” પ્રત્યેક સાચા સાહિત્યકારની સર્જનયાત્રા ઉપનિષદયાત્રા હોવી જોઈએ ! જ્યાં સુધી એ આવી ઉપનિષદયાત્રા છે ત્યાં સુધી જ એ સાહિત્યયાત્રા છે અન્યથા ઝાડ-પાન ઉછેરવાનું માળી કામ છે ! ”
” હવે તમે જ કહો કે, નરસિંહ મહેતાથી દિનકર જોશી સુધીના, પાચ સૈકાના, સેકડોબંધ સાક્ષર સર્જકોમાંથી તમને આ ક્ષણે કેટલા યાદ રહ્યા છે? ”
– ગુલાબદાસ બ્રોકર દિનકર જોશીને, જેના જવાબમાં તેઓ માંડ ત્રીસ ચાળીસના નામ ગણાવી શક્યા હતા અને પરસેવો વળી ગયો હતો !!
” જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહો એ જ સમાધિયોગ.”
– પ્રેરક અવતરણ
– બહુ ચર્ચિત નવલકથા – ‘ પ્રકાશના પડછાયા’ ના સર્જક **
# સર્જન કર્મ : દિવાળી એટલે : એક વાર્તા
__________________________________________
સમ્પર્ક 18, વિજયકુન્જ , બજાજ ક્રોસ રોડ , કાંદીવલી( પશ્ચિમ) , મુંબાઇ – 400 067
જન્મ
- 30 – જૂન, 1937 ; ભડી ભંડારિયા – જિ. ભાવનગર
- મૂળ વતન – નાગધણીબા જિ. ભાવનગર
કુટુમ્બ
- માતા – લીલાવતી; પિતા – મગનલાલ
- પત્ની – હંસા ( લગ્ન – 1963) ; સંતાનો – બે પુત્રો
અભ્યાસ
- પ્રાથમિક – મુંબઈ ; માધ્યમિક – ભાવનગર
- 1961 – બી.એ. (ઓનર્સ) – ઈતિહાસ અને રાજકારણ
વ્યવસાય
જાવનઝરમર
- ‘જગત આ અકસ્માતનું’ – તેમની પ્રથમ વાર્તા – જનસત્તામાં , જેના પ્રકાશનની ખબર તેમને ખૂમચાવાળાના પેકીંગથી ખબર પડી!
- ** ગાંધીજી અને હરિલાલ ગાંધીના સંબંધોના પર પ્રકાશ નાખતી કથા, જેના આધાર પર નાટ્કો લખાયેલા અને ભજવાયેલા છે.
- ગીતાના અઠંગ અભ્યાસી- આન્ધ્ર પ્રદેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના અલભ્ય શ્લોકો પોતાની પાસે હોવાના દાવને પડકાર્યો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો.
- આકાશવાણી પર અનેકવાર કાર્યક્રમો આપ્યા છે.

મુખ્ય રચનાઓ – 60 થી વધુ પુસ્તકો
- નવલકથા – દૂર દૂર આરો, જાણે અજાણે, તન ઝંખે મન રોય, મત્સ્યવેધ, અદીઠાં રૂપ ( અંધના જીવન આધારિત) , ** પ્રકાશનો પડછાયો , અગન પથારી, શ્યામ એક વાર આવો ને આંગણે, કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્ ,બરફની ચાદર, શેષ-અશેષ, આકાશનો એક ટૂકડો, ( નર્મદના જીવન પર આધારિત ) , કંકુના સૂરજ આથમ્યા ( મહાભારતના પાત્ર કર્ણના જીવન પર આધારિત ) , યક્ષપ્રશ્ન , ખેલો રે ખેલ ખુરશીના ( કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, આપણે ક્યાંક મળ્યા છીએ, 36 અપ 36 ડાઉન વિ.
- વાર્તાસંગ્રહો – તરફડાટ, અનરાધાર, એક વહેલી સવારનું સપનું, વનપ્રવેશ વિ.
- સંપાદન – યાદ( 1954 -1964 ના ગાળાની વાર્તાઓ )
- અનુવાદ – પંજાબી એકાંકી
- અંગ્રેજી – Glimpses Of Indian Culture
સન્માન
- ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો
- ગુજરાત સાહિત્ય પરિષદ – ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2
Like this:
Like Loading...
Related
દિનકર જોશીની મોહંમદ અલી ઝીણાના જીવન પર આધારીત પ્રતિનાયક નવલકથા પણ અહીં ઉલ્લેખનીય છે. ગુજરાતે પાકિસ્તાન અને ભારત બન્ને રાષ્ટ્રોના રાષ્ટ્રપિતા આપ્યા છે. સંદેશમાં તે પ્રકાશીત થઈ ચુકી છે.
Pingback: અનુક્રમણિકા - દ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય
Residential add. is changed
Redentoial add. is changed
Dinkar Joshino Parichay ghano adhuro chhe. Aakho Parichaya melvine mukavo joiye. Amna 125 pustako pragat thai gaya chhe. Sarnamu pan badalai gayu chhe.
no any coments
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: શબ્દોનુંસર્જન
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય