ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

છગનભા, Chhaganbha


chhaganbha.jpgગુજરાતમાં કેળવણીની ક્રાંતિ કરનાર વિભૂતિ – ચાર ચોપડી ભણેલા માણસના કામમાંથી યુનિવર્સીટી બની.

” હું મારા દેશના લોકોને કહું છું કે, તમે ચેતજો અને પરમ કૃપાળુ પરમાત્માએ તમને બક્ષેલાં તન-મન-ધન કે જ્ઞાન, જે હોય તે પરમાર્થે વાપરશો તો ક્યારેય પસ્તાવું પડશે નહીં .

પ્રેરક સૂત્ર આગળ ધસો.
_________________________________________________________________________________

નામ

 • છગનલાલ પટેલ

જન્મ

 • 11- નવેમ્બર , 1863; સરઢવ જિ. મહેસાણા

અવસાન

 • 22 – ડીસેમ્બર , 1940; કડી

કુટુમ્બ

 • માતા– કૃષ્ણામા; પિતા – પીતાંબરદાસ

અભ્યાસ

 • લુણસાવાડામાં અઢાર વર્ષની ઉમ્મરે ગુજરાતી ચાર ચોપડી

વ્યવસાય

 • અમદાવાદમાં લાકડાની લાટીમાં કામ

 • પછી અમદાવાદમાં શરાફી પેઢીમાં અને પછી પોતાની લાટીમાં ધંધો

 • 1893 – ધંધો આટોપી વતનમાં ખેતી

જીવનઝરમર

 • આઠ વર્ષની ઉમ્મરે કામે અમદાવાદમાં કામે ચઢી ગયા

 • અઢાર વર્ષની ઉમ્મરે લાગ્યું કે ભણવું જોઇએ, તેથી માત્ર દસ  મહીનામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.

 • ખેતી સાથે ધાર્મિક અને જીવનપ્રેરક સાહિત્ય વાંચતાં આત્મકલ્યાણ માટે સન્યાસ લેવા કાશી ગયા, પણ ગુરુ સ્વામી કેશવાનંદે સમાજકલ્યાણ માટે કામ કરવાની સલાહ આપી, આથી પાછા ગામ આવ્યા

 • બાળલગ્ન અને મૃત્યુભોજન જેવા કુરિવાજો સામે ઝુંબેશ.

 • આ ઝુંબેશથી તેમને લાગ્યું કે, સમાજોધ્ધારનો સાચો માર્ગ કેળવણી છે.

 • પાટીદાર સમાજમાં કેળવણી માટેની ઝુંબેશ.

 • 1920 – નગીનભાઇ પટેલના સહકારથી 24 વિદ્યાર્થીઓ સાથે કડીમાં પહેલો ‘કડવા પાટીદાર વિદ્યાર્થી આશ્રમ’ શરુ થયો.

 • બીજા વર્ષે 40ની સંખ્યા થઇ પણ 18 અધવચથી છોડીને જતા રહ્યા! અત્યંત સંઘર્ષ અને મુસીબતો વેઠીને આટલા પણ વિદ્યાર્થીઓ ભેગા થઇ શક્યા હતા.

 • 1922 – પહેલા ધોરણથી મેટ્રિક સુધીના  52 વિદ્યાર્થીઓ થયા. અને ત્રણ ધોરણ સુધીનું ‘કડવા પાટીદાર વિદ્યાલય’ શરુ થયું.

 • 1923 – કડી રેલ્વે સ્ટેશન સામે નવ વીંઘા જમીન લેવામાં આવી.

 • જાણીતા સાહિત્યકાર પીતાંબર પટેલ તેમના વિદ્યાર્થી.

 • બહુ જ સરસ વક્તૃત્વશક્તિ હતી અને શિક્ષણના પ્રચાર સાથે ધાર્મિક શિક્ષણ પણ વણી લેતા.

 • 1929 – મહાત્મા ગાંધીએ આશ્રમની મુલાકાત લીધી હતી.

 • 1934 – કન્યા કેળવણી માટે કન્યાકુંજની શરુઆત.

 • તેમણે રોપેલા બીજમાંથી કડી સર્વ વિશ્વવિદ્યાલય રચાયુ છે, જેમાં ઉચ્ચ શિક્ષણ્માટેની સાત સંસ્થાઓ સ્થપાઇ છે અને 3000 વિદ્યાર્થીઓ તેમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આખી સંસ્થામાં 36,000ની સંખ્યા!  

પ્રદાન

 • કડી સર્વ વિદ્યાલય, કડી સર્વ વિશ્વવિદ્યાલય

તેમના જીવન વિશેનું પુસ્તક

 • ‘પ્રજ્ઞાદીપ છગનભા’ લેખક  – મોહનલાલ પટેલ

સાભાર

 • ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક

Advertisements

9 responses to “છગનભા, Chhaganbha

 1. Shah Pravinchandra Kasturchand મે 1, 2007 પર 5:53 એ એમ (am)

  હું પણ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ,કડીનો વિદ્યાર્થી છું
  છગનભા!
  કેટલું મોટું કામ!
  કેટલું મોટું નામ!

  અમારા વખતમાં [૧૯૫૦] અમે એમને છગનભા નહીં,
  પણ છગનબાપા તરીકે ઓળખતા.
  હવે નામમાં શું?
  ભા કે બાપા.

  એવા જણને તો આપણા કોટિ પ્રણામ!

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચન્દ

 2. Amit Patel ફેબ્રુવારી 2, 2009 પર 9:25 એ એમ (am)

  કડી સર્વ વિદ્યાલય
  Name is enough for his explaination.

 3. Vinod R. Patel ઓક્ટોબર 4, 2009 પર 11:22 એ એમ (am)

  I am an old student of Kadi Sarva Vidyalaya having passed SSC Exam. in March, 1955 from this reputed institution .People used to say NO STUDY WITHOUT KADI.Many proud students like me are spread over in USA having an excellant career and who always remember the basic lessons of life that were taught in this institution.

 4. bimal patel જુલાઇ 28, 2010 પર 6:04 એ એમ (am)

  i study for s.v in 2003 to 2009 and this periad is very educational, activitial,amazing.
  I LOVE SARVA VIDHYALAY

 5. kanti patel ફેબ્રુવારી 10, 2011 પર 5:12 પી એમ(pm)

  Serv vidyalay kadi ma Aashramma 1959 thi 1963 S.S.C pass thayo hou to tyana vatavaran ma rahine aabhyas karvathi nahito mara jevo thoth vidyarthi …..
  Pujya Nathabhai ne kem bhulay . Shree Mohanbhai kishorkunjma mari bajuni room ma raheta USA Gaya te pan mane yad chhe . ane S.S.C 1963 ma teo Aamara Principal hata. Chaturbhai sendo Darroj savare Visal vadadine PT karavta. Sangeet shikhavnar chaturbhai ne Dekhatu nahotu pan Prarthana karavva mane kaheta . Aaje pan badha yad aavo chho ? Kya chho ?

 6. pragnaju એપ્રિલ 8, 2011 પર 5:48 પી એમ(pm)

  આવા મુટ્ટી ઉંચા રત્નોનું સરસ દર્શન
  તેમનૂં પ્રેરક સૂત્ર – “ આગળ ધસો. ઘણું ગમ્યુ

 7. Pingback: અનુક્રમણિકા -છ « ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: