, “સાહિત્યને પ્રધાનત: ‘લોકસમસ્તની વાણી’ માનનાર અને કહેનાર, કર્તૃત્વમાં અને જીવનમાં પણ જેઓનું પોત અને રંગ સાચ્ચા અને જોમભર્યા હતા તે અંબાલાલભાઈ લેખક કરતાંય વિશેષ તો શિક્ષક, વિચારક અને પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સ્મરણીય રહેશે.”
(ચં.ન.પંડ્યા તથા વિ.ક.વૈદ્ય.)
તેમના ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ વિશે –
” એમના ઉત્કટ માતૃભાષાપ્રેમનો અહીં છેલ્લો પણ નોંધવો જ જોઈએ તે અસામાન્ય નમૂનો એટલે 1877માં તેમણે રૅવ.મૉંટગૉમરીના સહકારી તરીકે સંયોજેલો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ; તે એ વિષય પરના પહેલા સમર્થ પ્રયાસોમાંનો એક તથા પછીના સર્વનો ધીંગો આધારસ્થંભ બન્યો છે.”
_________________________________________________________________
જન્મ
અવસાન
અભ્યાસ
- 1864 – મેટ્રિક
- 1867 – મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.
- 1869 – એક સાથે એમ.એ.અને એલ.એલ.બી. ( પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરનાર પ્રથમ હિન્દુ ગુજરાતી)
વ્યવસાય
- શરૂઆતમાં અમદાવાદ હાઈસ્કુલના એક્ટિંગ પ્રિન્સિપાલ
- ગુજરાત કોલેજ ઈંસ્ટિટ્યુટની સ્થાપના બાદ તેના પ્રિન્સિપાલ
- 1876 – 85 નવસારી અને કડી પ્રાન્તના ડિસ્ટ્રિક્ટ જજ
- 1885 – 99 વડોદરામાં ન્યાયાધીશ
જીવનઝરમર
- અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ
- 1909 – રાજકોટમાં ભરાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- સ્વદેશી ઉદ્યોગના વિકાસ માટે તેમણે અમદાવાદ, નડિયાદ અને સૂરતમાં મિલો પણ સ્થાપેલી
રચનાઓ
- ‘શાંતિદાસ’ વાર્તાના લેખક તરીકે વિશેષ જાણીતા થયા
- 1918 – વૈકુંઠરાય શ્રીપતરાય ઠાકોરે સંપાદિત કરેલો “દી.બ.અંબાલાલ સા. દેસાઈનાં ભાષણો અને લેખો “
- 1877 – 1000 પાનાંનો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ
સન્માન
- અંગ્રેજ સરકાર તરફથી દિવાન બહાદુરનો ખિતાબ
Like this:
Like Loading...
Related
Pingback: 25 - માર્ચ - વ્યક્તીવીશેષ « કાવ્ય સૂર
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય