” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”
” મૂંગાં તે કેમ રહેવું? ”
” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”
” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.” – આવું પ્રામાણિકપણે લખી શકનાર !
પ્રેરક વાક્ય – ‘आत्मानम् विध्धि । ‘
# રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪
___________________________
સમ્પર્ક – 9-બી, પૂર્ણેશ્વર ફ્લેટ, ગુલબાઇ ટેકરા , અમદાવાદ – 380 015
ઉપનામ
- નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર
જન્મ
- 3 – ફેબ્રુઆરી,1938 – કાલોલ; જિ. પંચમહાલ
કુટુમ્બ
- માતા – સરસ્વતીબેન ; પિતા – ત્રિકમલાલ
- પત્ની – મુદ્રિકા ( લગ્ન – 1961 – ઠાસરા) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
- ‘ઉમાશંકર જોશી’ ઉપર નિબંધ લખી પી.એચ.ડી. થયા
- પ્રથમ રચના – ‘મૂંગા તે કેમ રહેવું?’ – કુમારમાં પ્રકાશિત
- પ્રથમ પ્રકાશિત પુસ્તક – ‘પવન રૂપેરી’ કાવ્ય સંગ્રહ
- આકાશવાણી અને ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે.
- યુ.કે. અને રશીયાનો પ્રવાસ
- ‘ ભાષા વિમર્શ’ નું બે વર્ષઅને ‘પરબ’ નું એક વર્ષ સંપાદન
- રઘુવીર ચૌધરી અને ભોળાભાઇ પટેલ ખાસ મિત્રો
શોખ
- ગાવાનો, કલાત્મક નમૂના બનાવવાનું
કૃતિઓ
- કવિતા – * પવન રૂપેરી, *ઊઘડતી દીવાલો, *ચાંદલિયાની ગાડી, પડઘાની પેલે પાર
- નાટક – *સ્વપ્નપિંજર
- નિબંધ – *નંદસામવેદી
- વિવેચન – *રામનારાયણ વિ. પાઠક, *કાવ્યપ્રત્યક્ષ અને * અર્થાન્તરન્યાસ
- વર્ણન (સ્મરણો) – + ધૂળમાંની પગલીઓ
- ચરિત્ર – ચહેરા ભીતર ચહેરા
- સંશોધન – ગુજરાતીમાં વિરામ ચિહ્ન
- અનુવાદ – પંડિત ભાતખંડે , મલયાલમ સાહિત્યની રૂપરેખા
- સંપાદન – સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ , બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, માતૃકાવ્યો, દામ્પત્ય-મંગલ
સન્માન
- + સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
- * ગુજરાત રાજ્યના પુરસ્કાર
સાભાર
- ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.
- ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
Congratulations;
પૂજ્ય ચંદ્રકાંતભાઈનું જાણીતું ગીત:
ઊંડું જોયું..
ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
જળમાં જોયું, ઝગમગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.
ચંદ્રકાંત શેઠ
અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર
સંપાદન: ચંદ્રકાન્ત શેઠ
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
Web: http://www.rrsheth.com
Pingback: સમજણ તે આપણા બેની - ચંદ્રકાન્ત શેઠ. « અમીઝરણું…
તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો ;
આ સમજણ ની રૂડી કડીઓ માણો….
http://amitpisavadiya.wordpress.com/2007/01/04/samjan-c-sheth/
અમીઝરણું…
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: શબ્દોનુંસર્જન
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય
શેઠ સાહેબ સાથે 2003 માં Ramona motel માં મુલાકાત થયેલી મારે એક નવલકથા નું નામ જાણવું છે અને તે માટે તેમનો contact no જોઈએ છીએ
તો આ બાબતે મદદ કરવા नम्र વિનંતી
પ્રવીણ પટેલ
कल