ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયભિખ્ખુ, Jayabhikhkhu


jay-bhikhkhoo_1.JPG“એમની ભાષાનું ઝરણું પહાડથી ફૂટતી ગંગોત્રીની પેઠે વિસ્તાર ધારણ કરે છે…
એમાં વાચકને તાણી જઈ નવીન ભૂમિ પર લઈ જઈ ખડો કરી દે છે…
આસપાસનું સુંદર દૃષ્ય અને મંદ પવનની ખૂશ્બોદાર લહેરો એને મુગ્ધ કરી નાખે છે.”
–રમણલાલ સોની.

—————————————————

                  ”  જીવ તો નથી હિંદુ-નથી મુસલમાન.સાગરનું પાણી બધે સમાન છે.જે ઘડામાં એ ભર્યું એ ઘડાથી એનું નામ જુદું પડ્યું.કોઈ કહે આ પિત્તળના ઘડાનું પાણી ,કોઈ કહે આ માટીના ઘડાનું પાણી.કોઇ કહે આ હિંદુના ઘરનું જળ,કોઇ કહે મુસ્લિમના ઘરનું સંદલ ! એમ નામરૂપ જૂજવાં થયાં,પણ વસ્તુ એકની એક રહી.એમ માણસનો આત્મા જે ભૂમિ પર પેદા થયો,જે ઘરમાં ખોળિયું ધર્યું, એ એનું વતન,એ એનો ધર્મ.” 
                    “આજની મારી એષણાઓ અનેરી છે.ભારતભૂમિ કહો, આર્યાવર્ત કહો કે હિન્દુસ્તાન કહો ; એમાં જે આવ્યા,વસ્યા,વસીને  એને માટે આત્મભોગ આપ્યો ; એ સહુ એના.કોઇ વહાલાં કે દવલાં નહિ.હિમાદ્રિ સહુને નવનિધિ આપે,ચંદ્ર સહુને અમૃત આપે,સૂર્ય સહુને તેજ આપે,ધેનુઓ સહુને ઘૃત આપે,ક્ષેત્ર સહુને ધાન્ય આપે,રાજ્ય સહુને રક્ષણ આપે,ધર્મ સહુને શાંતિ આપે.”   
–     (‘વિક્રમાદિત્ય’માંથી) 

# જીવનઝાંખી
________________________________________________________________________

નામ

  •  ભીખાલાલ( બાલાભાઇ) વીરચંદ દેસાઈ

ઉપનામ

  • વીર કુમાર ,  ભિક્ષુ સાયલાકર – શરુઆતમાં
  • પત્નીના નામમાંથી ‘જય’ અને પોતાના નામમાંથી  ‘ભિખ્ખુ’ લઈને તખલ્લુસ થયું ‘ જયભિખ્ખુ ‘

જન્મ

  • 26- જુન , 1908;  વીંછિયા, સૌરાષ્ટ્ર
  • વતન – સાયલા ( લાલા ભગતનું )

અવસાન

  • 24 – ડીસેમ્બર , 1969 , અમદાવાદ

કુટુમ્બ

  • માતા –  પાર્વતીબેન ;  પિતા –  વીરચંદભાઇ હેમચંદભાઇ દેસાઇ. ( ઉત્તર ગુજ.ના સાબરકાંઠાના વરસોડા રાજ્યમાં કુશળ કારભારી)
  • પત્ની –  વિજયાબહેન ( લગ્ન-1930) ;  પુત્ર – કુમારપાળ ( પ્રસિધ્ધ સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ) 

અભ્યાસ

  • પ્રાથમિક –  વીજાપુર પાસેના વરસોડામાં
  • માધ્યમિક –  ટ્યુટોરિયલ હાઈસ્કૂલ અમદાવાદમાં અંગ્રેજી ત્રણ ધોરણ
  • મુંબઈની સંસ્થા શ્રી વીરતત્વ પ્રકાશક મંડળમાં દાખલ થઈ,તે સંસ્થાનું સ્થળાંતર થતાં કાશી,આગ્રા અને ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં નવ વર્ષ રહી સંસ્કૃત,હિન્દી,ગુજરાતી,અંગ્રેજી ભાષાઓનો અભ્યાસ કર્યો
  • જૈન તત્વજ્ઞાન અને જૈનદર્શનનો અભ્યાસ કરીને ‘કલકત્તા સંસ્કૃત એસોસિએશન’ની ‘ન્યાયતીર્થ’ તથા ગુરુકુળની ‘તર્કભૂષણ’ પદવીઓ પ્રાપ્ત કરી
  • સંસ્કૃત કાવ્યો અને નાટકોનો અભ્યાસ પણ કર્યો

વ્યવસાય

  • કેવળ સ્વતંત્ર લેખન કરીને જીવનભર લેખણને શરણે રહ્યા !

જીવનઝરમર

  • ચાર જ  વર્ષની ઉમ્મરે માતાનું મરણ , આથી મોસાળ વીંછિયામાં ઉછેર
  • ગોવર્ધનરામ ત્રિપાઠીનું ‘સરસ્વતીચન્દ્ર’  તેમનું પ્રિય પુસ્તક
  • જર્મન વિદુષી ક્રાઉઝેનો તેમના વિચારો પર ઘણો પ્રભાવ
  • નોકરી કરવી નહિં, પૈત્રુક સમ્પત્તિ લેવી નહિં , પુત્રને સમ્પત્તિ આપવી નહિં અને માત્ર કલમના આશરે જીવવું એ સિધ્ધાંતોને વિપરિત સંજોગો વચ્ચે પણ જીવનભર વળગી રહ્યા.
  • 1929 – સાહિત્ય સર્જનનો આરંભ – નાની કૃતિ ‘ભિક્ષુ સાયલાકર’ના તખલ્લુસથી ગુરુજીનું જીવનચરિત્ર લખીને કર્યો.
  • 1933 –  અમદાવાદમાં કાયમી વસવાટ
  • ‘જૈનજ્યોતિ’; ‘વિદ્યાર્થી’તથા ‘રવિવાર’ નામનાં સામયિકોમાં લેખન
  • ‘ગુજરાત સમાચાર’માં ‘ઈંટ અને ઇમારત’ નામક અત્યંત સફળ કૉલમનું સંચાલન
  • ‘ગુજરાત સમાચાર’ના બાલસાપ્તાહિક ‘ઝગમગ’માં મહત્વના લેખક
  • સામયિકો ‘અખંડ આનંદ’,’જનકલ્યાણ’,નડિયાદના ‘ગુજ.ટાઇમ્સ’માં ‘ફૂલ ને  કાંટા’ નું સંચાલન
  • સૌરાષ્ટ્રના ‘જયહિન્દ’ અને ‘ફૂલછાબ’માં ધારાવહિક નવલકથાઓ તથા લેખો
  • મુદ્રણકળાના કસબી તરીકે ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલયના પ્રેસના સંચાલનમાં મદદ
  • શ્રી જીવનમણિ સદ્ વાચનમાળા ટ્રસ્ટની સ્થાપના અને સંચાલનમાં અગ્રેસર
  • નવલકથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ ઉપરથી શ્રી. કનુ દેસાઇ દ્વારા ‘ગીત ગોવિંદ’ ફિલ્મ
  • ધાર્મિક લખાણોમાં પણ ધર્મનિર્પેક્ષતાનો પૂરેપૂરો અમલ
  • પુનિત મહારાજના ‘જન કલ્યાણ’ સામયિકની સમિતિમાં સભ્ય
  • હિન્દી ભાષામાં પણ પુસ્તકો લખ્યાં
  • કન્નડ અને તેલુગુ ભાષામાં એમનાં પુસ્તકોના અનુવાદો થયા
  • પૂર્વ મુખ્ય મંત્રી બ.ગો.મહેતાની ગેઝેટિયર સમિતિમાં સભ્યપદ
  • આકાશવાણી તથા યુનિવર્સિટીની સ્પર્ધાઓમાં વર્ષો સુધી નિર્ણાયક
  • જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે સક્રીય કામગીરી
  • ભાવનગરની યશોવિજય ગ્રંથાલયમાં મંત્રી તરીકે કામગીરી
  • એમની સ્મૃતિમાં સ્થપાયેલ ‘ જયભિખ્ખુ ટ્રસ્ટ ‘ દ્વારા વ્યાખ્યાનો, નિબંધસ્પર્ધા, અપંગ , અશક્ત અને વૃધ્ધ લેખકોને સહાય, સંસ્કારલક્ષી સાહિત્યનું પ્રકાશન, થિયેટર વ્યાખ્યાન શ્રેણી, નવોદિત પ્રતિભા શોધ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું  આયોજન

 સર્જનો

  •  નવલકથાઓ –  ૨૦ ; નવલિકા/ વાર્તાસંગ્રહો  –  ૨૫ ; બાલ સાહિત્ય – ૫૦ ; ચરિત્રો  –  ૨૪ ; નાટકો –  ૬ ; હિન્દીમાં સર્જન –  ૪; સંપાદનો – ૨૦; પ્રકીર્ણ – ૭

મૂખ્ય રચનાઓ    –     કુલ 300 જેટલા પુસ્તકો

  • વાર્તાઓ – પારકા ઘરની લક્ષ્મી, વીર ધર્મની વાતો, કંચન અને કામિની, કન્યાદાન, પગનું ઝાંઝર, સદ્ વાચનમાળા શ્રેણી ૧ થી ૬ ; વિદ્યાર્થી વાચનમાળા શ્રેણી ૧થી ૧૦  ; જૈન બાલ ગ્રંથાવલિ શ્રેણી ૧-૨ વિ.
  • નવલકથા – વિક્રમાદિત્ય હેમૂ, કામ વિજેતા સ્થૂલિભદ્ર, ભગવાન ઋષભદેવ, શત્રુ કે અજાતશત્રુ વિ.
  • નાટક – રસિયો વાલમ વિ.
  • ચરિત્ર –   સિધ્ધરાજ જયસિંહ, પ્રતાપી પુર્વજો, નિર્ગ્રંથ ભગવાન મહાવીર વિ.

લાક્ષણિકતા

  •  જૈન કથાવસ્તુમાંથી સામ્પ્રદાયિક તત્વ કાઢી તેને માનવતાની સર્વમાન્ય ભૂમિકા પર મૂકી આપ્યું
  • અલગ અલગ રચનાઓમાં અલગ અલગ ધર્મોના સારા તત્વોને પ્રકાશમાં આણ્યા
  • ઉગતી પેઢીના ઘડતરને લક્ષ્યમાં રાખીને લખાયેલું કિશોર અને પ્રૌઢ સાહિત્ય તેમની મૂલ્યવાન સમાજસેવા છે.
  • સચોટ અને રસપ્રદ કથનશૈલી

સન્માન

  • પુરસ્કારો  –  કુલ ૧૩ કૃતિઓને ૧૬ પુરસ્કારો મળ્યા
  • ‘દિલના દીવા’ અને  ‘ચક્રવર્તી ભરતદેવ’ને સુવર્ણચંદ્રક પ્રાપ્તિ
  • તેમના નામ પરથી અમદાવાદમાં એક માર્ગને નામ આપવામાં આવ્યું છે

સાભાર

  • નટુભાઇ ઠક્કર

10 responses to “જયભિખ્ખુ, Jayabhikhkhu

  1. Pingback: દ્વિતીય શતક « ગુજરાતી સારસ્વત પરિચય

  2. mahendra જાન્યુઆરી 25, 2007 પર 5:19 એ એમ (am)

    heads of to your work..
    keep it up.. you are doing great service to mother tongue..
    you will be one of the link to keep alive the fire (mashal)

  3. vijayshah જાન્યુઆરી 25, 2007 પર 8:17 એ એમ (am)

    ગુજરાતી ભાષાનું ઉત્તમ કાર્ય આપ કરી રહ્યા છો.
    આપની કલમ સહજ્તાથી આગળ વધે અને દરેક યુગ ના સાક્ષરોને ગ્રંથસ્થ કરો તેવી શુભ કામના
    બ્લોગ જગત આ કર્યથી ઘણુ સમૃધ્ધ થયુ છે.
    આભાર્

  4. હરીશ દવે જાન્યુઆરી 25, 2007 પર 7:53 પી એમ(pm)

    સ્વ. “જયભિખ્ખુ”ની સુરેખ કલમે ગુજરાતી સાહિત્યને સાત્ત્વિકતા બક્ષી છે. “ઈંટ અને ઈમારત” દ્વારા “ગુજરાત સમાચાર”ને સમૃદ્ધ કરવામાં જયભિખ્ખુનો અમૂલ્ય ફાળો છે.

    અમારા બાળપણમાં ઈંટ અને ઈમારત તેમજ પ્રસંગકથા વાંચવામાં આનંદ આવતો. પછી તો જયભિખ્ખુના ઘણા પુસ્તકો વાંચ્યા

    …………. હરીશ દવે ….. અમદાવાદ

  5. Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય

  6. Pingback: 26 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  7. Pingback: 24 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  8. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: