ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કુમારપાળ દેસાઇ, Kumarpal Desai


kumarpal_-desai_2.jpg” આકાશને આંબવા મથતી પ્રણય ઊર્મિઓ ઘણીવાર એક જ ભરતીમાં શમી જતી જોવા મળે છે. આરંભે અતિ ઘાટું લાગતું પ્રેમનું પોત અને પાકો રંગ,  એક જ ભર્યા વરસાદમાં ફિક્કો પડેલો અને જર્જરિત નજરે પડે છે.”

‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
ઇંટ અને ઇમારત કોલમના એક  લેખમાંથી – ગુજરાત સમાચાર

#   એક જૈન ધર્મસ્થાન વિષે લેખ

# ઇંટ અને ઇમારતમાં તાજેતરનો એક લેખ

______________________________________________________________________________

જન્મ

  • 30- ઓગસ્ટ, 1942. (રાણપુર)
  • વતન – સાયલા (જિ.સુરેન્દ્રનગર)  

કુટુમ્બ

  • પિતા –  બાલાભાઇ વીરચંદ દેસાઇ ( જયભિખ્ખુ ) ;  માતા –  જયાબહેન
  • પત્ની –   પ્રતિમા ;  સંતાનો –   કૌશલ, નીરવ    

અભ્યાસ

  • 1963– બી.એ.(ગુજરાતી અને સંસ્કૃત સાથે ) અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી
  • 1965 – એમ.એ.;  ગુજરાત યુનિ.
  • 1977  – પી.એચ.ડી. ;  ગુજરાત યુનિ.

વ્યવસાય

  • 1965 – 1983 ગુજરાતીના અધ્યાપક,  નવગુજરાત કૉલેજ
  • 1983 થી ગુજ. યુનિ. ભાષાભવનમાં વ્યાખ્યાતા, રીડર અને છેલ્લે યુનિ. ભાષાભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફૅકલ્ટીના ડીન
  • પત્રકારત્વનું અધ્યાપન

જીવન ઝરમર

  • જીવન ઘડતરમાં મહત્વનો ફાળો સફળ અને અત્યંત લોકપ્રિય લેખક પિતાનો અને નાનપણમાં જ ગાંધીજીની વાતો કહેનાર માતાનો
  • ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, દુલા ભાયા કાગ વિ. સમર્થ સાહિત્યકારોનું સાન્નિધ્ય શૈશવકાળથી જ સાંપડ્યું હતું
  • ‘આનંદઘન- એક અધ્યયન’ – પી.એચ. ડી. નો વિષય
  • તેમના માર્ગદર્શન હેઠળ દસ વિદ્યાર્થીઓએ પી.એચ. ડી. ની પદવી મેળવી છે.
  • લેખન આરંભ –   પ્રથમ લેખ 11 વર્ષની ઉંમરે પ્રગટ થયો.
  • પ્રથમ પુસ્તક ‘વતન,તારાં રતન’ કૉલેજકાળ દરમિયાન પ્રગટ થયું
  • 1962 – કોલમ લેખન શરું થયું
  • અહિંસા અંગેના કાર્યક્રમો – શાકાહાર અંગે સંપાદનો/પ્રકાશનો/સેમિનારો/પ્રવચનો તથા પ્રચારના ૧૦ કાર્યોમાં ભાગીદારી
  • ગંગાબા તથા મોહિનાબા કન્યા વિદ્યાલયોમાં જૈનધર્મ વિષયક અભ્યાસક્રમોના આયોજનોમાં ફાળો
  • ઈન્સ્ટિટ્યુટ ઑફ જૈનોલોજીના મુખ્ય કાર્યકર્તા
  • ‘જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના મુખ્ય સંચાલક  
  • આંતર્ રાષ્ટ્રિય ક્ષેત્રે કામગીરી
    • 1984 – પહેલી વખત યુ.કે.તથા યુ.એસ.એ.ગયા. 
    • 1986 – પહેલી વખત અમેરીકામાં લોસ એંજેલસ ગયા ; ત્યાર બાદ વિદેશ-પ્રવાસ –  28
    • ઇંસ્ટિટ્યુટ ઑફ જૈનોલોજીના ભારતના કો-ઓર્ડિનેટર;  તેના દ્વારા થતી જૈન વાચનમાળાના અભ્યાસક્રમોના આયોજક;  જુદી જુદી ૨૮ સંસ્થાઓમાં ઉચ્ચ પદે રહીને સેવાઓ
    • (w.w.f.)ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડનબરો પ્રિંસ ફિલિપને ‘સ્ટેટમૅંટ ઑન નેચર’પ્રસ્તુત કરનાર મંડળમાં
    • 1993 –  પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ, શિકાગોમાં વક્તા
    • 1994 – પોપ જોન પોલ ની મુલાકાત લેનાર પ્રતિનિધિ મંડળમાં જૈન ધર્મના અગ્રણી તરીકે
    • નાઇરોબીની સ્કૂલોમાં જૈન ધર્મ વિષયક કામગીરી
    • હાર્પર કૉલિન્સ પ્રકાશિત ‘તત્વાર્થ સૂત્ર’ના મંડળમાં સભ્ય
    • નામદાર પોપ  જ્હોન પૉલ(૨)ને મળનાર પ્રથમ જૈનમંડળના સભ્ય
    • પિટ્સ્બર્ગ અને ટોરોંટો માં  જૈન સંસ્થાઓ તરફથી એવોર્ડ                                                            
    • દેશ-વિદેશમાં વિવિધ વિષયો પરનાં વ્યાખ્યાનો – 37
    • “જૈના”ના કન્વેન્શનમાં કી-નોટસ્પીકર
    • કેપટાઉનમાં યોજાએલ ‘પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સમાં વક્તા અને ભારતના સંયોજક.
  • કૉલમ લેખન
    • ગુજરાત સમાચારમાં રમત જગતની – ‘રમતનું મેદાન’ ; ઐતિહાસિક કથાઓ –   “ઈંટ અને ઈમારત”; અને જીવનકથાઓની – ‘ઝાકળ બન્યું મોતી’  બહુજ વંચાતી કોલમો ; એકલા ‘ઇંટ અને ઇમારત’, ‘આકાશની ઓળખ’, અને ‘પારિજાતનો સંવાદ’  માં પ્રસિધ્ધ થયેલા લેખો જ પુસ્તકાકારે પ્રસિધ્ધ કરવામાં આવે તો સો એક ગ્રંથો થાય !
    • 1970 થી –  ગુજરાત ટાઇમ્સ (નડિયાદ)માં “પાંદડું અને પિરામિડ”
  • ગુજરાત વિશ્વકોશ  ટ્રસ્ટના સ્થાપનાકાળથી તેની સાથે જોડાયેલા છે.
  • અનુકંપા ટ્રસ્ટ , વિદ્યાવિકાસ ટ્રસ્ટ, મહાવીર માનવ કલ્યાણકેન્દ્ર  વિ, માં સક્રીય કામગીરી
  • વર્તમાનમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

પ્રદાન

  • જીવન ચરિત્ર લેખન, રમત ગમત અને જૈન ધર્મનું સાહિત્યમાં  ખાસ  પ્રદાન 
  • જીવન ચરિત્રો- 19 ; બાળસાહિત્ય – 17;  ચિંતન સાહિત્ય – 16 ; સંશોધનાત્મક – 7 ; પ્રૌઢ સાહિત્ય – 4; વિવેચન – 4 ; વાર્તા સંગ્રહો – 3 ; સંપાદનો- 9 ;  તત્વજ્ઞાન – 1 ; પત્રકારત્વ – 1; અનુવાદ – 1 ;  હિન્દી-અંગ્રેજી પુસ્તકો – 14

મૂખ્ય રચનાઓ      

  • પત્રકારત્વ – અખબારી લેખન+, સાહિત્ય અને પત્રકારત્વ
  • રમત ગમત – અપંગનાં ઓજસ+ , ભારતીય ક્રિકેટરો, ક્રિકેટ રમતાં શીખો
  • ચરિત્ર – મહામાનવ શાસ્ત્રી, સી.કે.નાયડુ , ભગવાન ઋષભદેવ, ફિરાક ગોરખપુરી વિ.
  • વાર્તા –   એકાંતે કોલાહલ,  સુવર્ણમૃગ, મોતના સમંદરનો મરજીવો, અગમ પિયાલો, લોખંડી દાદાજી વિ.
  • નિબંધ – ઝાકળ બન્યું મોતી, માનવતાની મહેંક, તૃષા અને તૃપ્તિ, જીવનનું અમૃત વિ.
  • વિવેચન – શબ્દ સન્નિધિ, શબ્દ સમીપ, ભાવ્ન વિભાવન વિ.
  • સંપાદન –  જયભિખ્ખુ સ્મૃતિ ગ્રંથ, દુલા કાગ સ્મૃતિગ્રંથ, ગુજરાત ટાઇમ્સના વિશેષાંકો આનંદઘન વિ.
  • સંશોધન – ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ વિ.
  • ધાર્મિક -જ્ઞાનવિમલ સૂરિ કૃત ‘સ્તબક’ , વાચક મેરૂસુંદર કૃત બાલાવબોધ વિ.
  • બાળસાહિત્ય -લાલ ગુલાબ+ , ડાહ્યો ડમરો+, કેડે કટારી  ખભે ઢાલ + , મોતને હાથ તાળી + , હૈયું નાનું હિમ્મત મોટી + , ઢોલ વાગે ઢમાઢમ, ચાલો પશુઓની દુનિયામાં વિ.
  • પ્રૌઢશિક્ષણ સાહિત્ય – મોતીની માળા
  • અંગ્રેજી – Non Violance, Forgiveness, Stories from Jainism etc.

                                                  kumarpal_-desai_padmashri.jpg

સન્માન

  • 1989 – બ્રિટનની ૧૭ જૈન સંસ્થાઓ દ્વારા હેમચન્દ્રાચાર્ય ઍવોર્ડ  
  • 2000 – સંસ્કૃતિ સંવર્ધન ઍવોર્ડ
  • 2000 –  નાનુભાઇ સુરતી ફાઉન્ડેશન દ્વારા મિલેનિયમ ઍવોર્ડ
  • 2001 –  ‘જૈન રત્ન’ ઍવોર્ડ
  • હરિ ૐ આશ્રમ એવોર્ડ, હેમચંદ્રાચાર્ય એવોર્ડ
  • 2004  – ભારત સરકાર તરફથી પદ્મશ્રી 
  • ગુજરાત સાહિત્ય સભા ધ.કા.ગાંધી સુવર્ણચંદ્રક
  • +  કુલ ૩૩ સન્માનો/પારિતોષિકો/ચન્દ્રકો.

સાભાર

  • મુકુન્દ પ્રા. શાહ
  • ગુજરાત સમાચાર , નેટ પ્રકાશન
  • જૈન સેન્ટર ઓફ અમેરીકા, ન્યુયોર્ક

23 responses to “કુમારપાળ દેસાઇ, Kumarpal Desai

  1. Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય

  2. Ambaram K. Sanghani એપ્રિલ 10, 2009 પર 3:54 એ એમ (am)

    Gujarat and India are proud to have literary figures like Doctor Kumarpal Desai. I have been searching for the book ‘Akashnee Olakh” ‘આકાશની ઓળખ’ since months but today I am dispaoointed that it has never been published.To me, the artilces of ‘Akashnee Olakh” ‘આકાશની ઓળખ’ is one of the most thought provoking readings.
    We wish Dr Desai a very healthy and long life!

  3. Gayatri shah મે 28, 2009 પર 6:04 એ એમ (am)

    I like gujarati I am proud of GUJARATI I LOVE GUJARATI

  4. Vivek Naik from Vadodara ડિસેમ્બર 9, 2009 પર 9:46 એ એમ (am)

    કુમારપાળ દેસાઇ maara favourite Lekhak chhe.
    🙂

  5. DAMINI MEHTA ઓગસ્ટ 20, 2010 પર 11:10 એ એમ (am)

    I am in toronto canada. I always read your column AAKASH NI OLAKH online in gujarat samachar. I have a question whether the book of the same column is available or not? if yes the do send me the information by email on daminimehta@yahoo.com about where can I get it?

    Thanks…. Damini

  6. Kiransinh Rana ડિસેમ્બર 31, 2010 પર 10:57 એ એમ (am)

    I am proud of You Shree Kumarpal Desai. I read the columns written by you specially “Int ane Imarat” and “Akashni Olakh”. I regret i do not know how to write this comment in gujarati but i love gujarati and that has in some way to do with your columns as the metaphors in them are so imaginative that only great author like you can only do so. I am grateful to you for that. As also requested by other commentators above, i request you to compile columns of “Int ane Imarat” and “Akashni olakh” into individual books so that present generation as well as generation yet to come can have opportunity to learn and ponder upon it rather than looking for elsewhere for entertainment and wasting time.

  7. Jay Joshi એપ્રિલ 13, 2011 પર 4:06 એ એમ (am)

    I want to get copy of Lal Gulab wants to gift my mother. Can anyone pls help me i tried searching many places but yet not able to get it

  8. Dharamchand Kothari એપ્રિલ 16, 2011 પર 2:13 એ એમ (am)

    I wand a book on ANANDGHAN written by Padmashree Kumarpal Desai
    pl let me know where I can get it
    Thanks

  9. Pingback: *દ્વિતીય શતક | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. રૂપેન પટેલ નવેમ્બર 16, 2011 પર 11:21 એ એમ (am)

    તા – ૧૫ – ૧૧ – ૨૦૧૧ના રોજ સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં બોલતા સાંભળવા મળ્યા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નજીકથી જોવા પણ મળ્યા .

  11. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Bipin જુલાઇ 18, 2013 પર 2:59 એ એમ (am)

    Multy faceted saintly quality and noble quality reflected in every spoken words or written words with heavenly light and vibration of sound within from Shree Kumarpal Desai.

  13. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. Pingback: શબ્દોનુંસર્જન

  15. vaibhav trivedi મે 7, 2015 પર 8:41 એ એમ (am)

    i like a story in gujarat samachar

  16. narendra ફેબ્રુવારી 29, 2016 પર 9:36 એ એમ (am)

    ખુબજ સરળ સ્વભાવ હસમુખો ચહેરો અને નમ્રતા જેવા ગુણો. એમ.એ.એમ.ફિલ માંએમના હાથ નીચે ભણવાનો લ્હાવો મળ્યો

  17. Parul જુલાઇ 2, 2017 પર 4:49 એ એમ (am)

    Khub khub anumodniy
    Emna vanchan thi ..jivan jivata ..aavde….jene khara arth ma jivan ….kahevay tevu jivan…..khub khun danyavad …ane khyb khub anumidna…

  18. KIRTI BHIMANI જાન્યુઆરી 22, 2022 પર 8:01 પી એમ(pm)

    I read your column regularly in DIVYA DHANI – particularly PARAM NO SPARSH. Very touching.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: