ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધીરેન્દ્ર મહેતા, Dhirendra Mehta


220px-Dhirendra_Mehta ગઢની રાંગે ચકરાવા લેતી સમડી – રાધેશ્યામ શર્મા

અમારા ઘરની સામે ગઢની રાંગ દેખાતી. બપોરના એકાંત સમયમાં હું એની ઉપર ચકરાવા લેતી સમડીઓને જોયા કરતો

…..  વિકલ્પ હોય તો પણ હું કંઇ મારું અપંગપણું દૂર કરવાનું માંગું નહિ. હવે એમ માનીને ચાલું છું કે, પગનો ઉપયોગ મર્યાદિત છે અને મારે એનું વળતર હાથ પાસેથી વાળવાનું છે. – એમની પ્રખ્યાત સ્વકથાનક વાર્તા ‘ચિહ્ન’ નો નાયક ઉદય

…..સર્જક તરીકે હું પોતે આ સંદર્ભમાં મારા સર્જનથી બહુ સંતુષ્ઠ નથી. માનવજીવન અને જગત વિશેનો મારો અનુભવ અને સમજણ અલ્પ છે. મારા સર્જનની આજના જીવતા મનુષ્ય સાથે નિસબત હોય એ મને ગમે, બલ્કે હું એમ ઇચ્છું.

પ્રેરક વાક્ય – Know how to  suffer  like a man.” – Earnest Hemingway

# રચના

#  તેમની સત્યકથા આધારિત નવલકથા છાવણીનું રસદર્શન

#  વિકીપિડિયા ઉપર

વેબ ગુર્જરી પર સરસ પરિચય લેખ 

___________________________________________________

સમ્પર્ક     – જીવનછાયા, પંડિત દીનદયાળ માર્ગ , ભુજ ( કચ્છ) – 370 001

જન્મ

  • 29 ઓગસ્ટ- 1944, અમદાવાદ

કુટુમ્બ

  • માતા – રમીલા; પિતા– પ્રીતમલાલ
  • પત્ની– નૂતન ( એમ.એ.), બી.એડ, લગ્ન – 1977, માંડવી- કચ્છ ) ;  દીકરીઓ – વેણુ, શાલ્મલી

અભ્યાસ 

  • એમ.એ. , પી.એએચ.ડી. (ગુજરાતી)
  • વિનીત , રાષ્ટ્રભાષારત્ન

વ્યવસાય

  • આર. આર. લાલન કોલેજ , ભુજ તથા અનુસ્નાતક કેન્દ્રમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યક્ષ

જીવનઝરમર

  • નાની ઉમ્મરે પોલીયોના કારણે બન્ને પગ  નિષ્ક્રીય

  • માતાએ બહુ પ્રેમથી તેમની ચાકરી કરેલી, માતા એક પત્રકારનાં પુત્રી અને દેશળજી, સ્નેહરશ્મિ, ઉમાશંકર જેવા સાહિત્યકારોનાં શિષ્યા

  • ‘નંદશંકરથી ઉમાશંકર તેમનો પી.એચ.ડી. માટેનો મહાનિબંધ

  • પહેલી કૃતિ ‘કુમાર’ માં પ્રકાશિત થઇ હતી

  • પ્રથમ મૌલિક પ્રકાશન – વલય ( નવલકથા)

  • ત્રણ ભાષાઓ ઉપરાંત સંસ્કૃત અને કચ્છી જાણે છે. 

  • આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે. ( કાવ્ય- વાર્તા વાંચન, નાટક લેખન અને અભિનય )

  • પ્રતિષ્ઠિત કૃતિઓ – ચિહ્ન, દિશાન્તર, આપણે લોકો, સમ્મુખ, ભુસકાની ઉજાણી ( બાળગીતો)

  • સાઇડકાર વાળું સ્કુટર ચલાવે છે.

શોખ

  • બાગાયત, પ્રવાસ, નાટક  

રચના – તેર પુસ્તકો

  • કવિતા 

  • વાર્તા– સમ્મુખ

  • નવલકથા– વલય, દિશાન્તર

  • વિવેચન– નિસબત

સન્માન

  • ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક – પાંચ વાર

  • ૨૦૧૧ – રણજિતરામ સુવર્ણચન્દ્રક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

6 responses to “ધીરેન્દ્ર મહેતા, Dhirendra Mehta

  1. Pingback: અનુક્રમણિકા - ધ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: