ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મધુસુદન પારેખ, Madhusudan Parekh


પ્રેમનો માર્ગ એ જ ઉત્તમ માર્ગ છે.
પ્રેરક અવતરણ

શકરાભાઇથી શેક્ સ્પિયર સુધીની છલ્લાંગ – રાધેશ્યામ શર્મા

‘હું શાણી અને શકરાભાઇ’  – એક લેખ

_____________________________________________________________________

સમ્પર્ક     એ-3, લિંકન એપા. , મણિનગર, અમદાવાદ – 380 008

ઉપનામ

 • પ્રિયદર્શી, કીમિયાગર , વક્રદર્શી  

જન્મ

 • 14 – જુલાઇ, 1923 ; અમદાવાદ
 • મૂળ વતન – સુરત

કુટુમ્બ

 • માતા – જડાવબા ; પિતા – હીરાલાલ
 • પત્ની – કુસુમ ( લગ્ન – 1949) ; પુત્ર – અશોક (ડોક્ટર) , એક પુત્રી

અભ્યાસ

 • 1939 – અમદાવાદની પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાંથી મેટ્રિક
 • 1945 – બી.એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે) મુંબાઇ યુનિ.
 • 1952 – એમ.એ. ( ગુજરાતી અને સંસ્કૃત સાથે) , ગુજરાત યુનિ.
 • 1958 –  પી.એચ.ડી , ગુજરાત યુનિ.

વ્યવસાય

 • 1945 -55  ભારતી વિદ્યાલય , અમદાવાદમાં શિક્ષક
 • 1955- 1983 અધ્યાપક – એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ

 

જીવન ઝરમર

 • તેમના પિતા  પણ સાહિત્યકાર અને ગુજરાત વિદ્યાસભાના મંત્રી હતા. ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન અને લોકભોગ્ય બનાવવાના પ્રયત્નો એ તેમનું મોટું પ્રદાન હતું ; ‘ અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ‘ અને ‘ ગ્રંથ અને ગ્રંથકાર ‘ – નવ ભાગ તેમના વિશિષ્ટ સર્જનો
 • ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો’ વિષય ઉપર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયા
 • ‘હું, શાણી ને શકરાભાઇ’ નામની બહુજ જાણીતી અને મધ્યમ વર્ગના પરિવારોની જીવનકહાણીનું હાસ્ય ભરપૂર આલેખન કરતી , રવિવારીય કટારના લેખક
 • ‘કુમાર’ માસિકમાં ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ શ્રેણીના લેખક
 • પ્રથમ મૌલિક કૃતિ – નાટ્યકુસુમો
 • પહેલી કૃતિ ‘અખંડ આનંદ’માં પ્રસિધ્ધ થઇ હતી.
 • હાસ્ય લેખક વિનોદ ભટ્ટ તેમના વિદ્યાર્થી અને ચાહક
 • આકાશવાણી પર અનેક કાર્યક્રમો આપેલા છે.
 • 1961 થી –  સામાયિક ‘બુધ્ધિપ્રકાશ’ના તંત્રી
 • 1974 થી – ગુજરાત સાહિત્ય સભાના મંત્રી
 • 1983 થી –  નિવૃત્ત

મૂખ્ય રચનાઓ    – 25 પુસ્તકો

 • વાર્તા – હું, શાણી ને શકરાભાઇ’, સૂડી સોપારી, રવિવારની સવાર,હું, રાધા અને રાયજી, આપણે બધા, વિનોદાયન, પેથાભાઇ પુરાણ,  શેક્ સ્પિયરની નાટ્યકથાઓ, સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ,
 • નાટકો –  નાટ્યકુસુમો, પ્રિયદર્શીનાં પ્રહસનો
 • બાળસાહિત્ય – શામળ ભટ્ટની વાર્તાઓ, વૈતાલપચ્ચીસી, સિંહાસન બત્રીસી, બુધિયાનાં પરાક્રમો, અડવાનાં પરાક્રમો, મૂરખરાજ, ખાટી મીઠી વાતો ડાકુની દીકરી, બાર પૂતળીની વાતો
 • વિવેચન/ સંશોધન –   અંગ્રેજી સાહિત્યનું આચમન, આવિર્ભાવ, દલપતરામ, ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી, ક.મા.મુન્શી – સાહિત્ય જીવન અને પ્રતિભા , અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું
 • અનુવાદ – અમેરિકન સમાજ, હેંરી જેમ્સની વાર્તાઓ

સન્માન

 • કુમાર પારિતોષિક
 • જ્યોતીન્દ્ર દવે પારિતોષિક
 • ગુજરાત સરકારના પાંચ પુરસ્કાર

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

 

4 responses to “મધુસુદન પારેખ, Madhusudan Parekh

 1. સુરેશ જાની મે 15, 2007 પર 9:52 એ એમ (am)

  હું પણ પ્રોપ્રાયટરી હાઇસ્કુલનો વિદ્યાર્થી – 1959 માં એસ.એસ.સી.

 2. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: