ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રાગજી ડોસા, Pragji Dosa


 જન્મ

 • ૨૫ સપ્ટેમ્બર ૧૯૦૮

કુટુમ્બ

 • પિતા –   જમનાદાસ ડોસા

અભ્યાસ

 • ઈન્ટર આર્ટસ (મુંબઈ)

વ્યવસાય

 • રૂનો વ્યવસાય

જીવનઝરમર

 • રૂનો વ્યવસાય, જિનિંગ પ્રેસ
 • લેખન

તેમના વિશે વિશેષ

 • ઇન્ટર આર્ટસ સુધી ભણી ને એમણે પોતાની કારકિર્દી શરૂ કરી.૧૯૨૬ થી ૧૯૨૮ સુધી સાયકલોસ્ટાઇલ યંત્ર પરપ્રકટ થતાં “સુમન”માસિક નું તંત્રી પદ સંભાળ્યું.
 • ત્યાર બાદ ૧૯૫૫ થી ૧૯૫૯ સુધી “ગુજરાતી નાટ્ય” માસિક નું તંત્રી પદ સંભાળ્યું. ૧૯૨૯ માં એમની પ્રથમ નાટિકા “સંસાર પંથ”ભજવાઈ હતી.
 • તેમણે ૪૫ સળંગ નાટકો , ૨૧ એકાંકી ઓ અને ૧૦૬ રેડિયો નાટકો લખ્યાં .
 • ઉપરાંત તેમના એક નવલિકા સંગ્રહ અને એક એકાંકી પ્રકટ થયેલ છે.
 • મુંબઇ રાજ્ય નાટ્ય સ્પર્ધા માં મંગલ મંદિર, છોરું કછોરું,ઘર નો દીવો,પરિણીતા,અને મન ની માયા ને ઇનામો મળેલ છે.
 • “છોરું કછોરું” નાટક રશિયન ભાષા માં અનુવાદ થઈ તાશ કંદ શહેર માં ગોસ્કી થીએટર માં ૧૯૫૯ માં રજુ થયું. આ નાટક અમેરિકા ના કેલિફોર્નિયા યુનિવર્સિટી એ પ્લે રેડિંગ સિરીઝ  માં ૧૯૬૦ માં રજુ કર્યું.
 • “પરણ્યા પહેલા” ૧૯૬૯ માં ઇંગ્લેન્ડ માં ભજવાયું.
 • ભાટિયા મહાજને જ્ઞાતિ નો લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર તરીકે ૧૯૬૩ માં સુવર્ણ ચંદ્રક અર્પણ થયો.
 • પંડિત ઓમકાર ઠાકુર પાસે બે વર્ષ શાસ્ત્રીય સંગીત ની તાલીમ લઇ પ્રમાણપત્ર મેળવ્યું અને ઓલ ઇન્ડિયા રેડીઓ પર શાસ્ત્રીયથતા હળવા સંગીત માટે આવતા ઉમેદવાર નું ઓડિશન લેવા નિમણુંક થઇ.
 • આજ સુધી માં તેમણે નવ ચલચિત્રો લખ્યા.”જેવી છું તેવી” ને ૧૯૬૩ માં મધ્યસ્થ સરકાર નું પ્રમાણ પત્ર થતા ગુજરાત રાજ્ય તરફ થી રૂપિયા ૫૦૦૦ નું પ્રથમ પારિતોષિક મળ્યું.
 • ૧૯૭૦ માં “બહુરૂપી” ચિત્ર ને ગુજરાત સરકાર તરફ થી પ્રથમ ઇનામ મળ્યું.

મુખ્ય રચનાઓ

 • એકાંકીસંગ્રહ –    ચરણરજ; અન્ય નાટકો -બાળનાટકો
 • ઈતિહાસ –    તખ્તો બોલે છે ભાગ 1, 2 ; ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ

3 responses to “પ્રાગજી ડોસા, Pragji Dosa

 1. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: પ્રાગજી ડોસા, Pragji Dosa | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: