ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,882,335 વાચકો
Join 1,408 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
pragnaju પર મૂળશંકર ભટ્ટ, Mulashankar… | |
JOHNSON પર જોસેફ મેકવાન, Joseph Macw… | |
જીતેન્દ્ર પંડ્યા વડો… પર સુંદરમ્, Sundaram | |
Hasmukh M Parghi પર હંસા દવે, Hansa Dave | |
અનોપસિંહ ભાવસિંહ ઝાલ… પર સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutir… | |
અનોપસિંહ ભાવસિંહ ઝાલ… પર સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutir… | |
સલીમ કારભારી પર મસ્ત હબીબ,સારોદી, Mast Habib… | |
yogeshochudgar પર મળવા જેવા માણસ – સુધીર ગા… | |
shivani patel પર ગાંધીજી, Gandhiji |
Pingback: અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય
SAROJ PATHAK VISHE MAHITY MEDVINE AANAND THAYO.VADHU MAHITY MADASHE TEVY AASHA RAKHU CHHU. (soniya thakkar-Bharuch)
i need photo of saroj pathak if u hv plz send me
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
રાષ્ટ્રીય કળા કેન્દ્ર ધ્વારા સરોજ પાઠક ને શ્રદ્ધાંજલિ અપાઈ …
૧૬ મી એપ્રિલ એ પ્રતિ વર્ષ સ્વ.સરોજ પાઠકને યાદ કરવાનો ઉપક્રમ રાષ્ટ્રીય કળા કેન્દ્ર જાળવે છે.આ વર્ષે સરોજ બેન ની વાર્તા નો આસ્વાદ કરાવ્યો જનકનાયક અને સંધ્યા બેન ભટ્ટે.કાર્યક્રમ ની શરૂઆત શ્રી રૂપીન પચીગર ના આવકાર પ્રવચન થી..તેમણે સરોજ બેન ને રાષ્ટ્રીય કલાકેન્દ્ર ના આદ્ય સ્થાપક જણાવી તેમણે લાઇવ વાયર ગણાવ્યા હતા.તેઓ બહુમુખી પ્રતિભા હતા.તેમની વાર્તામાં જીવન નું પ્રતિબિંબ ઝીલતું હોઈ તેમ જણાવ્યું હતું.
જનક નાયકે “અવેઈટીંગ ટ્રીન ટ્રીન” નોરસાસ્વાદ કરાવતા જણાવ્યું હતું કે મનની વાતો વધારે આવે તેમની આ વાર્તામાં સુક્ષ્મ સંવેદનો છે.તેમની વાર્તામાં ત્રિપરિમાણ જવા મળે છે.અતીત ને યાદ કરીને વર્તમાન માં રહી.અતીત માં નાયક જીવે છે તેનું સુંદર આલેખન છે.
પ્રા.સંધ્યા બેન ભટ્ટે ૧૯૬૬માં પ્રગટ થયેલી વાર્તા જે વિરાટ ટપકું માંથી લીધેલી “દુષ્ચક્ર”નો આસ્વાદ કરતા જણાવ્યું કે સરોજ બેન સમય થી આગળ હતા.સ્વયં સ્ફુરિત લખતા.આસપાસ ના જગતથી સ્પંદિત થઇ આ વાર્તા લખી છે.તેમાં વીરજી દરજી ની લાગણી નું સુક્ષ્મ આલેખન સુંદર રીતે કર્યું છે.સુંદર શિલ્પ ની જેમ વાર્તા ઘડે છે.તેમણે તાત્વિક ફિલોસોફીકલ ટચ વાળી વાર્તા નો રસસ્વાદકરાવ્યો..
સમારંભ ના પ્રમુખશ્રી રમણ પાઠકે જણાવ્યું હતું કે નખશીખ કલાનો દેહ એટલે સરોજ પાઠક.રાષ્ટ્રીય કળા કેન્દ્ર પ્રત્યે ના તેમના પ્રદાન ને બિરદાવ્યું હતું.તેમના પુસ્તક “અતીત ના આઈના” ની વાતો સરોજબેન સાથે વિતાવેલ ક્ષ ણો ને યાદ કરી હતી.સાહિત્ય જગતે સરોજ બેનની જે કદર કરવી જોઈએ તે કરી નથી તેનો વસવસો પણ વ્યક્ત કર્યો હતો.
વૈભવી બેદીએ મેહુલ શર્માના દિગ્દર્શન માં સરોજબેન ની વાર્તા “અંતરિયાળ આવ જા” ની એકોક્તી પણ ભજવી હતી.દિલીપ ઘાસવાલા એ આભાર વિધિ કરી હતી.યામિની બેને સંચાલન કર્યું હતું.
પાઠક સરોજ રમણલાલ/ ઉદ્દેશી સરોજ નારણદાસ, ‘વાચા’ (૧-૬-૧૯૨૯, ૧૬-૪-૧૯૮૯) : વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર. જન્મ કચ્છ જિલ્લાના ઝેખઉમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૫૬-૫૭માં આકાશવાણી સાથે સંલગ્ન. ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઈન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન. ૧૯૬૪ થી બારડોલીની કૉલેજમાં અધ્યાપક. બારડોલીમાં અવસાન.
આધુનિક વાર્તારીતિનો કસબ ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાને અતિક્રમી ક્યારેક સંવેદનશીલ અભિવ્યક્તિમાં સિદ્ધિ મેળવી શક્યો હોય એવી નોંધપાત્ર વાર્તાઓ એમના ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ (૧૯૫૯), ‘મારો અસબાબ મારો રાગ’ (૧૯૬૬), ‘વિરાટ ટપકું’ (૧૯૬૬), ‘તથાસ્તુ’ (૧૯૭૨) વગેરે વાર્તાસંગ્રહોમાં સંચિત થઈ છે. ‘નાઈંટમેર’ (૧૯૬૯) નવલકથા આસ્તિત્વની સમસ્યાને વિશિષ્ટ નિરૂપણરીતિથી દ્યોતક બનાવે છે. ‘નિઃશેષ’ (૧૯૭૯) અને ‘પ્રિય પુનમ’ (૧૯૮૦) પણ એમની નવલકથાઓ છે. ‘સાંસારિક’ (૧૯૬૭) અને ‘અર્વાચીન’ (૧૯૭૫) એમના નિબંધસંગ્રહો છે. ‘પ્રતિપદા’ (૧૯૬૨) એમનો અનુવાદ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિરાટ ટપકું (૧૯૬૬): સરોજ પાઠકની બાવીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાતી સભાન બન્યા વગર મનોચેતનાના અંશોને વાર્તાના અભ્યન્તરમાં ભેળવતી એમની કેટલીક વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ન કૌંસમાં ન કૌંસ બહાર’ એનું અહીં ઉત્તમ ઉદાહરણ છે. ઉપરાંત, ‘વિરાટ ટપકું’, ‘સ્વયંવર’, ‘સંજીવની’ જેવી વાર્તાઓ પણ ઉલ્લેખનીય છે. કથાને માત્ર કહી જવામાં નહિ પરંતુ કથાને વાર્તાની કલાત્મક કક્ષાએ ઊંચકવામાં આ વાર્તાકાર સફળ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
નાટઈમેર (૧૯૬૯) : સરોજ પાઠકકૃત મનોવૈજ્ઞાનિક નવલકથા. પ્રિયતમ સાર્થને બદલે તેના મોટાભાઈ અનન્ય સાથે નિયતિનું લગ્ન થયેલું છે; એટલું જ નહિ એ ત્રણેને એક જ ઘરમાં રહેવાનું બને છે. આ પરિસ્થિતિના અનેક ઘટકો રચીને આ ત્રણે પાત્રોનાં મનોવિવર્તોનું સૂક્ષ્મતાથી અહીં આલેખન થયું છે. નિયતિને કેન્દ્રમાં રાખીને સાર્થ તથા અનન્ય તરફ એની ત્રિજ્યાઓ ખેંચાઈ છે, પરિણામે સાર્થ અને અનન્યની મનોવ્યાથાઓથી ને તાણથી પણ અવગત થવાય છે. વસ્તુનો નિર્વાહ સાદ્યંતપણે ચૈતસિક સ્તરેથી થયેલો હોઈ એમાં સ્થૂળ ઘટનાઓનું નિરૂપણ થયું નથી, છતાં આ પાત્રોના બાહ્યજગતમાં જે કંઈ બને છે તેને કુશળતાથી પાત્રોનાં સંવેદનો સાથે સાંકળવાનું બન્યું છે. સ્મૃતિસાહચર્ય, સ્વગતોક્તિ, મનોમંથન જેવી પ્રયુક્તિઓનો અહીં સૂઝપૂર્વક વિનિયોગ થયેલો છે અને ભાષાના વિવિધ સ્તરોનો પણ.
-ધીરેન્દ્ર મહેતા
સરોજ પાઠકની વાર્તાઓનું કરુણ ઘટનાતત્વ
સરોજબહેને છ દાયકાના અલ્પ આયુષ્યમાં ચાર દાયકા જેટલો સમય વાર્તા સર્જનને આપ્યો. તેમના વાર્તા સંગ્રહ વિરાટ ટપકુ, ભાવકો અને અભ્યાસીઓને સંતર્પકતાનો અનુભવ કરાવતી કૃતિઓ રહી છે.
સંગ્રહની પ્રથમ વાર્તા “નિયતિકૃત્ત નિયમરહિતા” સંતાનહિન વૃદ્ધ લાચાર દંપતી મુરલીધર અને સંતોષીના જીવનનું વેદનામય ચિત્ર આલેખે છે.
“ન કૌંશમાં ન કૌંશ બહાર” એવી જ બીજી સશક્ત વાર્તા છે. વાર્તાનાયિકા સૂચિના પાત્રને કેન્દ્રસ્થાને રાખી વાર્તાકારે માનવ મનના સંચલનો આબાદ પ્રગટ કર્યા છે.
……….આવવાનો છે………..થી વાર્તાનો આરંભ થાય છે. વ્યક્તિના હોઠ પર (કોંશ બહાર) અને મનની અંદર (કૌંશમાં) એમ બેવડા ધોરણે રચાતી વાર્તા સરસ રીતે આલેખાઈ છે. આવવાનો છે જે મહેમાન બનવાનો છે તે સૂચિનો ભૂતપૂર્વ પ્રેમી છે. જેણે શૂચિને પ્રેમ કરીને હવે છોડી દીધી છે એ ભૂતકાળ છે જ્યારે વર્તમાન તો એ છે કે જ્યારે દિવ્ય સાથે પરણીને ચાર છોકરાની માં તરીકે સુખી ગૃહસ્થ જીવન જીવતી ગૃહિણી શૂચિ એમ કરીને એને લાગણીનો ખાલીયો ભરવા પ્રયત્ન કર્યો છે.
સૌગંધ નખશિખ સુંદર રચના છે તેનો નાયક અને નાયિકા સંબલ અને પૂરબી બંનેના પહેલાના લગ્નજીવન ભિન્ન ભિન્ન કારણોસર સ્નેહ શૂન્ય બની ગયા છે. વાર્તામાં આવતો વળાંક સંબલના પાત્રને તો ગરિમા આપે જ છે જેનો શુદ્ધ પ્રેમ પામ્યો છે. તેની સાથે જેનો પૂરો સ્નેહ પામ્યો નથી તે સ્ત્રી સાથે લીધેલા સોગંધને પણ વ્યક્ત કરતા સંબલની નૈતિકતાનો રંગ આપણને જોવા મળે છે.
મારા ચરણ કમળમાં એટલે એકસ્ટસી નાયક મુખે રજૂ થતી વાર્તા છે આ વાર્તાની નાયિકા વિશે વાર્તા નાયક વિચારે છે કે રેશમા તેને કરોવ જોઈએ તેટોલ અને તેવો પ્રેમ કરતી નથી માટે નાયક શંકાગ્રસ્ત બની આઘાતોની પરંપરા અનુભવતો નાયિકા પ્રત્યેનો પ્રેમ ! તે “વેર” માં પલટાવ નાખવાનું નાયકને સુઝે છે.
ભગવાનનું લેસનનો ટીંગલું “હિસ્ટીરિયા”ની વાસંતી કે બબ્બુનો પ્રશ્નમાં બબ્બુની કરુણતાનું આલેખન હોય કે પછી “ભૂતળ એ જ હતું” માં નાયિકાને ગોઠવાયેલા લગ્નપ્રસંગ વખતે જે ચાહનાની અનુભૂતિ અતીતના સ્મરણોમાં કરુણતા વહે છે. “મૂંગા નકારનો હાહાકાર” માં સ્ત્રીના અંતરમાં ઊંડેથી ઉઠતા માતૃત્વના તીવ્ર ચીસની કથા છે.
નગરના માહોલમાં ઘડિયાળના કાંટે લટકીને જીંદગીને નરક જેવ બનાવીને પણ જીવતા પાત્રો અમૃત અને તારક દવેની વાત અનુક્રમે દુઃસ્વપ્ન અને અવેઈટીંગ… ટ્રી…ટ્રી… માં આલેખાઈ છે.
એક સરસ લેખ
http://niravrave.wordpress.com/2013/04/24/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A0%E0%AA%95-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82/
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: રમણ પાઠક Raman Pathak | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: રમણ પાઠક, Raman Pathak | ગુજરાતી પ્રતિભા પરિચય
Sarojben and Ramanbhai pathak spent some years in Rajpipla? Kindly furnish the details.
please reply to my inquiry
આપણા ગુજરાતી સર્જકોનાં અંગત જીવનના ઘણાં પાસાં જાણવા મળતાં નથી. હેમંતભાઈ! વિગત મળ્યે અત્રે જાણ કરીશ. આભાર.
સરોજ પાઠકની વાર્તા ‘મારો અસબાબ મારો રાગ’ હું શોધી રહ્યો છું. જો તમારી પાસે એ હોય તો તમે મને આપશો?
માફ કરશો, ધવલભાઈ! મારી જાણમાં નથી. પણ મિત્રોના સંપર્કથી પ્રયત્ન કરીશ. આભાર.
સરોજ પાઠક તથા ભગવતીકુમાર શર્મા ની નવલકથાઓમાં આધુનિક પ્રયુક્તિઓનો થયેલ વિનિયોગ બાબતે કોઇ પુસ્તક હોય અથવા લેખ હોય તો જણાવશો.