ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’


ratilal_anil_1.JPG“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !”

“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’
દર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “

“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !”

” દિવાસળી એક જ વાર બોલે છે. ” – એક ચાંદરણું

# કાવ્યો    –  1  –     :   –   2   –    :        –  3   –       

#   ‘ચાંદરણા’

# એક લેખ        :      વેબ સાઇટ   +     +   ખાસ ફોન્ટ  ઇન્સ્ટોલ કર્યા બાદ

# તેમના અવસાન દિને સરસ અંજલિ – ‘પેલેટ’ પર

#  ‘ચિત્રલેખા’માં ઈન્ટરવ્યુ

__________________________________________  

નામ

  • રતિલાલ મૂળચંદદાસ રૂપાવાલા

સમ્પર્ક

  • ‘Kankavati’ , 13-14, Sai Samarpan Society, Behind Ashirvad township
    1,
    Bamroli road, Udhna,Surat – 394 210

જન્મ

  • ૨૩, ફેબ્રુઆરી; 1919; સૂરત

અવસાન

  • ૨૯, ઓગસ્ટ- ૨૦૧૩, સૂરત

અભ્યાસ

  • પ્રાથમિક બે ધોરણ

વ્યવસાય

  • પત્રકારત્વ

ratilal_anil.gif     આધેડ વયે 

ratilal_anil_2.JPG  આજીવન કાર્યરત

તેમની ૯૫મી વર્ષગાંઠે સુરતમાં તરાહી મુશાયરો

diwali-13.p65

જીવનઝરમર

  • સાત આઠ વર્ષની  ઉમ્મરે જરીવણાટના કારખાનામાં અને પછી પાવરલૂમ્સમાં નોકરી
  • સ્વાતંત્ર્યની લડતમાં કામગીરી; છ માસ જેલવાસ, જેમાં રવિશંકર મહારાજ, ગણેશ વાસુદેવ માવલંકર વિ. ના પરિચયમાં આવ્યા
  • જેલમાં મેલેરીયા થયો ત્યારે દાદાસહેબ માવલંકર છૂપી રીતે તેમને દૂધ અને પાંઉ પહોંચાડતા. જેલમાં ચર્ચામાં ભાગ લેતાં જીભ ખૂલી
  • પત્રકારત્વ: ગુજરાત સમાચાર તથા ગુજરાત મિત્ર આદિ દૈનિકોમાં નોકરી
  • કંકાવટી , પ્યારા બાપુ, બહાર પ્રજ્ઞા સામયિકોનું સપાદન
  • ‘કંકાવટી’ નું સંપાદન 43 વર્ષ સુધી (માર્ચ -2006 સુધી ) સંભાળ્યું , ‘કુમાર’ ના સારા સમયમાં બચુભાઇ રાવત વૃધ્ધ થતાં તેના સંપાદનની  ઓફર કંકાવટી’ની સેવામાં ઠુકરાવી, ઘણી વાર ‘ગાંઠનું ગોપીચંદન’ કરીને પણ  ‘કંકાવટી’ ચાલુ રાખ્યું .
  • ઘણા વર્ષો સુધી મહાગુજરાત ગઝલ મંડલના મંત્રી રહ્યા, અને કોઇ લાલસા કે અભિપ્સા વિના પાયાનું કામ કરતા રહ્યા .
  • 1940- 50 ના સમયમાં ગઝલકારો ‘ ફાટે ડોળે ભ્રામક ઇશ્કનાં ગીતો ગાનારા ‘ ગણાતા   ત્યારે ગુજરાતી ગઝલનું પાયામાં સંવર્ધન કરનાર વ્યક્તિ
  • 1950 ના દાયકામાં આખો દિવસ સાંચાઓના અવાજો અને સાંજ અને રાતે સાહિત્ય સેવાને કારણે સતત માથાનો દુખાવો ઉપડ્યો. સૂરત અને મુંબાઇની હોસ્પીટલોમાં ઘણીવાર સારવાર લીધી.
  • જીવનમા ઘણી વાર નોકરી વિના રહ્યા. ત્યારે માત્ર કોલમોના પુરસ્કારોમાંથી જીવન નિર્વાહ થતો
  • અમૃત ‘ઘાયલ’ મદદે આવ્યા અને ગીરનારની તળેટીમાં ‘પ્યારા બાપુ’ ના સંપાદનની નોકરી મળી , જેમાં તેમનું ઘડતર થયું.
  • મરક મરક, મસ્તીની પળો, ચાંદરણાં કોલમોના લેખક
  • ચાંદરણાં અને મરકલાં જેવા નવા સાહિત્ય પ્રકારના સર્જક
  • ખાદીના જાડાં કપડાં અને જાડાં ચશ્માં તેમના હંમેશના સાથી

મુખ્ય રચનાઓ

  • કવિતા – ડમરો અને તુલસી, મસ્તીની પળોમાં (રૂબાઈસંગ્રહ)
  • એક વાક્યમાં વિચાર –  ચાંદરણાં, મરકલાં
  • જીવનચરિત્રો – આવા હતા બાપુ, ઈંદિરા ગાંધી
  • નિબંધસંગ્રહ – આટાનો સૂરજ *
  • હાસ્ય નિબંધ –  હાસ્ય લહરી
  • સંસ્મરણો –  સફરના સાથી – ગઝલ સાહિત્યના ઇતિહાસનો દસ્તાવેજ , બકુલ ટેલરના અથાગ પ્રયત્નોથી લખાયો

સન્માન

  • ગુજરાત સરકારનો પત્રકારત્વ માટેનો એવોર્ડ
  • ગુજરાત સરકારનો વલી ગુજરાત એવોર્ડ
  • 2006 –  સાહિત્ય અકાદમીનો પુરસ્કાર *

સાભાર

  • તેમની વેબ સાઇટ
  • ‘અભિયાન’ – જાન્યુઆરી – 2006
  • શ્રી. જનક નાયક

15 responses to “રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’

  1. Pingback: થઇ ગયું છે - રતિલાલ ‘અનિલ’ « કવિલોક / Kavilok

  2. Pingback: આજનું ચાંદરણું - રતીલાલ 'અનીલ' « કાવ્ય સુર

  3. Pingback: મને ગમેલી એક કોમેન્ટ « કાવ્ય સુર

  4. Pingback: પરવાનગી « કાવ્ય સુર

  5. rameshbapalalshahramesh bapalal shah જૂન 6, 2012 પર 5:43 એ એમ (am)

    1919 ની સાલમાં જન્મેલા આ રતિલાલભાઈને આજે સવારે રૂબરૂ મળ્યો. તેમની ઉંમર વધતી રહે છે એટલું જ. શરીર જર્ણ થયું છે પરંતુ ‘વિસ્મય’ અકબંધ ટકેલો છે. વર્ષ પહેલા મળ્યો હતો ત્યારે પણ આ જ અવસ્થા હતી. કદાચ આવતે વર્ષે મળવા જઈશ ત્યારે પણ આમ જ જોવા મળશે. રણકો પણ આજ જેવો જ હશે ! ‘ભલે આવે ગમે તેવો જમાનો ––જોઈ લેવાશે !’ એમના તનની વાત જાવા દ્યો; મન–મસ્તક સાબૂત છે. સ્ટિફન હૉકિંગ્સ અને રતિભાઈ મળે તો એ વાર્તાલાપ અજબ–ગજબનો બને.

  6. Radhika Trivedi જૂન 18, 2012 પર 5:33 એ એમ (am)

    રતિલાલ ‘અનિલ’ એટલે એક એવો સાહિત્યકાર કે જેની થવી જોઇતી હતી એટલી કદર થઇ નથી. દક્ષિણ ગુજરાતમાં આમના જેટલું સાહિત્યમાં જાત ઘસી નાંખનાર બીજો કોઈ નરકેસરી જોવા ના મળે.‘અનિલ’ બીજા કહેવાતા વિચારપુરુષોની જેમ ફક્ત વિરોધી શબ્દોના ટકરાવીને ચમત્કારિક સાહિત્ય ઉભું ના કરતા, અનિલ દ્વારા લખાયેલો પ્રત્યેક શબ્દ મરમી બને… ગુજરાતી ગઝલ, નિબંધ અને એમનુ અનોખું ચાંદરણાં સાહિત્ય ગુજરાતી સમાજ ક્યારેય નહીં ભૂલે…

  7. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: ( 303 ) રતિલાલ ‘અનિલ’નું જાણવા અને માણવા જેવુ વ્યક્તિત્વ – થોડો વિશેષ પરિચય | વિનોદ વિહાર

  10. kanti patel સપ્ટેમ્બર 12, 2013 પર 4:29 એ એમ (am)

    Ratilal ‘ANIL’
    Topic is very wonder. God blased his soul always.

  11. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Dr. Narharibhai Gohil, 70 St Ives Road, Leicester, England, UK, LE4 9FN ફેબ્રુવારી 25, 2014 પર 4:58 પી એમ(pm)

    I have seen Surat and Vadodara both, but Surat is something different altogether…………!!!! You have introduce Ratilal ‘ANIL’ very wonderfully. Thank you.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: