ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નિરંજન રાજ્યગુરૂ, Niranjan Rajyaguru


Niranjan” આજે કોઇ કવિતા સમજવા માટે મારી બુધ્ધિને ચકાસવી પડે, પણ કોઇ સંતકવિ પોતાની રચનામાં પોતાના અધ્યાત્મ અને તત્વજ્ઞાનને  રજુ કરે છે ત્યારે એવી પારંપારિક કે તળપદી વાણીમાં મૂકે છે કે, જે સાવ સ્થૂળ દશામાં માણસ જીવતો હોય, તે પણ એના અર્થને પૂરેપૂરો પામી શકે છે. ”

 ‘આનંદ આશ્રમ’ – તેમના દ્વારા સંચાલિત વેબ સાઈટ 

———————————————————-

જન્મ

  • 24 – ડીસેમ્બર , 1954 ; ઘોઘાવદર

કુટુમ્બ

  • પિતા – વલ્લભભાઇ ( સાહિત્યકાર )

અભ્યાસ

  • એમ.એ. (ગુજરાતી લોકસાહિત્ય)
  • પી.એચ.ડી. ( લોક સાહિત્ય )

વ્યવસાય

  • થોડા વર્ષો વ્યાખ્યાતા, સંશોધક સહાયક, અને અનુસ્નાતક શિક્ષક –

જીવનઝરમર

  • પિતા પણ સાહિત્યકાર
  • ઘરમાં જ  ત્રણેક હજાર પુસ્તકોનું ગ્રંથાલય હતું
  • મકરંદ દવે, ઉમાશંકર જોશી, અમૃત ઘાયલ વિ. સાહિત્યકારોના સંપર્કમાં ઉછર્યા.
  • દાસી જીવણના ભજનો પર પી.એચ.ડી. કર્યું
  • અનેક સંશોધકોને તૈયાર કર્યા
  • ભજનો અને લોકસાહિત્યના સંશોધન માટે ગામડે ગામડે ફર્યા છે અને અનુભૂતિ થઇ હોય તેવા માણસોનો  સત્સંગ કર્યો છે.
  • 1991- સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર ની સ્થાપના કરી, જેમાં સંદર્ભ ગ્રંથો, ચારણી સાહિત્ય, બારોટી સાહિત્ય, ઓડીયો – વિડીયો કેસેટ, તથા દુર્લભ સિક્કાઓનો સંગ્રહ છે.

મુખ્ય રચનાઓ

  • સંશોધન/ વિવેચન – ભજન મીમાંસા, રંગ શરદની રાતડી, સંતવાણીનું સત્વ અને સૌંદર્ય, બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના, મૂળદાસજીનાં કાવ્યો, પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ પદો, સંધ્યા સુમિરન, આનંદનું ઝરણું, સંતની સરવાણી, સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય
  • સંપાદન

સાભાર

  • રાજુ દવે ,   નવનીત – સમર્પણ – ડીસેમ્બર – 2006

9 responses to “નિરંજન રાજ્યગુરૂ, Niranjan Rajyaguru

  1. Dr.Niranjan Rajyaguru જૂન 17, 2011 પર 2:08 એ એમ (am)

    ધન્યવાદ ,
    (૧) અટક ખોટી લખાઈ છે,રાજ્યગુરુ RAJYAGURU લખશો.
    (૨) સંપૂર્ણ માહિતી મારી વેબસાઈટ http://www.ramsagar.org અથવા http://www.anand-ashram.com ઉપરથી મેળવી શકો.
    (૩) ત્યાંથી મારાં પુસ્તકો વિના મૂલ્યે વાંચી પણ શકો.

  2. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. chandrakant suchak મે 13, 2013 પર 5:56 એ એમ (am)

    muldas na bhajano na abhyasni ichhchha chhe.

  4. Dr.Niranjan Rajyaguru મે 14, 2013 પર 10:29 એ એમ (am)

    http://www.ramsagar.org અથવા http://www.anand-ashram.com
    આપણે સૌ ગુજરાતના એક અલગારી સંશોધકને ઓળખીએ છીએ. છેલ્લાં પંદરેક વર્ષથી જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી રાત્રીના એક વાગ્યા સુધી દ્વારકાના જગતમંદિર ખાતેથી દૂરદર્શનની ગિરનાર ચેનલ પર થતા જીવંત પ્રસારણમાં જેઓ લાઈવ કોમેન્ટ્રી આપે છે અને અનેક ડાયરાઓમાં સંચાલક તરીકે કે વકતા ભજનિક તરીકે જોયા સાંભળ્યા છે એવા કવિ સાહિત્યકાર સંશોધક ડૉ.નિરંજન રાજ્યગુરુએ ત્રીશેક વર્ષ કચ્છ સૌરાષ્ટ્રના ગામડાંઓમાં ફરીને લોકભજનિકો અને લોકગાયકો પાસેથી કંઠસ્થ પરંપરામાં સચવાયેલાં હજારો પ્રાચીન ભજનો, ધોળ, કીર્તન, રાસ, રાસડા, ગરબા, ગરબી, દુહા, છંદ, લોકવાર્તાઓ જેવી અમૂલ્ય અને આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહેલી ઓડિયો સામગ્રીનું ધ્વનિમુદ્રણ કર્યું છે, એમાંથી પોતાની વેબસાઈટ ઉપર કોઈપણ જિજ્ઞાસુ એને વિના મૂલ્યે જોઈ સાંભળી વાંચી શકે એ રીતે રજૂ કરી છે. જેમાં દરરોજ નવી સામગ્રી મૂકાતી રહે છે, અને સંશોધન માટે ભવિષ્યનાં સ્વપ્નાંઓ પણ દર્શાવ્યા છે.
    નિરંજનભાઈ દ્વારા લખાયેલાં સંતસાહિત્ય, ચારણીસાહિત્ય, બારોટી વંશાવળી સાહિત્ય, લોકસંગીત, ભક્તિસંગીત, લોકવાર્તાઓ, હસ્તપ્રતો, ગુજરાતના તંબૂરસેવી ભજનિકો, ગુજરાતી ભજનપ્રકારો, સંતો ભક્તકવિઓ, નારી સંતો વગેરે વિષયના લેખો તથા આનંદ-આશ્રમની સાહિત્ય સંશોધનની તથા લોકસેવા ગૌસેવાની પ્રવૃત્તિઓની વિડિયો ફિલ્મની સાથોસાથ તેમનાં હાલ અપ્રાપ્ય એવાં ‘બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના’, ‘મરમી શબદનો મેળો’ અને ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય’ જેવાં પુસ્તકો પણ આ જ વેબસાઈટ પરથી આખાં વાંચી શકાય છે. વિશ્વના કોઈપણ ખૂણે વસતા જિજ્ઞાસુઓ માટે, જેમને ગુજરાતના પ્રાચીન પરંપરિત ભક્તિસંગીતના સંધ્યાથી માંડીને પ્રભાતિયાં સુધીના ભજનપ્રકારો એના મૂળ તળપદા ઢાળ ઢંગમાં સાંભળવા હોય, સાથોસાથ સંતવાણીના સર્જકો સંત ભકતોના જીવન વિશેની પૂર્ણ પ્રમાણભૂત માહિતી મેળવવી હોય, અને અનેક લોકપ્રિય ભજનોના શુદ્ધ પાઠ લિખિત રૂપમાં જોઈતા હોય એમના માટે તો આ વેબસાઈટ અણમોલ ખજાનારૂપ થઈ પડે એવી છે. એમાં ઓડિયો ધ્વનિમુદ્રિત સંતવાણી ભજનો, ગંગાસતીનાં તમામ ભજનોના પાઠ સાથે પરંપરિત ભજનિકોના કંઠે ગવાયેલાં બધાં ભજનો, ચાલીશેક પરંપરિત પ્રાચીન ભજનિકોના કંઠે ગવાયેલાં ભજનોની વિડિયો ક્લિપ્સ, મરમી કવિશ્રી મકરન્દ દવેનાં કાવ્યોનું ગાન, સંતોનાં પ્રવચનો, સંશોધન લેખો, ૧૦૦થી વધુ ફોટોગ્રાફસ અને આખાં પુસ્તકો એમ સપ્તવિધ સામગ્રીરૂપે આપણો ધીરે ધીરે વિસરાતો જતો અમૂલ્ય વારસો સાંચવવામાં આવ્યો છે.

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. chandrakant suchak ઓગસ્ટ 17, 2013 પર 12:33 પી એમ(pm)

    muldasjini rachna “pritamvarmni chundadi,mahasanto odhavane malia. jere odhe te amar raheve re akal kalama jai malia”. aa bhajan bahu game chhe,pan aadhyatmik drashtie sacha ane yogya arthama apna tarfthi aakha bhajanni samiksha-samjan kyank abhyas karva makse to iswarni ane apni krupathi mari bhakti-sraddha drudh bani sake.

  7. Pingback: લોકસાહિત્ય | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: