”… પરિણામે રણછોડભાઇ જેવા ઉત્સાહી જુવાનને ગુજરાતી નાટક લખવાના કોડ જાગ્યા… એમનાં નાટકો લખાતાં અને એક પછી એક ભજવાતાં ગયાં… શિખાઉ નાટ્યકારો એમની નાટ્યશૈલીનું અનુસરણ કરવા લાગ્યા અને આમ ગુજરાતી રંગભૂમિનું અને ગુજરાતી નાટકનું ચોક્કસ સ્વરૂપ બંધાયું… રણછોડભાઇ ગુજરાતી નાટકના પિતા કહેવાયા.”
–અનંતરાય રાવળ
” રણછોડભાઈની નાટકસેવાનું ખરું માપ તો એમના જમાનામાં જીવી જનાર જ કાઢી શકે…આપણા એ સુધીર ને ધૃતિમાન આદિ નાટ્યકારે એ સંસ્કૃતિકાળમાં પાશ્ચાત્ય અને પ્રાચીન-ભારતીય પ્રભાવ ઝીલ્યો, તળપદા ગુજરાતી નાટક પ્રકાર-ભવાઈનો સક્રીય વિરોધ પણ કર્યો અને તેનું સંમાર્જન કરીને એને અપનાવ્યો પણ ખરો.તેમની મેધા ઉચ્ચ હતી અને તેઓ એક અધિક ઉદ્યોગ પરાયણ વિદ્વાન હતા..”
_________________________________________________________________
નામ
રણછોડભાઇ ઉદયરામ દવે
જન્મ
ઑગષ્ટ 9 – 1837 ; મહુવા (જિ.ખેડા)
અવસાન
એપ્રિલ 9 – 1923 ; મુંબાઇ
અભ્યાસ
- પ્રાથમિક – મહુવા
- 1852 – માધ્યમિક – નડિયાદ
- 1857 – કાયદાશાસ્ત્ર , અમદાવાદ
વ્યવસાય
- રજવાડામાં મુત્સદ્દ્રી
- કચ્છમાં દીવાનગીરી
જીવન ઝરમર
- 1863 – વ્યવસાય અર્થે મુંબાઇ સ્થળાંતર
- 1864 – કચ્છ ના રાજા એ પ્રધાન બનાવ્યા
- 1904- નિવૃત્ત
- 1912 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- તંત્રી – બુદ્ધિપ્રકાશ
- બહુભાષી ભારતદેશ માટે એક સમાન લિપિ હોવી જોઈએ એવી હિમાયત કરનારા તેઓ હતા અને એમનાં લગભગ બધાં જ પુસ્તકો બાળબોધ લિપિમાં પ્રગટ થયાં છે !
- તેમણે ‘લલિતા દુ:ખદર્શક નટક આપી તે આપણી પ્રથમ કરુણાંતિકા છે અને તે ખૂબ જ સફળતાથી ભજવાયેલી કૃતિ હતી.
- તેઓ આપણી ભાષાના આદિ નાટ્યકાર છે.
મુખ્ય રચનાઓ
- નાટક: જયકુમારીવિજય ; લલિતાદુ:ખદર્શક; પ્રેમરાય અને ચારુમતી; બાણાસુર મદમર્દન; મદાલસા અને ઋતુધ્વજ; નળદમયંતી; હરિશ્ચંદ્ર નાટક, તારામતી સ્વયંવર, નિદ્યશૃંગાર નિષેધક રૂપક; વૈરનો વાંસે વશ્યો વારસો; વંઠેલ વિરહાનાં કૂડાં કૃત્ય;
- કાવ્યશાસ્ત્ર: નાટ્યપ્રકાશ; રસપ્રકાશ, અલંકારપ્રકાશ, શ્રાવ્યકાવ્ય, રણપિંગળ 1,2,3 ; ફારસી કવિતારચના અને રુબાઇ, ડિંગલ અથવા મારવાડી ગીતરચના;
- અનુવાદ: હિતોપદેશ, નાટ્યકથારસ , લેમ્બ્સ ટેઇલ્સ ફ્રોમ શેક્સપિયર, અન્ય સાથે શેક્સપિયર કથા સંગ્રહ કથા સમાજ)
- ઇતિહાસ: કચ્છ દેશનો ઇતિહાસ
- પ્રકીર્ણ: સંતોષસુરતરુ, અરોગતાસૂચક, કુળ વિશે નિબંધ, પાદશાહી રાજનીતિ, વિવિધોપદેશ
સન્માન
1915 – બ્રિટિશ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’નો ખિતાબ
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: નાટ્યકાર રણછોડભાઈ દવે « મધુસંચય
Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે « અનુપમા
I wonder if the birthplace of this pundit is Mahuva; I guess it should be Mahudha. Pl. check. Thanks.
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
જન્મ સ્થળ મહુવા ની જગ્યા એ મહુધા આવે