ધનુબેન ( 1939, વિરમગામ) ; સંતાનો – ત્રણ  

અભ્યાસ

 • ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી એમ.એ., પીએચ.ડી.

પ્રવૃત્તિ

 • અધ્યાપન
 • 1939 –  નિવૃત્તિ વખતે મોડાસા કોલેજના આચાર્ય
 • ફેલો –  ગુજરાત સાહિત્ય અકાદમી
 • મુખ્ય સંપાદક  –  ગુજરાત વિશ્વકોશ

જીવન ઝરમર

 • 1942 ની ચળવળમાં ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવા તૈયાર થયેલા અંગ્રેજ  અફસરને ઊંચા હાથથી ‘ પ્લીઝ સ્ટોપ’ કહેવાની હિમ્મત તેમનું જન્મજાત ખમીર દર્શાવે છે.
 • લેખન કારકિર્દીનો પ્રારંભ –  ‘ ગણધરવાદ’ અને ‘ નિહ્ નવાદ’ જેવા અંગ્રેજી ગ્રંથથી થયો હતો.
 • પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – મણિલાલ નભુભાઇ – સાહિત્યસાધના
 • અલ કાઝીની નાટ્ય શિબિરમાં જુલીયસ સીઝરનું પાત્ર પણ ભજવેલું !
 • 1960- 66  ગુજરાત સમાચારના ‘ સાહિત્ય અને સંસ્કાર’ કોલમનું સંપાદન
 • વિદેશ પ્રવાસ
  • 1975 – ઇન્ગ્લેન્ડ, યુરોપ, અમેરિકા, કેનેડા
  • 1983 , 1993 – ઇન્ગ્લેન્ડ
 • તેમના પ્રિય સાહિત્યકાર – મણિલાલ નભુભાઇ દ્વિવેદી
 •  તેમના પ્રિય શિષ્યલાભશંકર ઠાકર
 • જીવનમંત્ર – પ્રેમ અને પરિશ્રમ
 • શિસ્તપાલનના આગ્રહી આચાર્ય, મોડાસામાં વિદ્યાર્થીઓની હડતાળ વખતે સત્યાગ્રહનું શસ્ત્ર   વાપરીને ઉપવાસ પર ઉતરેલા.
 • જીવન નાટ્યનો કરુણ અંત – નિવૃત્તિ વખતે નીરાશામાં વાપરેલા શબ્દો – ” અઢાર અઢાર વર્ષથી મેં કેવળ રણમાં જ પાણી રેડ્યા કર્યું છે.”
 • 78 વર્ષના કાર્યશીલ યુવાન
 • ઉમાશંકર જોશી તેમને પાંડિત્યનો પર્યાય માનતા
 • ગુજરાતી વિશ્વકોશના મોભી.

slide2

કૃતિઓ       પચાસેક પુસ્તકો

 • વિવેચન  – મણિલાલ નભુભાઇ : સાહિત્ય સાધના, રસ અને રુચિ, શબ્દશ્રી સાહિત્યનો ઇતિહાસ : ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખ
 • ચરિત્ર –  મણિલાલ નભુભાઇ : જીવનરંગ, પરંપરા અને પ્રગતિ (કસ્તુરભાઇ લાલભાઇનું જીવનચરિત્ર )
 • નિબંધ –  રંગ કસુંબી, દ્રષ્ટા અને સષ્ટ્રા પ્રવાસ: સફર સો દિવસની સ્વાધ્યાય અને સુચિ
 • નાટકો  –  360 ગુજરાતી નાટકો ,  સુદર્શન અને પ્રિયંવદા, જ્ઞાનસુધા, સમાલોચક, મણિલાલ નભુભાઇ દ્વિવેદીના જીવન પર આધારિત નાટક ‘ઊંચો પરવત, ઊંડી ખીણ’
 • અનુવાદ –  ગૌતમ બુધ્ધ (નેશનલ બુક ટ્રસ્ટ), સમાજલક્ષી મનોવિજ્ઞાન
 • સંપાદન  –  મણિલાલની વિચારધારા, પ્રાણવિનિમય, ધૂમકેતુ વાર્તાસૌરભ 1-2, કરુણપ્રશસ્તિ કાવ્યો, મારી હકીકત,  ગ્રંથ અને ગ્રંથકાર, આપણા ખંડકાવ્યો, સાહિત્ય કિરણાવલિ, ગુજરાતી વિશ્વકોશ
 • તેમના જીવનના સંસ્મરણોનો સંપાદિત ગ્રંથ – ‘શબ્દશ્રી’

સન્માન

 • મુંબાઇ અને ગુજરાત રાજ્યના અનેક પુરસ્કારો
 • 1999 – ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર

સાભાર

 • ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ : રમેશ શુકલ , પ્રવીણ પ્રકાશન
 • ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ ભાગ -3 :   રાધેશ્યામ શર્મા , રન્નાદે પ્રકાશન

4 responses to “ધીરૂભાઈ ઠાકર, dhirubhai_thaker

 1. Pingback: અનુક્રમણિકા - ધ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: 27 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

 3. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: