< 28 – મે , 2006 >
અહીં પહેલી ટપાલ પ્રગટ કરી હતી. ‘ ફાધર વાલેસ ‘ ની જીવનઝાંખી આપીને. તે વખતના થોડાક શબ્દો …….
“…. પહેલો સર્જક પરિચય ફાધર વાલેસથી આપું છું. સ્પેનમાં જન્મેલી આ વિરલ વ્યક્તિએ માત્ર ગુજરાતી ભાષાને પોતીકી જ બનાવી નથી, પણ ભારતીય સંસ્કારોને ઘણા સારી રીતે સમજ્યા છે અને સમજાવ્યા છે. મારા જેવા ઘણાને યુવાનીમાં તેમના લેખોએ જીવનનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમને મારો આ બ્લોગ સાદર અર્પણ કરતાં મને અત્યંત આનંદ થાય છે.
— આ એક બહુ જ મોટું કાર્ય મેં ઉપાડ્યું છે. પણ આપણા સાહિત્યકારોને આપણે નેટ ઉપર સન્માનિત કરવા હોય અને તેમને માટે ગુજરાતી વાચકોને માહિતગાર કરવા હોય તો આ એક મદદગાર સ્થળ બની રહેશે તેવી મને આશા છે.”
હવે થોડુક આ પ્રવૃત્તિ કેમ હાથ ધરી તે વિશે. મને કવિતા વાંચવી ગમે. વાંચતાં હંમેશ એમ થાય કે, આ કવિને આવો વિચાર આવે છે અને મને કેમ નથી આવતો? ! વળી એમ પણ વિચાર આવે કે, આ લોકોનું જીવન કેવું હશે? મારી પાસે ‘ગુર્જર સાહિત્ય’ ની ચોપડીઓનો સેટ હતો.તેમાં દરેક ચોપડીની પાછળ તે લેખકની જીવનઝાંખી અહીં આપીએ છીએ તેવા જ લગભગ બીબામાં આપેલી હતી. ઇતિહાસ અને જીવનચરિત્રો વાંચવા આમે ય મને ગમે. તરત જ બીજો વિચાર આવ્યો કે આ બધાને વહેંચું તો? નવી નવી શરુ કરેલી બ્લોગીંગની પ્રવૃત્તિને કારણે આ વિચાર આવ્યો. અને તરત જ તેનું અમલીકરણ કર્યું. અને ફાધર વાલેસ મારા છાપે ચઢી ગયા !તેમની વેબ સાઇટ પરથી તેમનો સમ્પર્ક સાધ્યો અને તેમના ખુદના આશિર્વાદ પણ મને સાંપડ્યા.
આજથી સાત દિવસ પછી, એ ઘટનાને એક વર્ષ પૂરું થશે.
તે દિવસે હું એકલો આ કામ ખભે લઇને નીકળ્યો હતો. આજે અમે સાત જણ આ કામમાં યોગદાન આપી રહ્યા છીએ. આજની તારીખમાં 263 જીવનઝાંખી આ બ્લોગ પર આકાર લઇ ચૂકી છે. તમારા બધાના સહકાર અને પીઠબળ વગર આ શક્ય ન બન્યું હોત. અમે આપ સૌએ પાઠવેલા પ્રતિભાવોથી અભિભૂત છીએ અને આપના અંતઃકરણપૂર્વક ઋણી છીએ.
આ પ્રસંગને અનુરૂપ એક વિશિષ્ઠ સપ્તાહનું આયોજન અમે કર્યું છે. આજથી શરુ કરીને સાત દિવસ સુધી દરરોજ એક સ્ત્રી – સારસ્વતની જીવનઝાંખી અહીં આપવામાં આવશે. આજની જીવનઝાંખી અમારી તંત્રી ટોળીના સૌથી યુવાન ( એટલે કે સૌથી છેલ્લા જોડાયેલા મિત્ર) શ્રી જય ભટ્ટે આપેલી છે – સુરતના સમર્થ વાર્તાકાર બહેનશ્રી હિમાંશી શેલત ની ……
આજથી આઠમા દિવસે ગુજરાતી નેટ વાચકોને અમે થોડીક ખાસ આશ્ચ્રર્યકારી ભેટ આપીશું.
– અમીત પીસાવાડીયા, ઉર્મીસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત, જુગલકીશોર વ્યાસ, સુરેશ જાની, હરીશ દવે………
Like this:
Like Loading...
Related
Dear Sureshbhai
This is a very good idea.This way we will be able to know different good authers as I donot have much knowledge about them being a science student. Thanks for taking this gigantic work.
Sheela
વિચાર ગમ્યો,સપ્તાહને અંતે મળનારી સરપ્રાઈઝની
આતુરતાપૂવક રાહ જોઉં છું
waiting for the surprise sureshkaka… 🙂
DEAR BHAI SURESH,
YOUR LOVE AND WORK FOR GUJARATI WILL BE REACHING ALL OVER THE GLOBE WHERE GUJARATI IS LIVING AND LOVE TO READ GUJARATI.
WE WISH MANY MORE YEARS TO COME ON INTERNET FOR GUJARATI LOVERS AND SURFERS BY YOUR BLOG.
THE TRIVEDI PARIVAR
Sureshbhai…So you started this Blog site in MAY 2006…..Lots of informations collected …. continue the good work &wishing you the best>>>Dr. Chandravadan Mistry
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય