વિધિ નિષેધો સામેનો વિદ્રોહ
અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ?
કામણ કોનાં થઇ ગયાં છે, ના સૂઝે રે કાજ.” – પ્રથમ કાવ્ય
“થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.”
“દદડતી રેતીમાં ડૂબી જવાની વાત ભૂલી જા
હલેસાં શોધનારાં વ્હાણ પાછાં આવવાનાં છે?”
પ્રેરક વાક્ય –
“ ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના
ઘર બળે તો તાપી જોવું જોઇએ.”
“કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.” – પોતાની રચના
# ટૂંક પરિચય
# રચનાઓનો અંગ્રેજીમાં અનુવાદ
# રચનાઓ – 1 – : – 2 – : – 3 –
– 4 – : – 5 – : – 6 – : – 7 –
# એક તસબી : એક ક્ષણિકા
_________________________________________________________________
સમ્પર્ક 16, જિતેન્દ્ર પાર્ક, શંકર આશ્રમ સામે, પાલડી, અમદાવાદ – 380 007
ઉપનામ
જન્મ
- 30- સપ્ટેમ્બર, 1939; વિજાપુર જિ. સાબરકાંઠા
અવસાન
- ૧૯ – માર્ચ, ૨૦૧૭ ; અમદાવાદ
કુટુમ્બ
- માતા-શશિકાન્તા ; પિતા– ચંદુલાલ
- પત્ની-1) લગ્ન – 1958 (કડી) ; 2) હંસા – 1977( અમદાવાદ); સંતાનો – ત્રણ
અભ્યાસ
- પ્રાથમિક શિક્ષણ – વિજાપુર; માધ્યમિક- ધોળકા, અમદાવાદ
- 1954 – મેટ્રિક
- 1958 – બી.એ. ( ગુજરાતી/ ઇતિહાસ) , ગુ.યુનિ.
- 1960 – એલ.એલ.બી., ગુ.યુનિ.
- 1961– એમ.એ. ( ગુજરાતી/ હિન્દી) , ગુ.યુનિ.
- 1968 – ગુજરાત વિદ્યાપીઠ, વિદ્યાવાચસ્પતિ ( પી.એચ.ડી.)
વ્યવસાય
- 1961-64 – કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન
- 1965- 75 – અમદાવાદમાં સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
- 1975- 77 – અમદાવાદમાં ઇસ્રો(ISRO)માં સ્ક્રીપ્ટરાઇટર
- 1977 થી – જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર
જીવનઝરમર
- પિતાના આઇ.એ.એસ. કરવાના આગ્રહને ઠુકરાવી ગુજરાતી શિક્ષક બનવાની હિમ્મત
- પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતાં ચંડીપાઠી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમનો ‘વસંત વિલાસ’ – સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો !
- જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ વહોર્યો.
- ‘રે’ મઠના મુખ્ય કવિ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ વિ. સહ મિત્રો
- ‘રે’ , કૃતિ, ઉન્મૂલન, ઓમિસિયસ ( હોટેલ પોએટ્સ ગ્રુપ) સામાયિકોના તંત્રી
- ‘આકંઠ સાબરમતી’ માં લાભશંકર ઠાકર સાથે નાટ્યપ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા.
- તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારો ના સર્જક
- અકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે
- વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે.
રચનાઓ – કુલ 52 પુસ્તકો
- કવિતા– વાતાયન, ઊર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ, બાહુક ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા , ઈનાયત, પર્વતને નામે પથ્થર
- નાટક – ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી), કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ
- નવલકથા– શૈલા મજમુદાર ( આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ ( વિશેષ જાણીતી કથા), પહેલા વરસાદનો છાંટો
- વાર્તાસંગ્રહ – ડાબી મૂઠી, જમણી મૂઠી( પદ્ય-સભર વાર્તાઓ)
- વિવેચન – મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ
- ચરિત્ર – કૃષ્ણલાલ શ્રીધરાણી
- સંપાદન – ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ
- અનુવાદ– વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)
લાક્ષણિકતાઓ
- આધુનિક અને પ્રયોગાત્મક કવિતાના અગ્રણી કવિ
- ગઝલમાં અવનવા પ્રયોગો છતાં ગઝલનું પોત જાળવ્યું છે.
- સાહિત્ય સર્જનમાં પણ અવનવા અને કદીક વિવાદાસ્પદ પ્રયોગો
સન્માન
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2
Like this:
Like Loading...
Related
ચિનુભાઇ 2005 ની સાલમાં ડલાસ ખાતેના અમારા ‘શોધ’ નામના ગુજરાતી કવિતા રસિકોના મંડળમાં કાવ્ય રસાસ્વાદ કરાવવા આવ્યા હતા અને ગઝલ સર્જન માટેની એક વર્કશોપ કરીને માર્ગ દર્શન પણ આપ્યું હતું.
Pingback: એક ક્ષણિકા - ચિનુ મોદી « કવિલોક / Kavilok
ગઇકાલે ચિનુ મોદીને જોયા! તે ગયા પછી ખબર પડી કે તેઓ ચિનુ મોદી હતા! પણ, સરસ પરિચય અહીં!!
Pingback: અનુક્રમણિકા - ચ « ગુજરાતી સારસ્વત પરિચય
એમને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો તે નીમીત્તે એક રચના –
http://webmehfil.com/?p=81
Shishnami Naman krun,ZukiZuki Salam krun.
Payelagi pranam krun,Yad juni,taji krun.
“Fin na Fuvara” zilya krun,
Swami narayan smaran krun.
“Matni hakl pdi” Akash vani yad krun.
Jage jo nam atalma, vli vli vndan krun.
To,
Reciever,
be in touch with me I was a student of Dr. Chnu Modi.in 1969-70.SWMISC
મારે ચિનુ મોદી સાહેબ ની “ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,થાકી જવા નુ કાયમ તલવાર તાણી તાણી” વળી ગઝલ જોઇએ છે… પ્લીઝ કોઇ આપો…davedhaval87@yahoo.com પર E-mail કરજો…
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
shri chinu modi sir mara marg-darshak 6e, amna kavya ma thi j prerna layi ne j aaje hu saro vakta bani sakyo 6u………..
Mehfil Group of Toronto (Canada) in association with Sbda Setu, Mississauga (canada), Hindi Shitya Sabha, Toronto (Canada) will felicitate Dr. Chinu Modi on Saturday, July 24th,10 at Toronto. A large number of crows is expected. More and more organisations/individuals are joining hands with mehfil Group who is leading in the matter.
Firoz Khan, president of Mehfil Group in a press release said that his organisation and Candians feel privileged and honoured to fecilitate such a towering personality of Gujarati literature. He further said that so far Ten organisations have come forward to make the felicitation a graand success. He will be felicitated at the hands of outgoing Indian Consul Shri. M.P.Singh at Toronto.
Mehfil Group of Toronto (Canada) in association with Sabda Setu, Mississauga (Canada), Hindi Sahitya Sabha, Toronto (Canada) will felicitate Dr. Chinu Modi on Saturday, July 24th,10 at Toronto. A large number of people, Gujaratis and non-Gujaratis are expected. More and more organisations/individuals are joining hands with Mehfil Group who is leading in the matter.
Firoz Khan, president of Mehfil Group in a press release said that his organisation and Canadians feel privileged and honoured to fecilitate such a towering personality of Gujarati literature. He further said that so far Ten organisations have come forward to make the felicitation a grand success. He will be felicitated at the hands of outgoing Indian Consul Shri. M.P.Singh at Toronto.
I am extremely lucky to meet Karnavati na Naagar personally that too on Guru Purnima day, July 25, 2010 at Shabdsetu Toronto, Canada. I got to hear Prof. Chinubhai personally reciting his own Gazal and a Natvar’s Valentine Day short story. It seems like a life time chance. He mentioned he is reluctant to take such long travels. Now I will have to make a point to take his darshan when I visit Amdavad.
એક સરસ પરિચય લેખ
http://gujaratisahityasangam.wordpress.com/2009/07/21/apana-kavi-ane-natyakar-dr-chinu-mod/
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર? gajab..
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
sir, chinu modi no janm vijapurma thayo hato. vijapur mahesana jillama chhe sabarkantha ma nai
mane temano sampurn parichay janavva vinanti please.
Please give me “TAPASIE”….please send me on devtrivedi2599@gmail.com
RIP great son of Gujarat Chinu Modi–and he donated his body–that is worth noting and imbibing
I had a pleasure of having a Bethak at my house few years ago with Sudhirbhai Dave, Dr Kiran Parekh and Dimple Garg etc . It was so nice to hear him that night and it is still fresh in my mind and of course he enjoyed the dishes made by Farida for the dinner, Gujarati Ghazal Duniya has lost a great lover and a wonderful poet and a teacher!
હ્યુસ્ટન વાસી શ્રી. નવિન બેન્કરના સરસ ઈમેલમાંથી – એમનાં સંસ્મરણો….
પંદરેક વર્ષ પહેલાં, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઈ હોલમાં, એક ગુજરાતી નાટક જોવા ગયેલો ત્યારે, આગળથી પાંચમી હરોળમાં, મારો નંબર હતો અને ચીનુભાઇ મારી આગળી હરોળમાં બેઠેલા. ત્યાં સુધી મારો તેમની સાથે કોઇ પરિચય નહોતો. ચીનુભાઇ સાથે, કોઇએ ગઝલના ઉલ્લેખ સાથે વાત કરવા માંડી ત્યારે, મેં એમની વાતમાં ઝુકાવ્યું.
જેમણે, ‘પત્થરો બહુ પોલા નીકળશે અને મિત્રો બહુ ભોળા નીકળશે’ એવા મતલબની કોઇ ગઝલ લખેલી છે એ જ ગઝલકાર ચીનુ મોદી તે આપ જ ?’- મેં પાછલી હરોળમાં બેઠાં બેઠાં, જ ટહૂકો કર્યો હતો.
ચીનુભાઈએ, ગરદન ઘુમાવીને પાછળ જોયું અને કહ્યું ‘તમને ગઝલનો એ શેર જ કેમ યાદ રહી ગયો ?’ મેં યથોચિત પ્રત્યુત્તર આપ્યો હતો.
એ અમારી પ્રથમ મુલાકાત અને પરિચય.
ત્યારપછી, એ અમારી ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે હ્યુસ્ટન આવેલા ત્યારે મેં એમનો ઇન્ટરવ્યૂ લીધેલો અને એ મુલાકાતનો અહેવાલ, ન્યૂયોર્કથી પ્રસિધ્ધ થતા એક જાણીતા ગુજરાતી વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ કરેલો. એ હતી અમારી બીજી મુલાકાત.
પછી તો, હ્યુસ્ટનની નવોદિત કવયિત્રી દેવિકા ધ્રુવ સાથે ચીનુભાઇની,ગઝલ અંગેના ફોન પરના વાર્તાલાપ અંગે મારે પણ તેમની સાથે વાત થતી.
બે વર્ષ પહેલાં, અમદાવાદના ગુજરાત યુનિવર્સીટી નજીકના કનોરિયા આર્ટ સેન્ટર ખાતે ત્રણ દિવસનો એક સાહિત્ય સમારંભ યોજાયેલો ત્યારે, પ્રિતી સેનગુપ્તા, રાજેશ વ્યાસ ‘મીસ્કીન’, શોભિત દેસાઇ સાથે ચીનુભાઇને પણ મળવાનું થયેલું.
મેં ચીનુભાઇને નમસ્કાર કરીને મારી ઓળખાણ આપેલી- ‘ હું નવીન બેન્કર- દેવિકા ધ્રુવનો ભાઈ’. ચીનુભાઇએ કહ્યું હતું-‘ નવીનભાઈ, તમારે દેવિકાબેનનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. મને યાદ છે હ્યુસ્ટનની મારી મુલાકાતનો અહેવાલ તમે લખેલો અને ફોટા પણ મારા પાલડીના નિવાસસ્થાને પોસ્ટથી મોકલી આપેલા.’. એ પછી તો તેમની સાથે ઘણી વાતો થયેલી અને હું, શોભિત દેસાઇ અને ચીનુભાઇ તેમની કારમાં, ટાઉનહોલ સામે,લક્કડીયા પુલના છેડે, ગલીમાં આવેલી કોઇ હોટલમાં, તેમની રૂમમાં ગયેલા. ત્યાં એ બન્ને ગઝલકારો ફ્રેશ થયા, ચાહ અને સેન્ડવીચનો ઓર્ડર આપ્યો અને થોડીવાર પછી અમે ત્રણે ય, પાછા સમ્મેલનમાં પહોંચી ગયા હતા.
અને… તેમની છેલ્લી મુલાકાત, આ વર્ષે જ, જાન્યુઆરિના એન્ડમાં કે ફેબ્રુઆરિની શરૂઆતમાં, ન્યૂયોર્કના કોઇ કવિના કાવ્યસંગ્રહ ‘ન્યુયોર્ક નામે નગર’ ના વિમોચન પ્રસંગે, ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન હોલમાં, આશીર્વચન આપવા તેઓશ્રી તેમની નાદુરસ્ત તબિયત હોવાં છતાં આવેલા અને સ્ટેજ પર, શ્રી. બળવંત જાની ની બાજુમાં બેઠેલા ત્યારે થઈ હતી.
‘ન્યુયોર્ક નામે નગર’ કાવ્યસંગ્રહ અંગે જાણીતા લેખક પ્રાધ્યાપક શ્રી. ધ્વનિલ પારેખે કાવ્યો અને કર્તા અંગે પ્રાસંગિક પ્રવચન કરેલું. પ્રોફેસર ઉષા ઉપાધ્યાયે, કવિના કાવ્યો વિશે શ્રોતાઓને સમજ આપી હતી.
ચીનુભાઇ તેમનું વક્તવ્ય લખીને લાવેલા અને તેમણે પોતાની નાદુરસ્ત તબિયતની વાત કરેલી અને પોતાનું વક્તવ્ય વાંચી સંભળાવ્યું હતું. પછી તરત જ, કોઇનો સહારો લઈને, સ્ટેજ પરથી વિદાય લીધી હતી અને બહાર, લોબીમાં,નોટીસબોર્ડ નજીક ખુરશીમાં બેઠા હતા. હું પણ ત્યાં પહોંચી ગયેલો અને અમે થોડીક વાતો કરી હતી.
અમે હ્યુસ્ટનના કવિઓએ બનાવેલા ‘મહાગ્રંથ’ અને છઠ્ઠી માર્ચના ‘ચિત્રલેખા’ માં છપાયેલા એના અહેવાલ અંગે ચર્ચા કરેલી ત્યારે થઈ હતી.
બસ… આ હતી અમારી આખરી મુલાકાત. હજુ તો બે મહિના જ થયા એ વાતને.
ચીનુભાઈ, પ્રભુ તમારા આત્માને પરમ શાંતિ અર્પે એ પ્રાર્થના કરવા સિવાય અમે બીજું કરી પણ શું શકીએ ?
ખુબ ખુબ આભાર, સુરેશભાઈ !
Chinu modi sir. Ni navalkatha (1)Seila majmudar (2) Bhav chakra… vise mahiti aapo please
Pingback: 1290 – વારતા ચિનુ-વિનુની… વિનોદ ભટ્ટ | વિનોદ વિહાર
Pingback: 1290 – વારતા ચિનુ-વિનુની… વિનોદ ભટ્ટ | વિનોદ વિહાર
ક્રુપા કરીને ચીનુ મોદી ના ઉત્તમ કાવ્ય ની ચોપડી નેટ પર પોસ્ટ કરો.
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય