“ શબ્દોને મેં હીરાકણીની જેમ સેવ્યા છે, કદાચ તેનું અજવાળું મારી આંખોમાં ઘૂંટાઇને મારી સમગ્ર ચેતનાને આલોકિત કરતું હશે…..”
“ The real is silent, the acquired is talkative.” – Kahlil Gibran
– પ્રેરક અવતરણ
________________________________________________________________________
સમ્પર્ક – ‘ચિત્રકૂટ’ ગોકુળનગર , જૂનાગઢ
જન્મ
- 13 – મે , 1937 ; જેતપુર (કાઠી)
- મૂળ વતન – ખારચિયા ( વાંકના) જિ. જૂનાગઢ
કુટુમ્બ
- માતા – ધનબાઇ ; પિતા – જગાભાઇ
- પત્ની – મંજુલા ( લગ્ન – 1962); સંતાન – એક પુત્ર, એક પુત્રી
અભ્યાસ
- એસ.એસ.સી. , સાહિત્યરત્ન (સંસ્કૃત )
વ્યવસાય
- ગુજરાત રાજ્યના એસ.ટી. ખાતામાં કારકુનની નોકરી (નિવૃત્ત)
જીવનઝરમર
- પથમ મૌલિક કૃતિ – મોદીનું બીલ
- 1970-71 અમદાવાદના સંસ્કારકેન્દ્રમાં મોડર્ન આર્ટનું પ્રદર્શન જોઇ ચિત્રકામ કરવાની પ્રેરણા મળી.
- વૃંદાવન સોલંકી પાસેથી ચિત્રકામ માટે પ્રાથમિક જાણકારી મેળવી
- કોઇ જાતની તાલીમ વગર પોર્ટ્રેઇટ બનાવવામાં પ્રવીણતા મેળવી.
- 1980 – ‘અસ્તિત્વનાં રૂપો’ શિર્ષક સાથે મુંબાઇની જહાંગીર આર્ટ ગેલેરીમાં પહેલો વન મેન શો યોજ્યો.
- ત્યાર બાદ દિલ્હી, હૈદરાબાદ, અલ્હાબાદ વિ. શહેરોમાં પણ ચિત્ર પ્રદર્શનો યોજ્યા.
- 1985 – પેઇન્ટીન્ગ કરવાનો સુકાળ આવે તે પહેલાં ઝામરનો રોગ થયો અને દૃષ્ટિ ગઇ.
- 1986- સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં નવા લેખકો માટેના સત્રમાં કોઇએ ટીકા કરી કે ‘ તે તો હવે આંધળા થઇ ગયા, તે શું લખી શકવાના? ‘ આનાથી ચઢેલી ચાનકે આંખના ઓપરેશન પછી ‘ ફૂટપટ્ટીનું મેઝરમેન્ટ’ લઇને ‘ વાર્તાઓ લખવા માંડ્યા !
- આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
- જ્ઞાતિપત્રનું ત્રણ વર્ષ સંપાદન
શોખ
- ફોટોગ્રાફી, પેઇન્ટીંગ, શાસ્ત્રીય સંગીત સાંભળવાનો
રચનાઓ
- વાર્તાસંગ્રહ – પીછો
- લઘુ નવલ – ઇશ્વર
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય
હિંમતે મર્દા તો મદદે ખુદા
શબ્દોને મેં હીરાકણી ની જેમ સેવ્યા છે…
સુન્દર અભિવ્યક્તિ.
Pingback: 13 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય