ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વર્ષા અડાલજા, Varsha Adalaja


varsha-adalaja.jpg“આજે મને પ્રશ્ન થાય છે: બા આ બધું ક્યાં શીખેલી? આ સંસ્કાર, આ કલારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું ?પતિ પત્નીના જીવનની પશ્વાદભૂ અને ઉછેર સાવ અલગ. બા કદી શાળાએ ગઇ નહોતી. ખોબા જેવા ગામડાની અત્યંત ગરીબ વિધવા માની ચાર-પાંચ દીકરીઓમાં ચોથો નંબર. જ્યારે પપ્પાજી – સ્વ. ગુણવંતરાય આચાર્ય – નીડર પત્રકાર. સ્વાતંત્ર્યસંગ્રામના સાહસિક લડવૈયા. ક્રાંન્તિકારી વિચારક. પણ બા કોઇ ઉંડી આંતરસુઝથી આ સાવ નવી દુનિયામાં તરસી ધરતીમાં જળ પેઠે શોષાઇ ગયેલી”

” એ બધાં સ્મરણો વાદળની જેમ છવાયેલાં જ રહે છે અને ગમે ત્યારે વરસી પડે છે.”
– સખા સમ પિતાની યાદમાં

” આ વિશાળ ભૂરા ઘુમ્મટની પેલે  પાર જો ઇશ્વર હોય તો એની એંધાણી મને કેમ મળતી નથી? …. અછડતો અણસાર, કે ઇશ્વર હજી છે….. તારી વેદનાનો અસ્થિકુંભ વહાવી દે નદીના પવિત્ર જળમાં. જ્યારે તું સંપૂર્ણ વીખરાઇ જઇશ ત્યારે અસ્તિત્વમાં આવીશ અને ત્યારે તારી પાસે કોઇ જ દુઃખ શેષ નહીં રહે. ”
– ‘અણસાર’ ની નાયિકા રૂપાની સ્વગતોક્તિ

પ્રેરક વાક્ય
” It is always morning somewhere in the world.”

# રચનાઓ   :   પોતાની માતા વિશે

__________________________________________  

જન્મ

 • એપ્રિલ – 10, 1940; મુંબાઇ
 • મૂળ વતન જામનગર

કુટુમ્બ

અભ્યાસ

 • 1960 – બી.એ ( ગુજરાતી, સંસ્કૃત)
 • 1962 – એમ. એ. (સમાજશાસ્ત્ર)
 • અભિનયનો ડીપ્લોમા

વ્યવસાય

 • 1961- 64  આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં પ્રવક્તા
 • 1975- 77  ‘ સુધા’ ના તંત્રી
 • સંપાદન , લેખન

જીવન ઝરમર

 • અગિયાર વર્ષની ઉમ્મરે ‘જાગતા રે’જો’  કોમેડી નાટકની નાયિકા તરીકે લટકાં મટકાં સાથે અભિનય કરી દાદ  મેળવી!
 • પિતાની ‘રંગમંચ’ સંસ્થામાં નાની ઉમ્મરે વૃધ્ધાનો ભાગ સફળતાથી ભજવ્યો.
 • મોટા થયા બાદ કાકાની શશી , મૃચ્છકટિક, ઝેર તો પીધાં જાણી જાણી, પૂર્ણિમા જેવાં લબ્ધ પ્રતિષ્ઠ લેખકોના નાટકોમાં મુખ્ય નાયિકાના ભાગ ભજવ્યા. પૂર્ણિમામાં કરુણ, પરાધીન નાચનારીની અદા જોઇ પિતા ગુ. આ. બેભાન થઇ ગયા અને તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો.   ‘
 • અગ્રેજી નાટકો Dolls’ House ,  Glass Managerie માં પણ મૂખ્ય પાત્રના ભાગ ભજવ્યા
 • પ્રવીણ જોશી જોડે ‘કૌમાર અસંભવમ્ ‘ માં પણ કામ કર્યું .
 • પત્રકારત્વ પણ કર્યું.
 • સખા જેવા પિતાના અવસાનથી ઘેરો આઘાત જે જીવનભર રહ્યો.
 • રેડીયો પર એનાઉન્સર તરીકે, વાર્તાલાપ આપવાનાં
 • ટી .વી. ઉપર ‘જ્યોતિ’ સિરિયલમાં પિતાના જીવન પર આધારિત ‘ કોરી કિતાબ’ એપીસોડની પટકથા લખી  હતી.
 • પિતાના લખેલા નાટક ‘અલ્લાબેલી’ માં અભિનય
 • થોડોક વખત ‘સુધા’ અને ‘ફેમીના’ નું સંપાદન પણ કર્યું.
 • ‘મુંબાઇ સમાચાર’ માં બ્યુટી કોલમ આપતાં હતાં
 • ‘દીદીની ડાયરી’ – બહુ જ લોક્પ્રિય કટારનાં લેખિકા
 • પહેલી પ્રકાશિત કૃતિ – ‘ શ્રાવણ તારાં સરવડાં’
 • તેમની શ્રેષ્ઠ કૃતિ ‘ હરિ મને આપો ને એકાદી એંધાણી’ – જેની છપાયેલી પુસ્તિકાના બળથી વડોદરા નજીકની રક્તપિત્તના દરદીઓ માટેની ‘શ્રમમંદિર’ સંસ્થાને દસ લાખ જેટલી રકમનાં દાન મળ્યાં .
 • પરિશ્રમને પ્રાધાન્ય આપતાં સર્જક
 •  ‘મારે પણ એક ઘર હોય’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’, ‘અણસાર’ કૃતિઓથી કીર્તિ મળી
 • બંદીવાન નવલકથાનું નાટ્ય રૂપાંતર ‘ આ  છે કારાગર’ તરીke કર્યું –  તેને ‘Theatre of  cruelty’    નું બિરુદ મળ્યું !

મુખ્ય રચનાઓ     –   25 પુસ્તકો

 • નવલકથાઓ – ગાંઠ છૂટ્યાની વેળા, શ્રાવણ તારાં સરવડાં, બંદીવાન, આતશ( વિયેટનામના યુધ્ધત્રસ્તોના અનુભવો આધારિત)
 • લઘુનવલ – મારે પણ એક ઘર હોય, રેતપંખી, ખરી પડેલો ટહૂકો, તિમિરના પડછાયા, એક પળની પરબ
 • રહસ્યકથા – પગલાં, પાંચ ને એક પાંચ, અવાજનો આકાર, છેવટનું છેવટ, પાછાં ફરતાં, નીલિમા મૃત્યુ પામી છે
 • વાર્તાસંગ્રહ – સાંજને ઉંબર, એ
 • નિબંધ – વાંસનો સૂર
 • અન્ય લઘુનવલો, રહસ્યકથાઓ, વાર્તાઓ વગેરે

લાક્ષણિકતાઓ

 •  નવલકથાને નાટકમાં રૂપાંતર કરવાનું ગમે.
 • ત્રસ્ત લોકોની મનોવેદનાને થીમ બનાવેલી ઘણી રચનાઓ
 • રહસ્યકથાઓમાં ‘પેરી મેસન’ નો પ્રભાવ

સન્માન

 • ગુજરાત સાહિત્ય પરિષદ નો પુરસ્કાર
 • ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
 • સોવિયેટ લેન્ડ પુરસ્કાર

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

9 responses to “વર્ષા અડાલજા, Varsha Adalaja

 1. Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: ઇલા આરબ મહેતા, Ila Arab Mehta | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. તરુણ શાહ માર્ચ 30, 2017 પર 5:37 એ એમ (am)

  આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા…ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા…….!
  ઠીક ત્યારે….. લ્યો રામ રામ…….. !
  પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને….. !

  આનંદ સાથે આપને જણાવવાનું કે “સાહિત્યસેતુ ડોટ કોમ” વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
  http://sahityasetu.com/
  સાહિત્યકારો માટેની આ એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.

  જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.

  અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે “સાહિત્યસેતુ ડોટ કોમ”. સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.

  http://sahityasetu.com/

  અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
  http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.

 9. દિનેશભાઇ ખાખરીઆ. જામનગર ઓક્ટોબર 26, 2022 પર 5:57 એ એમ (am)

  મારૂ નામ દિનેશભાઇ ખાખરીઆ રે. જામનગર. ઉમર 62 વષૅ
  હાલમાં જ મે આપનું પુસ્તક છેવટ નું છેવટ વાંચેલ અને આપના વિષે વધુ જાણવા ની ઇચ્છા થયેલ તેથી ગુગલ પર સર્ચ કરી અને આપના અન્ય પુસ્તકો વિશે માહિતી મેળવી આપના તમામ પુસ્તકો વાંચવા ની જિજ્ઞાસા જાગી છે જેથી આપના દરેક પુસ્તકો વાંચીશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: