ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હિમ્મત ઝવેરી, Himmat Jhaveri


himmat_jhaveri.JPG” મારું વૈચારિક ઘડતર થયું 42 ની ચળવળમાં…… મુખ્ય અસર એ વખતના ગાંધીમય, ખાદીમય, પ્રભાતફેરીમય, સ્વરાજ્યમય વાતવરણની હતી.”   

” સારું હોવું એ પૂરતું નથી, સમજણું હોવું પણ જરુરી છે. સમજણ એટલીજ જરુરી છે ભલાઇ.”
–   તેમના ગુરુ રામમનોહર લોહીયા ના શબ્દો – જે તેમને યથાર્થ લાગુ પડે છે.

” જે જેવું છે તેને તેવું જોવું, નોંધવું અને કહેવું તે હિમ્મતભાઇના જીવતરનું શાસ્ત્ર છે. ”
– નગીનદાસ સંઘવી( ચિંતનાત્મક કટાર લેખક )

તેમના જીવન વિશે શ્રી . વિપુલ કલ્યાણી નો લેખ ….

#    himmat_jhaveri1.pdf

નામ

 • હિમ્મતભાઇ હરજીવનદાસ ઝવેરી

જન્મ 

 • 14  સપ્ટેમ્બર –  1925  ; મુંબાઇ

અવસાન

 • 13  ડીસેમ્બર – 2006  ; મુંબાઇ  

કુટુંબ

 • પિતા –  હરજીવનદાસ 
                                                 
 • પત્નિ – મંજુબેન  નિબંધ લેખિકા ( લગ્ન – 1958 );  પુત્ર  –   અમિત;  પુત્રી – સોનલ

અભ્યાસ  

 • બી.એ. અર્થશાસ્ત્ર – મુંબઇ યુનિવર્સિટી.

વ્યવસાય

 • શરૂઆતમાં સંબંધીઓ સાથે લુબ્રીકેટિંગ ઓઇલ અને ગ્રીઝના ધંધામાં
 • પછી લેખન અને પત્રકાર

જીવનઝરમર 

 • 1942 ના ‘ભારત છોડો’ આંદોલનમાં જેલવાસ 
 • 1947  – 1977 સમાજવાદી પક્ષની પ્રવૃતિમાં સક્રિય રસ
 • 1949-50  કરસનદાસ માણેક સંસ્થાપિત ‘સારથિ’ ના સહતંત્રી
 • 1954 – માસિક ‘નચિકેતા’ ના સહતંત્રી 
 • સુરેશ જોષીએ સ્થાપેલા ક્ષિતિજ સંશોધન પ્રકાશન ટ્રસ્ટના સ્થાપક
 • અંગ્રેજી સાપ્તાહિક ‘જનતા’ અને અંગ્રેજી પુસ્તિકા પ્રગટ   કરતા ‘લોહીયા લાઇબ્રેરી પ્રકાશન’ ના સંપાદક મંડળમાં 
 • કરસનદાસ માણેકે શરૂ કરેલા કીર્તન કેન્દ્રના ટ્રસ્ટી
 • ગાંધી સ્મારક નિધિ અને મણિભવન જેવી સંસ્થાઓમાં સક્રીય
 • ફાર્બસ ગુજરાતી સભાના માનદ્  સલાહકાર
 • તેમનાં પત્ની ફાર્બસ સભાના ‘ત્રૈમાસિક ‘ ના સંપાદક
 • સારથી, નચિકેતા, એતદ્ જેવા ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં સહ તંત્રી
 • અંગ્રેજી સામાયિકો Mankind , Janata  માં સક્રીય
 • અંગ્રેજી સામાયિક   Gandhi Today ના તંત્રી
 • ક્ષિતીજ સંશોધન સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી
 • કેટલાક દૈનિકો અને સામયિકોમાં વિવિધ વિષયો ઉપર લેખો લખ્યાં છે 
 • રામમનોહર લોહીયાના અંતર્ગત સાથી  

રચનાઓ

 •  ‘રામમનોહર લોહિયા’ નામની પરિચય પુસ્તિકા
 • ડો. લોહિયાની ચાર પુસ્તિકાઓના ગુજરાતીમાં અનુવાદ
 • નિબંધ – ઘટના અને સંવેદના

સન્માન

 • ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી અખબાર્ઓ માટેના શ્રેષ્ઠ કટાર આલેખન માટેનો 1996-97 નો પુરસ્કાર 
 • શેખાદમ આબુવાલા ટ્રસ્ટનો શ્રેષ્ઠ પત્રકારત્વ માટેનો પ્રથમ વર્ષનો પુરસ્કાર 

સાભાર 

 • પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ
 • તેમના ભાણેજ જમાઇ વિપુલ કલ્યણીનો લેખ

6 responses to “હિમ્મત ઝવેરી, Himmat Jhaveri

 1. Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Jugalkishor ફેબ્રુવારી 16, 2007 પર 3:25 એ એમ (am)

  આવાં પાત્રો તરફ કોઈ આપણું ધ્યાન ખેંચે કે હાથ પકડીને વંચાવે ત્યારે થાય કે કેવું પુણ્યનું કામ કર્યું ? આ વાંચ્યું ન હોત તો ઘણી મોટી ખોટ રહી જાત.

  આવા માનવોની વણઝાર એક પછી એક એમ ઉપર તરફ જતી જોવાનું બને છે પણ એની જગ્યા પુરાતી જોવા મળતી નથી ત્યારે સાચ્ચે જ ખાલીપો અનુભવાય છે.

 3. Pingback: મંજુ ઝવેરી, Manju Jhaveri | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: