ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જામન, Jaaman


7.jpg

” કવિ જામન ગુજરાતી રંગભૂમિ ના કાંતદર્શી કલાકાર હતા“ 

” જે વસ્તુ તમે જોઈ નથી, તમે અનુભવી નથી, એ માં કલ્પનાનો આશરો લઈ, પ્રસંગો ગૂંથી તમે નાટકમાં લાવો છો   એ માટે તમને ધન્યવાદ ઘટે છે કારણકે કલ્પનાને જિંદગીમાં બનતી સત્યઘટનાઓની હકીકતમાં તમે સિદ્ધ કરી દેખાડી છે “
 – આનંદશંકર ધ્રુવ

” બદલાતી અભિરૂચિનો અણસાર એમનાં નાટકોમાં છે “

_______________________________________________________
 

નામ

 • જમનાદાસ મોરારજી સંપત

ઉપનામ  

 • જામન

જન્મ

 • ૧૮૮૮ –  દ્વારકા નજીક ના એક ગામમાં

કુટુમ્બ

 • માતા –  જેવાબાઈ
 • પત્ની –  કબૂબાઈ ;  પુત્ર –  નગીનભાઈ

વ્યવસાય

 • રંગભૂમિ, નાટ્યકાર, કવિ

અવસાન

 • ૧૯૫૫ 

જીવનઝરમર

 • વિશિષ્ટ કથાનકવાળાં અને ટૂંકા સંવાદોવાળાં નાટકો આપ્યાં
 • ૧૯૨૩  – એમની દ્વિઅંકી નાટિકા ‘એમાં શું?’  ના ટિકિટનાં ભાવ રૂ. ૧૦૦ !! ‘ જેમાં  એમની હળવી રીતે જીવનના ગંભીર પ્રશ્નોની રજુઆત
 • ૧૯૩૨ –  ‘કોલેજિયન’ અને ‘વાસનાનાં વહેણ’ રજૂ કર્યાં હતાં
 • ૧૯૩૨ –  ‘ગુજરાત કલામંદિર’ નામની પોતાની નાટક મંડળી શરૂ કરેલી
 • ‘રસ ના રાસ’ એમની રસભરી અપ્રકટ મૌલિક કૃતિ

 મુખ્ય રચનાઓ

 • દ્વિઅંકી નાટિકાઓ – રસ ના રાસ, એમાં શું?
 • નાટકો –  સોનેરી જાળ, ભિક્ષુકબાબા, ભૂલનો ભોગ, લગ્નબંધન, એ કોનો વાંક, અંધારી ગલી

લાક્ષણિકતાઓ  

 • બંડખોર અને સુધારાવાદી તરીકે એમની કલમ ઓળખાઈ
 • જામન વિષયવસ્તુની દ્રષ્ટિ કશુંક નવું લઈ આવ્યાં એટલું જ નહીં, પરંતુ વ્યવસાયી રંગભૂમિ પર સૌ પ્રથમ વાર દ્વિઅંકી નાટકો લખ્યાં
 • એમના નાટકો લોકો સુધી પંહોચ્યાં. એમને કેવળ શબ્દોનું, ભાષાનું વળગણ નથી, એમને ભાષા માટે આદર છે.
 • ગુજરાતી પ્રેક્ષક નાટકની ભૂખ એમનાં નાટકોથી યોગ્ય રીતે સંતોષી શકે છે
 • એમના દિલમાંથી પીડિત સમાજના ઉદ્ધારની મંગળ કામના ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ શરૂ થાય એ પહેલાં અવતરી છે.

સન્માન

 • કરાંચીમાં જસ્ટીસ ચાગલાના વરદ હસ્તે ત્યાનાં નાગરિકોએ એમની નાટ્યપ્રતિભાને બિરદાવવા માનપત્ર આપ્યું

સાભાર

 • ‘કુમાર’, જુલાઈ 2001
 • ‘હિસ્ટરી ઓફ ગુજરાતી થીએટર’, હસમુખ બરાડી, ભાષાંતરકર્તા-વિનોદ મેઘાણી, ૨૦૦૩

2 responses to “જામન, Jaaman

 1. Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: