ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હસુ યાજ્ઞિક, Hasu Yagnik


hasu_yagnik.jpg“ Music creates order out of chaos.” –  તેમનો જીવન મંત્ર
( વાયોલિનથી વાંગ્મય માં પ્રેરણા પામતા સાહિત્યકાર )

પ્રેરક અવતરણ
“ દરેક જીવ તારું પોતાનું અંગ છે એ વાત ક્યારેય ભૂલીશ નહીં.” – રામકૃષ્ણ પરમહંસ

_______________________________________________________________
સમ્પર્ક      3, શીતલ પ્લાઝા, રણછોડનગર પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ- 380 053

ઉપનામ

 •  ઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર !

જન્મ

 • 12 ફેબ્રુઆરી, 1939; રાજકોટ

કુટુમ્બ

 • માતા – પ્રસન્નબેન; પિતા – વ્રજલાલ
 • પત્ની – હસુમતી ( લગ્ન – 1965) ; સંતાન – બે

અભ્યાસ

 • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં 
 • 1960 – બી.એ.; 1962 – એમ.એ. ;  1972 – પી. એચ.ડી.
 • સંગીત વિશારદ

વ્યવસાય

 • 1963-82  સુરે ન્દ્રનગર, વિસનગર, અમદાવાદ અને જામનગરની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક  
 • 1982 –  ‘ ગુજરાત સાહિત્ય અકાદમી’ ના મહામાત્ર
 • હાલમાં તેના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંચાલક

જીવનઝરમર

 • ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂ અને સિંધી જાણે છે.
 • સર્વ પ્રથમ પકાશિત મૌલિક કૃતિ – દગ્ધા
 • પહેલી વાર્તા સામાયિક ‘ચાંદની’માં છપાઇ
 • ધાર્મિક વૃત્તિવાળા વ્યક્તિ
 • આકાશવાણી પર વાર્તાલાપ આપ્યા છે.
 • પુત્રીના લગ્ન તામિળ બ્રાહ્મણ સાથે કરાવ્યા.
 • ‘ચકચાર- એક જેલરની ડાયરી’ ના શિર્ષક હેઠળ,બી.કાશ્યપ ઉપનામથી  સત્યકથા ઉપરથી હિન્દીમાં લખેલ વાર્તાઓ બહુ પ્રસિધ્ધિ પામી હતી.
 • હરિવલ્લભ ભાયાણી સંપાદિત પારંપારિક ભક્તિગીતો ‘ હરિ વેણ વાય છે રે હો વનમાં’  માં સ્વરાંકન

શોખ

 • અત્તર, પાન મસાલાના શોખીન
 • વાયોલીન વાદન ( રોજ એક – દોઢ કલાક )

રચના

 • 37 પુસ્તકો ( નવલકથા, વાર્તા, સત્યઘટના, કથા સાહિત્યનું વિવેચન)
 • નવલકથા – હાઇવે પર એક રાત, દગ્ધા, બીજી સવારનો સૂરજ, નીરા કૌસાની
 • વાર્તા – ખજૂરો, અરધી ઇમારત, ધૂંધળી ક્ષિતીજની પાર, દીવાલ પાછળની દુનિયા* , એક જુબાનીમાંથી, પછીતના પથ્થરો
 • વિવેચન/ સંશોધન – મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્ય ( 700 વર્ષના સાહિત્યનો અભ્યાસ) , મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા, કામકથા, તિબેટની તંત્રસાધના, લોકવિદ્યા પરિચય
 • સહસંપાદન –  ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ  
 • સંગીત – સંગીત શાસ્ત્ર
 • અંગ્રેજી – Folklore of Gujarat

લાક્ષણિકતાઓ

 • પરંપરાગત પ્રકારોમાં સર્જન છતાં તદ્દન ચીલાચાલુ નથી.
 • ભેદભરમ, ઘટનાચક્રો, કુતૂહલ અને તરંગ, નક્કર વાસ્તવ અને કલ્પનાનું અજબ સમ્મિશ્રણ તેમના વ્યક્તિત્વનું અજબ ગજબ કોકટેલ રજુ કરે છે.

સન્માન

 • * ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Advertisements

13 responses to “હસુ યાજ્ઞિક, Hasu Yagnik

 1. Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. sneha January 1, 2009 at 9:53 am

  great information !!! needs a little correction.the date of birth is 12 feb 1938. and recent address is
  1,padmavati bungalow
  opp. bhavin school
  thaltej
  ahmedabad-380059
  gujarat
  india.
  i am dr.hasu yagnik ‘s granddaughter. (dikri ni dikri).

  • Ruchitinfushion મે 30, 2012 at 12:17 pm

   Hi sneha i want to buy book “Bansri Vadan “,So can you please give more details for where can i buy from mumbai or gujarat??

 3. Nimesh Patel June 13, 2011 at 2:03 am

  Dear Sir,

  This is Nimesh Patel. I would like to buy “Rag Darshan” book written by Hasu Yagnik. Please let me from where should I get it.

  Thanks & Regards,
  Nimesh Patel

 4. biren patel December 16, 2011 at 8:55 am

  i want gujarati loksahitya book by Hasubhai Yagnik.

 5. Govind Makwana August 5, 2012 at 7:39 am

  Dear Sir,
  I want to Contact Number of Sri. Hasu Yagnik

 6. rajesh patel November 18, 2012 at 7:31 am

  i want to raag darshan
  please give me your address or any book stall’s address..

 7. rajesh patel November 18, 2012 at 7:33 am

  i am a student of indian classical music.and i like indian classical music so much.
  so i want your book ( raag darshan ) please help me to find this book.

 8. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. vishal n patel August 1, 2013 at 4:16 am

  hasu yagnik sir great contrubution of gujrati lokshahitya. and i really proud of my self i was mphil work on hasu yagnik with gujrati folklore. really thanks to hasu yaniksir.-vishalpatel for vv nagar

  • ગોવિંદ મકવાણા August 1, 2013 at 5:46 am

   “ચિન્મય નાદબિંદુ” પુના તથા “અધરવેણુ” રાજકોટના
   સંયુક્ત ઉપક્રમે આયોજિત
   ત્રિ-દિવસીય
   “હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”
   તા. 23 થી 25 ઓગસ્ટ 2013, રાજકોટ

   પરમ આદરણીય,
   ડૉ. હસુ યાજ્ઞિક (સંગીતશાસ્ત્રી તથા લેખક)
   1, પદ્માવતી બંગલોઝ, ભાવિન સ્કુલ,
   મહાલક્ષ્મી ધામ, થલતેજ, અમદાવાદ-280 059

   વિષય: “બંસરી કાર્યશિબિર”માં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેવા સવિનય નિવેદન.

   સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં “બંસરીવાદન” પુસ્તક પ્રકાશિત કરનાર તથા સંગીત ક્ષેત્રને બહુમૂલ્ય સંશોધિત સાહિત્ય પ્રદાન કરનાર સંગીતશાસ્ત્રી તથા લેખક આપ ડૉ. હસુ યાજ્ઞિક સાહેબને “ચિન્મય નાદબિંદુ” પુના તથા “અધરવેણુ” રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય (તા. 23 થી 25 ઓગસ્ટ 2013) “હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”માં તજજ્ઞ તરીકે આમંત્રિત કરતા અમો હર્ષ તથા ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

   વિખ્યાત બંસરી ગુરુ પડિત હરિપ્રસાદ ચૌરસિયાનાં પ્રતિભાવંત પટ્ટશિષ્ય શ્રી હિમાંશુ નંદા આ કાર્યશિબિરનાં મુખ્ય તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની “મૈહર ઘરાના” શૈલીમાં બંસરી વાદ્ય તથા વાદનપ્રણાલીને લગતા તમામ પાસાઓ પર પ્રત્યક્ષ-અભ્યાસગત વિવરણ પૂરું પાડશે.

   આપ અમારા સવિનય નિવેદનને સહર્ષ સ્વીકારી રાજકોટ ખાતેની (કાર્યશિબિર સ્થળ વિષે આપ શ્રીને ટૂંક સમયમાં માહિતગાર કરવામાં આવશે) “હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”માં તા. 23 ઓગસ્ટ 2013 (શુક્રવાર), સાંજના 6:00 થી 7:30 દરમ્યાન “વાંસળીની વિકાસયાત્રા” વિષય પર આપના સંશોધાત્મક વિચારો વ્યક્ત કરી શિબિરાર્થીઓને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડશોજી.

   આભાર સહ,

   ગોવિંદ મકવાણા
   (“અધરવેણુ” પ્રતિનિધિ)
   રાજકોટ

 11. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: