ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હસમુખ પાઠક, Hasmukh Pathak


hasmukh_pathak.jpgછોડી શોધો તવ સૂરતનાં દર્શન તણી,
ધીરે હૈયે બેઠો, તવ મૂરતને સ્થાપી હૃદયે” 
– પ્રથમ રચના

“તારા રૂપને ઓળખું છું, નારાયણ,
તારા રૂપને ઓળખું છું,
નથી સમજતો તો તારામાં છુપાયેલા અરૂપને, નારાયણ.
નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું,
તેથી સાદ કરું છું, નારાયણ !…” 

“આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી-”
– અવિસ્મરણીય તારકપંક્તિઓ…

hasmukh_paathak_sign.jpg

ઉપરની એમની તારકપંક્તિઓ વિશે સુરેશ દલાલનું મંતવ્ય:
“આ મુક્તક તમામ ભાષાઓમાં કોતરાવીએ તો આપણા
રાજકારણીઓ ત્યાં (રાજઘાટ પર) ફૂલો ચડાવવાની અને
ફોટો પડાવવાની હિંમત નહીં કરે. (જોકે રાજકારણીઓ શું
કરશે કે શું નહીં કરે એ કોઈ નહીં કહીં શકે!)”

“ચરણ ધરિતે દિયો ગો આમારે,
નિયો ના નિયો ના સરાયે,
જીવનમરણ સુખદુ:ખ દિયે,
વક્ષે ધરિબ જડાયે.”
– રવિન્દ્રનાથ ટાગોરનું પ્રેરક ગીત

# રચનાઓ      –  1  –    :    –  2  –     :     –  3  –

__________________________________________

જન્મ

 • 12 – ફેબ્રુઆરી, 1930 ; (પાલીતાણા)

કુટુમ્બ 

 • માતા – દેવગૌરી નથુશંકર ભટ્ટ; પિતા – હરિભાઇ પાઠક (ભોળાદ)
 • પત્ની – સરલા નાનાભાઈ ભટ્ટ (1953, આંબલા-ભાવનગર); સંતાનો – બે દીકરા, એક દીકરી

અભ્યાસ

 • 1954 – બી.એસ.સી (ફિઝિક્સ-મેથ્સ), ગુજરાત કોલેજ, અમદાવાદ
 • 1955 – ડીપ્લોમા લાયબ્રેરી સાયન્સ, દિલ્હી યુનિ.
 • 1964 –  માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સ, દિલ્હી યુનિ.

વ્યવસાય

 • 1955- 66 અટીરા અને એમ.જે. લાયબ્રેરી , અમદાવાદમાં ગ્રંથપાલ
 • 1966-68  હેઇલ સિલાસી યુનિ. , એડીસબાબામાં ગ્રંથપાલ
 • 1970 થી – સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશીયલ રીસર્ચ, અમદાવાદમાં ગ્રંથપાલ

જીવનઝરમર

 • પ્રારંભકાળમાં મુખ્ય લેખકોનો પ્રભાવ: બોટાદકર, વર્ડઝવર્થ, કૉલરિજ, કાંત, પતીલ, નિરંજન, એલિયેટ, ઈ.ઈ. કમિંગ્સ, આર.એલ.સ્ટીવનસન, હાર્ડી, એડગર એલન પો.
 • પ્રિય ભારતીય લેખકો: ભાગવતકાર શ્રી શુકદેવ, કૃષ્ણ-કર્ણામૃત રચનાર શ્રી લીલાશુક અને ગુરૂદેવ રવીન્દ્રનાથ
 • ગમતા વિદેશી સર્જકો: જ્યૉર્જ બર્નાર્ડ શૉ, જેમ્સ જોયસ, એલિયાટ, સેમ્યુઅલ બેકેટ, હેમિંગ્વે
 • અન્વેષક ( અંગ્રેજી) અને માધુકરી સામાયિકોના તંત્રી
 • અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી ભાષાઓથી પરિચિત
 • સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ: ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલના મગેઝિન (1945-46)માં છપાયેલી ‘ખોજ’
 • સાહિત્યપ્રકારોમાં લેખન: વાર્તા, કૃતિનું રસદર્શન, અનુવાદ (કવિતા અને નાટક)
 • એમની કૃતિઓનું મૂલ્યાંકન કરનાર વિવેચકો: નિરંજન, ઉમાશંકર, મનસુખ સલ્લા
 • કિશોરવયમાં બીજાનાં ગીતોની તર્જ બાંધી ગાયાં છે.
 • નાનપણમાં તબલાં શીખેલાં

શોખ

 • સારસ્વતધર્મી હોવાથી એકેએક કળા તરફ સ્વાભાવિક રુચિ.
 • ચિત્રો, સંગીત ખૂબ ગમે
 • લોકસંગીત અને શાસ્ત્રીય બંને ખૂબ ગમે, ચારણી ગીતો, બાઉલ ગીતો, રવીન્દ્રસંગીત વધુ આહલાદક લાગે
 • ઘરમાં દાળ-શાકનાં વઘાર કરવાનો અને હાથે રાંધવાનો શોખ

મુખ્ય રચનાઓ

 • કવિતા – નમેલી સાંજ, સાયુજ્ય 
 • અનુવાદ – વસ્તુનું મૂળ અને બીજાં કાવ્યો – ચેક કવિ મોરોસ્લાફ હાલુબનાં કાવ્યોનો અનુવાદ, સારસીનો સ્નેહ – જાપાનીઝ નાટ્યકાર જુન્જી કિનોશિટાના નાટકનો  અનુવાદ
 • વાર્તા – મા દીકરો, રાત્રિ પછીનો દિવસ 
 • સંપાદન –  ‘જરનલ ઓફ લાયબ્રેરી સર્વિસ’નું સંપાદન દોઢ વર્ષ કરેલું

લાક્ષણિકતાઓ

 • કૌંસના ઉપયોગ દ્વારા બે સ્તરે ચાલતી ગતિ
 • માત્રામેળ છંદો પણ વાપર્યા છે.
 • અમુક રચનાઓ ગદ્યલયવાળી  

સન્માન

 • કવિ ન્હાનાલાલ પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

7 responses to “હસમુખ પાઠક, Hasmukh Pathak

 1. પંચમ મે 29, 2007 પર 8:15 એ એમ (am)

  હાલમાં એમનું સુંદર પુસ્તક વાંચું છું- તિબેટની તંત્રસાધના

 2. પંચમ મે 29, 2007 પર 8:16 એ એમ (am)

  Sorry – it of Hasu Yagnik not Hasmukh Pathak.

 3. Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય

 4. KIRIT સપ્ટેમ્બર 4, 2012 પર 3:03 એ એમ (am)

  PLZ FRND ANT GHADIYE AJAMIR KARINE KOI EMNU SAHITYA K KHAND 6 PLZ REPLY

 5. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: