ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સૈફ – પાલનપુરી, Saif Palanpuri


” ‘શયદા‘ ભાઇએ મારી આંગળી પકડી, ‘શૂન્ય‘ ભાઇએ તખલ્લુસ આપ્યું,saifpalanpuri_sml.jpg
‘બેકાર’ સાહેબે પરિચય કરાવ્યો અને ‘અમીરી’ એ મારામાં શાયર
તરીકેનું આત્મભાન પ્રગટાવ્યું.”
saif_sign.jpg
“સૈફ એટલે તલવાર – પણ એમની તલવાર અહિંસક છે.
એની ખાતરી તમને હું આપું છું”
-પ્રથમ ગુજરાતી ગઝલની રજૂઆત વખતે ‘બેકાર’ સાહેબે આપેલો પરિચય

“છું ગઝલ સમ્રાટનો હું શિષ્ય ‘સૈફ’
મારી ગઝલો પર મને અભિમાન છે.” 

“મને દોસ્તોનાં અનુભવ ન પૂછો,
હવે દુશ્મનો પર ભરોસો કરું છું.”

(પ્રથમ ગુજરાતી ગઝલ)

“નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત  થઇ ગઇ.”

“અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.”

“છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.”

“કોઇનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે
સ્મિત ને આંસુ બન્નેમાંથી જોઇએ કોનો વારો છે?”

“જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઇ શક્યો, બહુ અંગત અંગત નામ હતા!”

# રચના    :    – 1 –  :  – 2 –  :  – 3 –  :  – 4 –  :  – 5 –  :  – 6 –   :  – 7 –

# સાંભળો :   – સૂનો ઝરૂખો –  :  – એક લોકકથા –  :  – કોને દફનાવી ગયા! –  :  – હવે બોલવું નથી

# જીવનનાં સંસ્મરણો

# સૈફ ગુજરાતી ગઝલકાર કેવી રીતે બન્યા?…એ એમના જ શબ્દોમાં વાંચો !

__________________________________________  

ઉપનામ

  • ‘સૈફ’ પાલનપુરી

નામ

  • સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા

જન્મ

  • 30 – ઑગષ્ટ , ૧૯૨૩ (પાલનપુર)

અવસાન

  • 7 – મે ,  ૧૯૮૦

કુટુમ્બ

  • માતા – રૂકૈયાબાઈ;   પિતા – ગુલામઅલી

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ ઉર્દુમાં
  • મેટ્રીક, મુંબઈ
  • બી.એ. – ફારસી અને ગુજરાતી વિષયો સાથે (સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઇ)

વ્યવસાય

  • વ્યાપાર (પિતાની કાપડની અને મખમલની ટોપીઓની દુકાનો)

જીવનઝરમર  

  • સૈફ પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે.
  • આપણી ભાષાની મુશાયરાપ્રવૃત્તિના વિકાસમાં તેમનું યોગદાન ખૂબ નોંધનીય છે.
  • એમનાં વડવાઓ પાલનપુરથી થોડે દૂર આવેલા એક ખારા નામના ગામમાંથી ગધેડાની પીઠ પર મીઠું લાદીને વેચવા આવતા હતા એટલે તેઓ ખારાવાલા કહેવાયા.
  • કૉલેજનાં વર્ષોથી જ એમનું મિત્ર-વર્તુળ સમૃદ્ધ થવા માંડેલું
  • પાલનપુરમાં શૂન્ય પાલનપુરી સાથે ઘણો સમય વિતાવેલો અને શૂન્યભાઇએ એમને દોસ્તીના નાતે તખલ્લુસ આપ્યો હતો
  • કૉલેજનાં વર્ષો દરમિયાન જ કવિતા પ્રત્યે મન લાગ્યું હતું- પરંતુ ત્યારે માત્ર ઉર્દૂ ગઝલ એમના મન પર છવાયેલી હતી
  • “કારવાને ઝેવિયર” નામના કૉલેજનાં ઉર્દૂ મેગેઝિનમાં એમની પ્રથમ ઉર્દૂ ગઝલ પ્રગટ થઇ હતી
  • મુરબ્બી શયદા સાહેબ એમનાં પિતાનાં ખાસ મિત્ર હતા; જેથી એમની સાથેની ઓળખાણ ઘણી ઘનિષ્ઠ બની રહેલી
  • બી.એ. પછી વકીલ બનવા માટે એલ.એલ.બી.ના અભ્યાસ માટે ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં જોડાયેલા, પરંતુ શયદા સાહેબ સાથે શાએરીનો ચસ્કો લાગવાથી પહેલાં જ વર્ષમાં કોઇ પણ તૈયારી વગર પરીક્ષા આપતા નાપાસ થયેલાં (એમનાં જ પોતાના શબ્દોમાં, “બહુ ગર્વભેર નાપાસ થયો અને મેં ગવર્નમેન્ટ લૉ કૉલેજ મૂકી દીધી”)
  • ‘રજની’ પાલનપુરી અને ‘અમર’ પાલનપુરી સાથે કૌટુંબિક સંબંધો હતા
  • શયદાસાહેબ “બે ઘડી મોજ” નામના એ સમયનાં એક ખૂબ જ લોકપ્રિય અઠવાડિકના માલિક અને તંત્રી હોઇ એમણે સૈફને “બઝમે શાએરી” નામની કોલમ સોંપેલી
  • એમની ગુજરાતી મુશાએરા પ્રવૃત્તિનો પાયો સંગીનતાની દૃષ્ટિએ સુરતમાં નંખાયો હતો જેમાં તેઓ ત્યારે ગુજરાતીમાં ગઝલો ન લખતાં હોવા છતાં શયદા એમને આગ્રહ કરીને સાથે લઇ જતા; જેને લીધે એમની ઓળખાણ બીજા ઘણા સારા ગઝલકાર મુરબ્બીઓ અને મિત્રો સાથે થયેલી જેમ કે- ‘બેકાર’ , નિસાર (‘શેખચલ્લી’), ‘સીરતી’ , રતિલાલ ‘અનિલ’, ‘હઝીં રાંદેરી’, ‘અમીને’ આઝાદ, ‘ગની’ દહીંવાલા, જ્યોતિન્દ્ર દવે, વિગેરે
  • એમનાં ગુજરાતી ગઝલકાર બનવા પાછળ શયદાનો હાથ હતો અને એટલે એમણે તેમને પોતાના ઉસ્તાદ માનેલા

saif_palanpuri.jpg

મુખ્ય રચનાઓ

  • ગઝલસંગ્રહો-ઝરુખો (૧૯૬૮), હિંચકો (૧૯૭૧), એજ ઝરુખો એજ હીંચકો;
  • સંપાદન –  મરીઝ સાહેબ સાથે “બગીચો” નામનું સંપાદન

ej_jharukho_ej_hinchko.jpg

સાભાર

  • ‘એજ ઝરૂખો એજ હીંચકો’ પુસ્તક
  • પ્રવીણચંદ્ર કસ્તુરચંદ શાહ

____________________________________________________________

-: રસથાળ :-

અન્ય રચનાઓની ઝાંખી –

“કંઇ એવું કર ખુદા કે તને થોડો જશ મળે,
હું પણ કહું બધાને પરવરદિગાર છે !? “

“ઊર્મિની એક ઝૂંપડી દિલમાં બળી હતી,
તે દિવસે ચારેકોર અજબ રોશની હતી.”

“જીવનમાં શું હતું ? છતાં જીવી ગયા અમે
ફીકી ગઝલની સારી રજૂઆત થઇ હતી.”

“આખી દુનિયાથી અબોલા ભલે રાખું કિંતુ
એક ઊર્મિ જો મળી જાય તરત વાત કરું-“

“ઘણાં દિવસ પછી બારીએ કાગડો આવ્યો;
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.”

“જીવનની હકીકત પૂછો છો? તો મોત સુધીની રાહ જુઓ,
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે?”

“એક પ્રણાલિકા નભાવું છું, લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે!”

“તમે આવી શકો એ તો વિષય એક આસ્થાનો છે,
તમે આવી ગયાં એ તો પ્રસંગ એક વાર્તાનો છે.”

“યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું :
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.”

“સામે નથી કોઇ અને શરમાઇ રહ્યો છું,
હું પોતે મને પોતાની દેખાઇ રહ્યો છું.”

* * *

21 responses to “સૈફ – પાલનપુરી, Saif Palanpuri

  1. pravinchandra ફેબ્રુવારી 22, 2007 પર 7:09 એ એમ (am)

    મિત્રો,હવે ખૂબ થાક લાગ્યો છે મારું નામ ‘પ્રવિણ’વાંચી વાંચીને!
    ઉંચાઈ મારી ૬’થી વધારે;જીવનનો પડાવ દીર્ઘ,અંતની પાસે છે.
    હવે તમને ખબર પડી ગઈ છે તો આમ મને સાવ ટુંકાવી ન નાખો
    “પ્રવીણ”માં ‘વી’ દીર્ઘ કરી નાખો;ખુશીખુશી જવાની તક આપો.

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

  2. Pingback: Bansinaad

  3. Pingback: ભરોસો કરું છું -સૈફ પાલનપુરી « ઊર્મિનો સાગર

  4. Jay Gajjar ફેબ્રુવારી 22, 2007 પર 10:34 પી એમ(pm)

    Very nice. Palanpuri’s literary work is great. He will remembered for his Gazals for a inner touchy voice of heart.
    Thanks for his life and work story.
    Keep the spirit
    Jay Gajjar

  5. Pingback: સંકલિત: ‘પરીચય’ « સહિયારું સર્જન - પદ્ય

  6. Ksh ઓક્ટોબર 16, 2007 પર 9:34 પી એમ(pm)

    હું ચાંદની રાતે નીક્ળ્યો હતો ’ને મારી સફ઼્ર ચર્ચાઇ ગઈ
    કાંઇ મંઝીલો મશહુર હતી કાંઇ રસ્તાઓ બદનામ હ્તા….

    ઓ મોત! જરા રોકાઇ જતે બે-ચાર મને કાંઇ કામ હ્તા
    થોડીક શીકાયત કરવી હતી થોડાક ખુલાસા કરવા’તા….

    જિવનની સમી સાંજે મારે જ્ખ્મોની યાદી જોવી હ્તી
    બહુ ઓછાં પાનાં જોઇ શક્યો બહુ અંગત અંગત નામ હ્તાં…

    પેલાં ખુણે બેઠા છો તે સૈફ છે મિત્રો જણો છો?
    એ કેવો ચંચળ જિવ હ્તો ’ને કેવા રમતા રામ હતા….

    સૈફસાહેબને સલામ…

    • Babra Walla Sawani ફેબ્રુવારી 11, 2020 પર 8:20 પી એમ(pm)

      સૈફ પાલનપુરીની લખેલી નવલકથા “રેતીના નકશા” અને “હીલ સ્ટેશન” બહુ વરસો પહેલા અઠવાડિક મેગેઝીન “બેગમ” માં વાંચી હતી, શું એ નવલકથાઓ પુસ્તકરૂપે પ્રગટ થઇ હતી!

  7. hirendrasinh જૂન 11, 2008 પર 5:25 એ એમ (am)

    saif aa taji kabar par naam to maru j chhe,
    pan utavad ma aa loko kone dafnaavi gaya…..

  8. Pingback: Shant Zarukhe Vaat Nirakhti - Manhar Udhas | Chheplo's Blog

  9. Pingback: Shant Zarukhe Vaat Nirakhti - Manhar Udhas | Gujarati Song World

  10. Pingback: શાંત ઝરૂખે વાટ નિરખતી - સૈફ પાલનપૂરી | ટહુકો.કોમ

  11. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: શાંત ઝરૂખે વાટ નિરખતી – સૈફ પાલનપૂરી | rupareliavibha

  14. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  16. Saifuddin Saifee ફેબ્રુવારી 16, 2016 પર 1:49 પી એમ(pm)

    I m following Saif Palanpuri saheb’s creation since late 70s
    Collecting his ash’aars from magazines etc
    First time came across this web page n thrilled
    Please keep me posted
    Thank you

  17. ભરતકુમાર સપ્ટેમ્બર 9, 2018 પર 10:44 એ એમ (am)

    ગુજરાત ની અસ્મિતા નુ પ્રતિક છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: