ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હસિત બૂચ, Hasit Buch


” મીટમાં મને ઓળખી જતું કોઇ જો એવું મળતું.
પાંખડી મારી ખૂલતી બધી, મન મારું મઘમઘતું.”

એક નિરંતર લગન; અમે રસ પાયા કરિયેં!
એકેબીજામાં મગન અમે બસ ગાયા કરિયેં !

 એક રચના 

__________________________________________

જન્મ

 • 26 – એપ્રિલ , 1921 ; જૂનાગઢ

અવસાન

 • 14 – મે, 1989 ; વડોદરા

કુટુમ્બ

 • પત્ની – જ્યોત્સ્ના ( અધ્યાપક, લેખિકા)   

અભ્યાસ

 • પ્રાથમિક, માધ્યમિક  – વડોદરા
 • 1942 – બી.એ. – મુંબાઇ
 • 1944 – એમ.એ. – મુંબાઇ

વ્યવસાય

 • 1946 – 71  ગુજરાતની વિવિધ કોલેજોમાં અધ્યાપક
 • 1971 – 80  ગુજરાત રાજ્યના ભાષા નિયામક 

જીવનઝરમર

 • રાજકોટની કોલેજમાં આચાર્ય
 • ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ કવિતાઓ રચેલી છે.
 • બાળગીતો પણ લખેલાં છે

મુખ્ય રચનાઓ

 • કવિતા –   બ્રહ્મઅતિથિ ( ન્હાનાલાલ વિશે) , રૂપનાં અમી, સૂરમંગલ, સાન્નિધ્ય, નિરંતર, તન્મય, અંતર્ગત, ગાંધીધ્વનિ   વિ.
 • બાળકાવ્યો – આગિયા ઝબૂકિયા, એનઘેન દીવાઘેન
 • નવલકથા –  ચલ અચલ, આભને છેડે ( હિન્દીમાં અનુવાદ પણ થયેલો છે) , મેઘના વિ.
 • વાર્તા –  આલંબન, તાણે વાણે, વાદળી ઝર્યા કરતી હતી
 • નાટક – શુભસ્ય શીઘ્રમ્ , નવાં નવાં નાટકો, કિશોરોનાં નાટકો ( એકાંકીઓ)
 • નિબંધ – વડોદરા આ વડોદરા
 • ચરિત્ર – સિધ્ધરાજ
 • સંશોધન/ વિવેચન – દલપતરામ : એક અધ્યયન , અન્વય, તદ્ ભાવ, ગ્રંથસ્થ વાંગ્મય સમીક્ષા, મીરાં, ક્ષણો ચિરંજીવી
 • અનુવાદ / સંપાદન – ધમ્મપદ, સિધ્ધહેમ, જાદવાસ્થળી, પ્રસાદ
 • અંગ્રેજી કવિતા – Window
 • હિ ન્દી કવિતા –  इषत्

લાક્ષણિકતાઓ

 •  શિષ્ટ અભિરૂચિ ધરાવનારા મૂલ્યનિષ્ઠ કવિ
 • ગીતોમાં વિશેષ રચનાઓ

સાભાર

 • ગૂર્જર કાવ્ય વૈભવ – અમૃતપર્વ યોજના
 • ગુજરાતી સાહિત્યકોશ ( અર્વાચીન કાળ )

8 responses to “હસિત બૂચ, Hasit Buch

 1. સુરેશ જાની માર્ચ 16, 2007 પર 5:55 એ એમ (am)

  1959 – 60 મારું કોલેજનું પહેલું જ વર્ષ. અમદાવાદની ગુજરાત કોલેજમાં વિજ્ઞાનનો વિદ્યાર્થી, પણ ભાષામાં અતિશય રસ .
  અમારા ગુજરાતીના પ્રાધ્યાપક મુરબ્બી શ્રી હસિતભાઇ
  આજે આટલા વર્ષે તેમની જીવનઝાંખી નેટ ઉપર મૂકી તે દિવસોનાં સંસ્મરણો વાગોળ્યાં.

 2. Pingback: 14 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

 3. Hasit Patel નવેમ્બર 22, 2012 પર 3:38 પી એમ(pm)

  my name is Hasit Patel.
  today i know about Hasit Buch.
  my father is teacher and he gave me name “Hasit” after read Hasit Buch’s book in 1990.
  i am happy for “who was that person my name took by my father”.
  thanx…to my father and Hasit Buch.

 4. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. minal ડિસેમ્બર 23, 2013 પર 6:22 એ એમ (am)

  Shri Hasitbhai Buch dwara “Granth Goshthi” naam thi sahitya sanstha ni sthapna thai ane e chhella 30 varsh thi aviratpane chale che. Darek mahina na Pehla ane Trija Shanivaare sanjhe 5 vagye, Sardar Bhavan, Vadodara.

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: