ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જોસેફ મેકવાન, Joseph Macwan


joseph_macwan.jpg‘પરીક્ષાઓમાં પ્રથમ નંબર લાવનાર જીવનના ક્ષેત્રમાં પ્રથમક્રમાંક નથી લઈ શકતા. ત્યાં તો સાચી નિષ્ઠા, પરિશ્રમ પ્રત્યેની શ્રદ્ધા અને ફરજ પ્રત્યેનો ઈમાનદારીભાવ અને પ્રેમ જ વિરાજતાં હોય છે. જીવનમાં સંતોષ સહિતનો આ શ્રમ, જિંદગીની પરમ ઉંચાઈ છે. આ પ્રકારની કેળવણી એ જ જીવનની સાચી કેળવણી છે. જે આ રીતે જીવ્યા એમણે જ જીવનને ખરી રીતે માણ્યું કહેવાય. ’

” જો તોકૌ કાંટા બુવૈ , તાહિ બોવ તૂ ફૂલ.”
તેમનું પ્રેરક અવતરણ

” જોસેફ આંગળિયાતને નહીં પણ આંગળિયાત જોસેફને ઉજાગર કરે છે.”
ઉમાશંકર જોશી

#   રચના :     એક બ્લોગ પર :    આંગળિયાત વિશે

# તેમના નિકટના સંબંધી શ્રી. જગદીશ ક્રિશ્ચિયનના બ્લોગ પર

__________________________________________

સમ્પર્ક ‘ચન્દ્રનિલય’ , ઝેવિયર્સ રોડ, આણંદ – 388 001  ફોન –  24486

જન્મ

 • 9 – ઓક્ટોબર, 1936 ; ત્રણોલ જિ. ખેડા
 • વતન – ઓડ તા. આણંદ

અવસાન

 • 28 માર્ચ-2010 ; અમદાવાદ

કુટુમ્બ

 • માતા – હીરાબેન ; પિતા – ઇગ્નાસ ( ડાહ્યાભાઇ )
 • પત્ની – રેગીના ( લગ્ન – 1955 ) ; સંતાનો – ચાર પુત્ર , ચાર પુત્રી

અભ્યાસ

 • એમ.એ. ; બી.એડ.

વ્યવસાય

 • અધ્યાપન

જીવનઝરમર

 • સર્વ પ્રથમ મૌલિક પ્રકાશન – ગેંગડીના ફૂલ
 • રચનાઓની પ્રેરણા – વ્યથામઢ્યો અતીત અને શોષિત સમાજ
 • ‘આંગળિયાત ‘ – ગુજરાતીની પ્રથમ દલિત  નવલકથા , જેનું અનેલ ભાષાઓમાં ભાષાંતર થયું છે.
 • ભવાટવિ, તીર્થ સલિલ, નદી નદીનાં વહેણ જેવી કટારોના લેખક

શોખ

 • શાસ્ત્રીય સંગીત, પ્રવાસ
 • હાર્મોનીયમ વગાડી શકે છે.

મુખ્ય રચનાઓ –   11

 • નવલકથા –  આંગળિયાત, મારી પરણેતર, લક્ષ્મણની અગ્નિપરીક્ષા,
 • વાર્તા –  વ્યથાનાં વીતક, વ્હાલનાં વલખાં

લાક્ષણિકતા

 • દલિત સમાજની જેવી બોલાય છે , તેવી જ બળૂકી અને તળપદ ભાષા
 • વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંત પાત્રો અને સામા છેડાના શાયલોક શેતાન શાં ચરિત્રોની સમ્મિશ્ર મિલાવટ
 • તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનક છે.

સન્માન

 • ગુજરાત સાહિત્ય અકદમીના ત્રણ પુરસ્કાર
 • 1985 – ગુજરાત સાહિત્ય પરિષદના બે પુરસ્કાર
 • 1987 – ક.મા.મુન્શી એવોર્ડ
 • 1989 – આંબેડકર એવોર્ડ
 • 1989 – સાહિત્ય અકાદમી , દિલ્હીનો પુરસ્કાર

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

16 responses to “જોસેફ મેકવાન, Joseph Macwan

 1. Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. parmar pravinkumar જાન્યુઆરી 5, 2008 પર 7:19 એ એમ (am)

  joseph saheb,tamari angliyat bahu gami,temay tame ms university ma avya te ganu gamyu.mari pan saheb tamara jevij aagvi katha chhe. hu pan ek angliyat chhu.

 3. Peter Jadav ઓગસ્ટ 6, 2009 પર 10:59 પી એમ(pm)

  He writes thru hisheart.He is agret orator of Hindi and Gujarati.

 4. himmat સપ્ટેમ્બર 29, 2009 પર 2:43 એ એમ (am)

  ક.મા. મુન્શી પછી મને સૌથી વધુ પ્રભાવિત જોસેફ મેકવાને કર્યો છે. આંગળીયાત, વહાલના વલખા, વ્યથાની વિતક, મારી ભિલ્લુ, મારી પરણેતર, લક્ષ્મણની અગ્નિપરિક્ષા… જોશ્યાની દરેક કૃતિ વાંચીને પછી હોસ્ટેલના રૂમનો દરવાજો બંધ કરીને ઘણુ રડ્યો છું. મારૂ હદય જગત એરણે ટિપાઈને વજ્જર જેવું બની જાય એ પહેલા આ પુસ્તકોએ મારા હદયને પિગાળીને નવો ઘાટ આપ્યો છે. જોસેફને વાંચ્યા પછી એમ ન થાય તો ધિક્ક છે તમારી જાતને.

 5. chand ફેબ્રુવારી 22, 2010 પર 3:49 એ એમ (am)

  tamene vachya pachhi tamaro divano thayo chhu dada.

 6. dhavalrajgeera માર્ચ 28, 2010 પર 7:25 એ એમ (am)

  WE LOST THE JOSEPH BY BODY.
  HIS WORK WILL STAY.
  PRAYER TO JISUS TO COMFORT HIM AND FAMILY HERE.

  RAJENDRA M.TRIVEDI, M.D.
  http://WWW.BPAINDIA.ORG

 7. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Macwan Augustin ઓગસ્ટ 2, 2019 પર 7:46 એ એમ (am)

  He has shown us their nearby character very closely. All character of Aangaliyat and Panna Bhabhi,Bhagat &shamli etc. Great author

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: