ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઊજમશી પરમાર, Ujamashi Parmar


પ્રેરક અવતરણ
“કમ ખાઓ ઔર ગમ ખાઓ”

“બુધસભામાં અધિકારથી ઘુસેલા માણસ” – રાધેશ્યામ શર્મા

__________________________________________________________

સમ્પર્ક         75, સમરથનગર, હાંસોલ, અમદાવાદ – 382 475

જન્મ

 • 23 – મે, 1944 ; લીમડી

કુટુમ્બ

 • માતા –સમુબહેન; પિતા – છગનલાલ
 • પત્ની – શારદા ( લગ્ન –1966) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી

અભ્યાસ

 • 1960 – એસ. એસ. સી.
 • 1964 – ડ્રોઈંગ ટીચર્સ સર્ટીફિકેટ કોર્સ

વ્યવસાય

 • 1985 –  સરકારી સ્થાપત્ય કચેરીમાં ટ્રેસર
 • પછીથી ગાંધીનગર ખાતે ડ્રાફ્ટસમેન

જીવન ઝરમર

 • અઢારેક વર્ષની યુવાન વયે વાર્તાલેખનની શરૂઆત.
 • ગુજરાતી સામયિકો ‘ચાંદની’ તથા ‘આરામ’માં વાર્તાઓ લખવી આરંભ કરી.
 • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – માનો પુનર્જન્મ.
 • કાવ્યક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે. ‘જેગવે દીધાં તન’ ગીત ‘કુમાર’માં પ્રસિદ્ધ થયું હતું.
 • આકાશવાણી પર નવલિકાઓ વિષે કાર્યક્રમો પ્રસારિત.

શોખ

 • ચિત્રકલા અને મ્યુરલ્સ

રચનાઓ

 • વાર્તાસંગ્રહો –  ઊંચી જાર નીચાં માનવી, ટેટ્રાપોડ

લાક્ષણિકતા

 • સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણનું ચિત્રણ

સન્માન

 • સંદેશ અને ગુજરાત સમાચારના પુરસ્કાર
 • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
 • ગુજરાત રાજ્ય સરકાર એવોર્ડ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

4 responses to “ઊજમશી પરમાર, Ujamashi Parmar

 1. Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. રૂપેન પટેલ સપ્ટેમ્બર 19, 2011 પર 10:16 એ એમ (am)

  હમણાં ૧૭-૯ -૨૦૧૧ના રોજ ગુજરાત સાહિત્ય પરિષદના એક કાર્યક્રમમાં જોગાનુજોગ શ્રી ઉજમશી પરમારને મળવાનું થયું . તેઓને મળીને તેમના વિશે અને તેમની રચનાઓ વિશે ઘણું તેમના મુખેથી જાણવા મળ્યું . તેમનું મનપસંદ ગીત જેગવે દીધાં તન સાંભળવા મળ્યું .

  • ranchhod v parmar જાન્યુઆરી 16, 2018 પર 7:12 એ એમ (am)

   હું ત્રણ-ચારવાર અધિવેશનમાં અને અન્ય પ્રવાસસ્થળોએ ઉજમશીભાઈ સાથે રહ્યો છું પણ મને “જેગવી દીધા તન” સાંભળવા મળ્યું નથી. બીજી વાતો બેસુમાર સાંભળી છે. હવે કશુંયે સાંભળવા મળશે નહીં તા-8/01/2018 ના રોજ તેમનું અવસાન થયું છે. કેવળ એમની વાતો યાદ આવ્યા કરશે.

 3. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: