“ગાલીચાના વાઘ
નહોરોને તીણા
કરવા ઉંદરોને ગોતે છે.”
તેમના બહુ જ પ્રિય અવતરણો : –
” You don’t want a million answers, as much as you want a few forever questions. The questions are diamaonds you hold in the light. Study a lifetime and you see different colours from the same jewel.” – Richard Bach
” લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી.”
–
# રચના : એક રચના : હાઇકૂ : એક અછાંદસ રચના
# પુસ્તક પરિચય
__________________________________________
સમ્પર્ક – 25, ભુલાભાઇ પાર્ક, ગીતામંદિર રોડ, અમદાવાદ – 380 022
જન્મ
- 5 – જાન્યુઆરી, 1936 ; વાવોલ જિ. ગાંધીનગર
- વતન – રૂપાલ ( ઉ. ગુ. )
કુટુમ્બ
- માતા – ચંચળબેન ( પદ્માવતી) ; પિતા – સીતારામ
- પત્ની – શારદા ; સંતાનો – 3
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
- પ્રથમ પ્રકાશિત વાર્તા – ‘બદસૂરત’
- અતિ પ્રિય દિગ્દર્શક – સત્યજીત રે
- રજનીશજી, દાદા ભગવાન, ઉમાશંકર જોશી, લાભશંકર ઠાકર, રઘુવીર ચૌધરી સાથે અંગત મૈત્રી
- રજનીશજીના પુસ્તક ‘કૃષ્ણ મેરી દૃષ્ટિમેં’ માં ના 80 % પ્રશ્નો રાધેશ્યામે કરેલા છે !
- અભ્યાસમાં અસૂયા વાળા આ સર્જકનાં પુસ્તકો એમ.એ. ના અભ્યાસક્રમમાં ચાલે છે !
- બહુ સારું ગાઇ પણ શકે છે, સાહિત્ય પછી સૌથી તેમને સંગીત પ્રિય છે.
- હજુ પણ સાઇકલ તેમનું સૌથી પ્રિય વાહન છે.
- ‘યુવક’ , ‘ ધર્મસંદેશ’ , અને ‘ધર્મલોક’ ના સંપાદક
- ‘રજનીશ દર્શન’ ના પરામર્શક
- ગુજરાતી સાહિત્ય અકાદમી, નેશનલ બુક ટ્રસ્ટ , સાહિત્ય અકાદમી સાથે પ્રસંગોપાત કામગીરી
- સંદેશ, સમકાલીન, ગુજરાત ટુ ડે, ફૂલછાબ, રંગતરંગ, ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં સ્વતંત્ર લેખન
- આકાશવાણી પર ‘વાર્તા કવિતા અમૃતધારા’ વાંચન
- હાલ ‘અક્રમ વિજ્ઞાન’ના માનદ્ તંત્રી અને ત્રિમૂર્તિ પ્રકાશનના પરામર્શક
- ‘ રંગતરંગ, સમકાલીન અને સમભાવ’ માં સર્જકોનો પરિચય અને ઇન્ટરવ્યુ રસાળ શૈલીમાં આપતી બહુ જ લોકપ્રિય શ્રેણીના લેખક
મુખ્ય રચનાઓ – 34 પુસ્તકો
- કવિતા – આંસુ અને ચાંદરણું , સંચેતના, નિષ્કારણ, કાવ્યસંકેત
- નવલકથા – ફેરો * , સ્વપ્નતીર્થ +
- વાર્તા – બિચારાં * , પવન પાવડી *, રાધેશ્યામ શર્માની શ્રેષ્ટ વાર્તાઓ, વાર્તાવરણ $
- પત્રલેખન – પત્ર સંપદા
- બોધકથાઓ – કેસર ક્યારી
- નિબંધ – ઘર બહાર ખીલતાં ગુલાબ
- વિવેચન – વાચના *, સામ્પ્રત * , ગુજરાતી નવલકથા, કવિતાની કળા, આલોકના, શબ્દ સમક્ષ $, ઉલ્લેખ, અક્ષર વિ.
- સંપાદન – ધૂમકેતુની ભાવ સૃષ્ટિ, દલાલની પ્રતિનિધિ વાર્તાઓ, નવી વાર્તા, સમકાલીન ગુજરાતી વાર્તાઓ, ઇન્દ્ર ધનુ, સાક્ષરનો સાક્ષાત્કાર – 11 ભાગ
- અનુવાદ – આપણો માનવીય વારસો, મલયાલમ શ્રેષ્ઠ વાર્તાઓ, ગ્રામાયણ , જંગલના સૂરો
- અંગ્રેજી કવિતા – Negatives of Eternity
- હિન્દી વાર્તા – પહલા પથ્થર કૌન મારેગા ?
સન્માન
- ગુજરાત સરકારના પારિતોષિકો *
- ગુજરાતી સાહિત્ય મંડળ, કલકત્તાનો પુરસ્કાર +
- ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર $
- શ્રી ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક
- ‘કવિલોક’ એવોર્ડ
- શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ
- શ્રી અશોક હર્ષ એવોર્ડ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: 5 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
80% questations raised by Radheshyamji in Krishna meri drashti se.ithas given me pleasure to know that Radheshyamji and Rajnishji were friends. I want to meet personaly to Radheshyamji.How it possible?, please guide me
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય