# “પ્રગટ ભયે નરનારાયણ શ્યામ બાજત બાજ અધિક બધાઇ,
ધર્મઋષિ કે ધામ….”
# આ તનરંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગે જી.
# – 1 – : – 2 –
# ભજનો ( સાંભળો)
__________________________________________
ઉપનામ
લાડુદાન, રંગદાસ, બ્રહ્માનંદ
જન્મ
અવસાન
કુટુમ્બ
- માતા – લાલુબા; પિતા – શંભુદાન ગઢવી
અભ્યાસ
કાર્યક્ષેત્ર
- સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ
જીવન ઝરમર
- રાજસ્થાનના શિરોહી રાજ્યમાં ચારણ કુટુંબમાં લાડુદાનજી તરીકે જન્મ
- શિરોહીના રાજવીએ તેમને ભૂજ મોકલી કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રનો અભ્ય્યસ કરાવ્યો
- 1804 – સ્વામી સહજાનંદજી સાથે મેળાપ.
- સ્વામી સહજાનંદની પ્રેરણાથી લાડુદાનજીએ સંન્યાસ લીધો. સ્વામી બ્રહ્માનંદ બન્યા.
- વડતાલનું વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિર સ્વામી બ્રહ્માનંદની દેખરેખમાં બંધાયું
- જૂનાગઢ અને મૂળીના સ્વામિનારાયણ મંદિરો પણ તેમંની નિશ્રામાં બંધાયાં.
- ગુજરાતી ભાષામાં 8000 જેટલા પદો તથા હિંદીમાં લાંબા કવિતોની રચના
મુખ્ય રચનાઓ
- કાવ્યરચનાઓ – પદો, ભજનો, કવિતો, આરતી, થાળ વગેરે
- અનુવાદ – શિક્ષાપત્રીનો ગુજરાતી પદ્ય-અનુવાદ
લાક્ષણિકતાઓ
- પ્રેમલક્ષણા ભક્તિ નાં પદો
- ભાષામાં હિંદી, ચારણી, કચ્છી અને તળપદી છટા
- ગરબી, થાળ, ભજન પ્રકારના પદો
- ઝૂલણા, કુંડળિયા, ચોપાઇ છંદ
Like this:
Like Loading...
Related
Pingback: આ તનરંગ પતંગ સરીખો- બ્રહ્માનંદ « કવિલોક / Kavilok
બ્રહ્માનંદ સ્વામી વિશે વધુ વિગત માટે જુવો http://www.vadtal.com/our-saints-3.html
સદૃગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના કિર્તનો
રાગ : ભૈરવી
પદ – 1 પ્રાત: થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને;
વારંવાર કરૂં છું વિનતિ, જગજીવન કર જોડીને … પ્રાત:
ઘર ઘરથી ગોવાળા આવ્યા, દર્શન કારણ દોડીને; આંગણિયે ઊભી વ્રજ અબળા, મહી વલોવા છોડીને … પ્રાત: બહુરૂપી દરવાજે બેઠા, શંકર નેજા ખોડીને; મુખડું જોવા આતુર મનમા, જોરે રાખ્યા ઓડીને … પ્રાત:
ભૈરવ રાગ ગુણીજન ગાવે, તાન મનોહર તોડીને;
બ્રહ્માનંદના નાથ વિહારી, ઉઠયા આળસ મોડીને … પ્રાત:
પદ – 2 રસિયોજી રાય આંગણ બેઠા, કોમળ દાતણ કરવાને; મખમલની ગાદી બહુમૂલી, પાટ ઉપર પાથરવાને …રસિયોજી
આછું જળ જમુનાનું આણ્યું, કંચન ઝારી ભરવાને; સોના કેરું પ્યાલું લાવ્યા, સુંદર આગે ધરવાને …રસિયોજી
દાસ મળ્યા સહુ દર્શન કારણ, જગને પાર ઉતરવાને; દાતણ કરતા હરિને નિરખ્યા, તે નાવે ભવ ફરવાને …રસિયોજી
મુખમંજન કીધું મનમોહન, હરિજનનાં મન હરવાને, બ્રહ્માનંદનો વહાલો ઉઠયા, સ્નાનવિધિ અનુસરવાને…રસિયોજી
[audio src="http://www.swaminarayan.nu/music/bhajan/kirtan47.mp3" /]
પદ – 3
બાજોઠ કનક તણે અવી બેઠા, નીર ગરમ હરિ નાહવાને; શ્વેત વસ્ત્ર પહેર્યું એક સુંદર, ભૂધરજી ભીંજાવાને …બાજોઠ
અત્તર તેલ ફુલેલ અનુપમ, મર્દન કરવા માવાને; અંગ ચોળે ઢોળે જળ ઉપર, રસિયોજી રીઝાવાને …બાજોઠ
સ્નાન કરી ઉઠયા શામળિયો, પ્રેમીજન લલચાવાને; લલિત નવીન તૈયાર કરી લાવ્યા, પીતાંબર પહેરવાને…બાજોઠ
રત્નજડિત શુભ પાટ મનોહર, ગાદી નવલ બિછવાને; બ્રહ્માનંદના નાથને આવ્યા, ભોજન કાજ બોલાવાને …બાજોઠ
પદ – 4 જમો જમોને માર જીવન જુગતે, ભોજનીઆં રસ ભરીયાં રે, પાક શાક તમ સારું પ્રીતમ, કોડે કોડે કરીયાં રે …જમો ગળીયાં તળીયાં તાજાં તાતાં, કનકથાળમાં ધરિયાં રે; આરોગો મારા નાથ અલૌકિક, ઘૃત ઝાઝા ઘેબરીયા રે …જમો કઢી વડી કારેલા કાજુ, રાઈ તણાં દહીંથરીયાં રે; જોઈએ તો ઉપરથી લેજો, મીઠું જીરું મરીયાં રે …જમો
બ્રહ્માનંદના નાથ શિરાવ્યા, દૂધ ભાત સાકરિયા રે; ચળુ કર્યું હરી તૃપ્ત થઈને, નિરખી લોચન ઠરિયાં રે …જમો
http://www.gujaratsamachar.com/gsa/20070118/guj/supplement/d7.html
How can I listen Bhajans?
Dear Site Owner,
I am very happy to see the Great Saint Brahmanand Swami in the category of Bhakto/Santo…
Swaminarayan Sampraday na ghana badha pramhanso jeva ke Muktanand Swami,Premanand Swami, Nishkulanand Swami,Akhandanand Swami, Mukundanad Swami vagere santo e bhagwan shri swaminarayan ne uddeshi ne kareli rachana o no tame samavesh karsho to mane atyadhik aanand thashe…
very much appreciable efforts…thanks for providing such information…
Pingback: દેવાનંદ સ્વામી, Devanand Swami « ગુજરાતી પ્રતિભા પરિચય
khub anand thyo jo temnu jivan chritra nosmavesh kro to ati anand thse
Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Plz upload swami bramhmananda s all chhand duha… rasaashtak .
In gujarati..