“જ્યાંજ્યાંનજરમ્હારીઠરેયાદીભરીત્યાંઆપની,
આંસુમહીંએઆંખથીયાદીઝરેછેઆપની!”
“એ હું જ છું નૃપ, મને કર માફ બાઇ!
એજ હું છું નૃપ, મને કર માફ ઈશ !
…
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”
“તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,
ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”
“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!”
“પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.”
“વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !”
“હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?”
“કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!”
# રચનાઓ: – 1 – : – 2 – : – 3 –
# વિકિસ્રોત પર ‘કલાપીનો કેકારવ ‘
# કલાપીનો મણિલાલ દ્વિવેદીને લખેલો પત્ર
# એક વેલીને : વીત્યા ભાવો

# વેબસાઇટ: કલાપીના જીવન પર આધારિત નાટક : કલાપી મેમોરિયસ ફાઉન્ડેશન
_________________________________________________________
નામ
- સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ
ઉપનામ
જન્મ
- 26 જાન્યુઆરી – 1874, લાઠી
અવસાન
કુટુંબ
- પત્ની
- રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (1889 – 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા
- આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (1889 – 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા
- શોભના – રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (1898) ; એમનાંથી 7-8 વર્ષ નાના

અભ્યાસ
- 1882-1890 રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
- અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ
વ્યવસાય
- 1895– લાઠી(ગોહિલવાડ, સૌરાષ્ટ્ર)ના રાજવી
પ્રદાન
- પ્રજાત્સલ રાજવી
- ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું
- પ્રવાસ લેખન
મુખ્ય કૃતિઓ
- કાવ્યસંગ્રહ– કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
- વર્ણન – કાશ્મીરનો પ્રવાસ
- નિબંધ– સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

જીવન
- 21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)
- નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
- માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
- આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
- રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
- શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
- વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા
- સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
- 16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ)
- મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
- મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
- 26 વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)
સન્માન
- ‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
- એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે
- 1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’ બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી
સાભાર
- ગુર્જર સાહિત્યભવન – અમૃતપર્વ યોજના
વધુ વાંચો
Like this:
Like Loading...
Related
કલાપીની જન્મતારીખ અને મૃત્યુતારીખ બંને વિશે કોઈ અધિકૃત પ્રમાણ મળતું નથી. ‘કલાપીનો કેકારવ’માં પણ અલગ અલગ તારીખો મળે છે. મારી પાસેના સ્ત્રોતોમાંથી જે સૌથી વધુ પ્રમાણભૂત મને લાગ્યો તે કવિ કાન્તનો લેખ… એ પ્રમાણે કલાપીની જન્મતારીખ છે: 26-2-1874 અને મૃત્યુતિથિ છે:10-06-1900.
એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ પણ શા માટે આ દુનિયા યાદ કરે છે? હકીકત એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે…
26-1-1874 birth and death 9-6-1900….the poet of love- king of lathi ….
name : shree sursinhjee takhtsinhjee gohil
pen name : kalapi
birth place : lathi a small state of kathiyawad now know as saurashtra- gujrat..
birth : 26 – 1 – 1874
death : 09 – 6 – 1900
life span : only twenty six years, five months, and elevan days.
well known :” kalapi no kekarav ” contains all his poems.. the book was published on 24 – 07 – 1903 after his…
death,,till today, twenty one editions of this book are reprinted…
creation : 1 epic, 11, khabd kavya, 59,,gazals,,188, lyrics,,total 259,, poems in 15000 lines..all poems are sentimental,,romantics and philosophical…
creation prose : 800, letters to his friends,, relative and wives..
travel experince of kashmir,, dialogus and philosophical essays.
all this is written between the age of 16,to 26..
reading : even during such a short lifespan,, kalapi had read and studied more than 500, books and other litrature – mostly literary and philosophical works in gujrati,, english,, persian and sanskrutt..
education : rajkumar college @ rajkot saurashtra.
coronation as the king of lathi : on 21 – 01 – 1895 at the age of twenty one…
marriage : kalapi was married when he was only fifteen on the sam day to two princesses – aanandibaa,, who was older him by two years and rajbaa older to him by eight years,, in december 1889..
love : kalapi feel in love with rajbaa’s (ramabaa) maid monghi, later on renamed as shobhana when he was twenty..she was beautiful and intelligent and younger to him by seven years..
this situation naturelly led to a series of painful & tumultuous conflicts,,both external as well internal, in the poets life,,resulting into a rich harvest of poetry,, delineating his longing for love, his love of nature and his spiritual crises,,enriching ultimately gujrati poetry.. his true and deep love,, sincere and spiritual love for shobhana baa, ultimately compelled him to marry her against hundred odes,, family as well as social at the age of twenty four.. fed up with wily pursuits and spirit of enumeration;n he hated as he said: the bloody pleasures and the pomp of the royal courtly life full of hypocrisy and selfish motives..
hence he made a decision to abdicate his throne and retire to a peaceful and beautiful hill-station like panchgani with shobhana baa,,and live there a peaceful and spiritual life doing some benevolent social work subsisting only on the pension he would receive.. but alas ! his sudden death at the age of merely 26,put an abrupt end to the promising life of a great poet who was an ardent lover,, a
http://www.facebook.com/#!/kalapi.the.poet.of.loveloving king and hermit at heart..
his untimely death was shrouded in mystery ; yet he has left an indelible foot prints in gujrati literature and he lives in the hearts of people even today……-
https://www.facebook.com/notes/862234467142809/ LIKE THIS
9- મી જૂન 1900 ને શનિવારના રાતે 10:45 થી 11:00 આસપાસ કલાપીનું દેહાવસાન થયુ છે. તેમની લાઠી માં આવેલી દેહરી કે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવા માં આવ્યા હતા એ સમય થી ત્યાં મારબલની તક્તિ માં આ વિગતો છે. મારી પાસે એ દહેરી અને તક્તિના ફોટોગ્રાફ છે. આપને મોકલી શકીશ..
કલાપીની જાણીતી પંક્તિઓનો આસ્વાદ કરવો હોય તો આ લિન્ક પર ક્લિક કરવા વિનંતી:
http://dhavalshah.com/layastaro/2006/06/blog-post_10.html
-વિવેક
શ્રી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ.. લાઠી દરબાર ….
રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો આ પેઈજ પર..
તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું ..
http://www.facebook.com/kalapi.the.poet.of.love
dhaval bhai..aape kalapi na songs nu composition ke production karyu hoy to jannavajo mane bahu gamshe…aa link par mesage aapsho..
સુરતાની વાડીના મીઠા મોરલા !તારું “એક ઘા”જગત નહીં જ વિસરે !
વળી કેકારવનું તો પૂછવું જ શું ? સતત કાનમાં ટહુકાર રણકે છે !
હા પસ્તાવો ! વિપુલ ઝરણું ,સ્વર્ગથી ઊતર્યું છે ;
પાપી તેમાં ડૂબકી દઈને , પુણ્યશાળી બને છે !કેમ ભુલાય ?
Pingback: સ્નેહ સરવાણી » એક વેલીને..
Pingback: જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી « ઊર્મિનો સાગર
Pingback: Bansinaad
Pingback: Bansinaad
Pingback: લયસ્તરો » ભોળાં પ્રેમી - કલાપી
Pingback: એક ઘા -કલાપી « ઊર્મિનો સાગર
Pingback: ગ્રામમાતા –કલાપી « ઊર્મિનો સાગર
Pingback: 9 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
THANKS
Pingback: 26 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pingback: ગાગરમાં સાગર » Blog Archive » એક ઘા -કલાપી
Pingback: ગાગરમાં સાગર » Blog Archive » જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી
Pingback: ગાગરમાં સાગર » Blog Archive » ગ્રામમાતા –કલાપી
Pingback: ભોળા પ્રેમી……..કલાપી « મન નો વિશ્વાસ
ગ્રામમાતા
http://niravrave.wordpress.com/2009/02/06/આજે-ઠંડો-હિમભર્યો-વહે-અનિ/
મૃણાલીનીબેન ઉપાધ્યાય દ્વારા ઈમેલથી મળેલ ગીત …
——————————-
એક ઘા
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્યૅ ના છે.
કલાપી
jitke liyajan jaruri hai
kalapi is great
Shree Jani bhai, We reached back at Roseville last night ie on tuesday,11th May..We R V happy to read & discussed..in details & enjoyed Kalapi!s gramya mata..pl do send me other items as discussed ..pl send other nataks also if you have…Jaishree Krishna.aavjo..
કલાપીજીના જીવન કવનની તમામ સંશોધીત માહિતીઓ ફોટોગ્રાફ અને કેકારવની તમામ રચના મ્હાણવા આપ મારી વેબસાઈટ http://www.kavikalapi.com ની મુલાકાત લઈ શકો છો…આભાર
can u send me on my email jyan jyan najar mari thare ?
કેકારવ અને કલાપીના જીવન કવન વિશે વધુ જાણવા આપ મારા કલાપી ફેસબુક પેઇજ અને http://www.kavikalapi.com ની મુલાકાત લેશો પ્લીજ
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
I am very much thrilled to see all these creations like a wild dream of my dearest poet since my school education now at this age. Amazing experience.
આદરણીય શ્રી, કલાપીની સ્નેહ સ્મૃતિઓ ને ફરી તાઝી કરી દીધી ખુબ ખુબ આભાર સાહેબ !!
રાજવી કવિ કલાપીના જીવન કવન વિષે આધારભૂત અને અભ્યાસ પૂર્ણ માહિતી અને કેકારવ ની અદભૂત્ત રચનાઓ આપ મ્હાણી શકશો આ બન્ને લીનક પર થી ,, http://kavikalapi.com અને ફેસબુક પર
https://www.facebook.com/kalapi.the.poet.of.love
kalapi vishe ghanu janva malyu parantu haju ya ghani vato ajani hoi shake. jankaro e vishe janavi shake to GUJARATI SAHITYA par moto upkar thashe
VIKRAMBHAI,,ANE , આદરણીય શ્રી, સુરેશભાઈ આપે કલાપીની સ્નેહ સ્મૃતિઓ ને ફરી તાઝી કરી દીધી ખુબ ખુબ આભાર સાહેબ !!
રાજવી કવિ કલાપીના જીવન કવન વિષે આધારભૂત અને અભ્યાસ પૂર્ણ માહિતી અને કેકારવ ની અદભૂત્ત રચનાઓ આપ મ્હાણી શકશો આ બન્ને લીનક પર થી ,, http://kavikalapi.com અને ફેસબુક પર
https://www.facebook.com/kalapi.the.poet.of.love
Pingback: ગ્રામમાતા ; ભાગ -૨ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
નવનિતભાઇ અને ફિઝાહ્બેન શાહ, કેર ઓફ [ AHSHAPURA MINECHEM Ltd. Mumbai .] પરથી વધારાની માહિતિ તમે મેળવી શકો .તેમણે બે-ત્રણ વર્શો પહેલાં અમદાવાદના રજનીકુમાર પંડયાના સાથ-સહકાર સાથે , સારું એવુ સંશોધનાત્મક કામ કરી તેમની આતમ -કથા સાથે ની સંક્શિપ્ત પુસ્તિકા અને કાવ્યોને આસિત દેસાઇ જેવા કોમ્પોઝર -ગાયક દ્વારા ગવડાવી ચાર સી.ડી, બનાવડાવી હતી . સાહિત્ય-રસિકોને માણવા જેવી વસ્તુ છે .
મિત્રો, રાજવી કવિ કલાપીના જીવન અને કવન પર અમે ઓડીયો,,આલ્બમ ”યાદી ભરી ત્યાં આપની ” ટાયટલ થી બનાવ્યું છે ..જેમાં કલાપીની ગીત, ગઝલ, કવિતા,ની સાથે સાથે તેમના જીવનની ઘટમાળનું નાટ્યાંતર છે તેમની ક્રીએટીવીટી શરુ થઇ ત્યાં થી લઈને તેમના મૃત્યુ સુધીની ઘટનાઓ સુંદર સંગીત સાથે પ્રસ્તુત થઇ છે.. મુંબઈના સુપ્રસિદ્ધ 31.કલાકારોએ સહયોગ આપ્યો છે !! ” લેખક; ડો,ધનવંત શાહ. દિગ્દર્શક :મેહુલ બુચ ,,સંગીત : સુરેશ જોશી ,,સ્વર ;રેખા ત્રિવેદી ,,પાર્થિવ ગોહિલ ,,નેહા મેહતા ,,શ્રદ્ધા શ્રીધરાણી ,,સુરેશ જોશી ,,સંજય ઓમકાર ,,ઉદય મઝુમદાર અને મનહર ઉધાસ ..પ્રવક્તા ;રીન્કુ પટેલ ,,કલાકાર ;; ચિત્રા વ્યાસ,,ધર્મેન્દ્ર ગોહિલ ,,નિયતિ દવે ,,કમલેશ દરૂ ,,મૃગાંક મઝુમદાર ,,પ્રયાગ દવે ,,નિર્મિત વૈષ્ણવ ,,કૃણાલ પંડિત ,,દર્શન પંડ્યા ,,પુલકિત સોલંકી ,,સાહિલ હંસા ,,સચિન સંઘવી ,,હરીશ મેહતા ,,દિપક સરૈયા ,,રાજેશ પટેલ ,,પ્રશાંત બારોટ ,,અને મેહુલ બુચ ..નિર્માણ ;દર્શન વેવ્ઝ એન્ડ વિઝન ..મુંબઈ…4- ઓડિયો cd નું સુંદર આલ્બમ છે, અને ઘરે બેઠા મળી શકે તેવી વ્યવસ્થા કરી છે !!
બીજું આલ્બમ ” આપની યાદી ” 2 – ઓડીયો સીડી + બુકલેટ ,,,જેમાં કલાપીની 31 જેટલી રચનાઓ સુંદર સંગીત સાથે પ્રસ્તુત છે, આ આલ્બમમાં કલાપીના ગીત,ગઝલ અને કવિતાઓ જ છે જેને સુંદર સંગીત સાથે પ્રસ્તુત કરવામાં આવી છે,જેમાં મુંબઈના ખ્યાતનામ કલાકારો શ્રી,રેખા ત્રિવેદી ,,પાર્થિવ ગોહિલ ,,નેહા મેહતા ,,શ્રદ્ધા શ્રીધરાણી ,,સુરેશ જોશી ,,સંજય ઓમકાર ,,ઉદય મઝુમદાર અને મનહર ઉધાસના સુમધુર સ્વરે રચનાઓને સંગીત બદ્ધ કરી છે, શ્રી, સુરેશ જોશીએ, ઘરે બેઠા મળી શકે એવી સુંદર વ્યવસ્થા કરી છે,
આપનું પોસ્ટલ અડ્રેસ અને મોબાઈલ નંબર મેસેજ કરો , 09321331083- નંબર પર અથવા અહી ફેસબુકમાં, આપના ઘરે કુરીઅરમાં આલ્બમ આવી જશે આલ્બમની અંદર, દેના બેન્કની એક સ્લીપ હશે જે આપની અનુકુળતાએ દેના બેંકમાં ભરી શકશો
Pingback: ગ્રામ્યકન્યા - વેબગુર્જરી
Parichay sari che mare gano kam aayo.
Mane Garv che k hu Gujarat ni chu
Pingback: ગ્રામકન્યા | સૂરસાધના
કલાપીએ ગુજરાતી ભાયડા ઓ ને પ્રેમ કરતાં શીખવ્યું છે
“આઈ લવ યુ ” કહીને મોઢું સંતાડતા કિન્નર છાપ ગુજરાતી ઓ કલાપી ન વાંચે,પ્લીસ !
एक काव्य जेना कविनुं नाम खबर नथी. पूरुं काव्य अने कविनुं नाम मळी शके ?
काव्यनी प्रथम पंक्ति छे :
” पाछां वळो रे पाछां वळो, मारा जीवतरना सम , तमे पाछो ना ठेलो अवाजने … … “
ખૂબ સરસ પરિચય આપ્યો સાહેબ. એક સુધારો સુચવુ છુ. રાજકોટ રાજકુમાર કોલેજ માં કલાપી 9- ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. મારા સંશોધન માટે મેં રુબરુ કોલેજની મુલાકાત લઈને કોલેજનો એ સમયનો તમામ રેકોર્ડ તપાસ્યો છે. 8- માં ધોરણ માં કલાપીને ઈંગ્લીશ સ્પિકિંગ માટે ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. જે હાલ લાઠી માં કલાપી તિર્થ મ્યુઝિયમ માં રાખવા માં આવ્યો છે. શક્ય હોય તો તેમના અભ્યાસની વિગતો સુધારી લેશો પ્લીજ…ખૂબ આભાર સાહેબ
કયા લાપીનો ગૃંથ ખુબ પૃસિધ્ધ છે .
કવિ કલાપી વિશે ખૂબ મહત્વપુર્ણ માહિતી જાણવા મળી. આશા રાખુ આવી રીતે અન્ય કવિ તથા લેખકો વિશે પણ તમે લખતા રહો.