ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મંજુ ઝવેરી, Manju Jhaveri


manju-jhaveri.jpg”માર્ક્સ્ થી ‘મહાત્મા’ સુધી શુભ્ર મોગરાની તીવ્ર મહેંક….. દેશવિદેશનાં સાહિત્યનો, ઇતિહાસનો, કળા-સંસ્કૃતિનો વિશિષ્ટ ગ્રંથ કે ગણનાપાત્ર સર્જક- વિચારકનો લેખ વાંચ્યો નથી કે મંજુબેનની ચેતના યથાદ્રષ્ટિ પ્રતિભાવ આપવા લેખિનીબધ્ધ થતી ચાલે…… અઘરા સંકુલ તાત્વિક પ્રશ્નો પણ એમના હાથે સુબોધ સરળ શુભ્ર મોગરાની સુગંધિત ભાષાશૈલીમાં રજૂ થાય.”
– રાધેશ્યામ શર્મા

પ્રેરક વાક્ય
‘ બધાં ઇષ્ટો અને અનિષ્ટો વચ્ચે મનમાં એક પણ વિચાર ન ઉદ્ ભવે.’

_______________________________________________________________________-

સમ્પર્ક      – 403, ‘ચેતના’ 142- 143, સાત બંગલા બસ ડેપો પાસે, અંધેરી, મુંબાઇ- 400 053

જન્મ

 • 30 – જાન્યુઆરી, 1926; મુંબાઇ

કુટુમ્બ

 • માતા – લીલીવતી; પિતા – વિઠ્ઠલભાઇ દેસાઇ
 • પતિહિમ્મત ઝવેરી પત્રકાર અને લેખક ( લગ્ન – 1958, મુંબાઇ) ; પુત્ર– અમિત, પુત્રી – સ્વ. સોનલ

અભ્યાસ

 • બી.એ.
 • ગ્રથાલયશાસ્ત્રનો ડિપ્લોમા

વ્યવસાય

 • ફાર્બસ ગુજરાત સભા ના ‘ ત્રૈમાસિક’ ના સંપાદિકા

જીવન ઝરમર

 • પ્રથમ મૌલિક કૃતિ – નીરખને,
 • 1942 ની ચળવળમાં એક માસની જેલ ભોગવેલી છે. તે વખતે માત્ર સોળ વર્ષના હોવાના કારણે જેલમાં જવાના અભરખાને સંતોષવા કોર્ટમાં પોતાની ઉમ્મર 18 વર્ષ બતાવેલી ! ( કોણ કહે છે, સ્ત્રીઓને ઉમ્મર ઓછી બતાવવાનું જ ગમે છે?! )
  આકાશવાણી પર એક વખત કાર્યક્રમ આપ્યો છે.
 • પતિના સહવાસે સમાજવાદ ( રામમનોહર લોહીયાના વિચારો) તરફ વધુ ઝોક, એક તબક્કે સામ્યવાદી પક્ષમાં પણ જોડાયેલા, પણ નિર્ભ્રાંત થતાં પાછા સમાજવાદી બન્યાં
 • તેમના લગ્ન બાદ હિમ્મતભાઇના મિત્ર, જ્યોર્જ ફર્નાન્ડીઝ તેમના ઘરમાં ઘણો વખત સાથે રહ્યા હતા.
 • દીકરીનો જીવલેણ અકસ્માત ( સ્કુટર શીખતાં ) – આઘાતજનક બનાવ
 • દીકરાના વાળ ઉતારવાના રિવાજને તીલાંજલિ આપી.
 • અક્રમ વિજ્ઞાની ’દાદા ભગવાન’ના વિચારોથી પ્રભાવિત
 • વર્ણાશ્રમ વ્યવસ્થામાં માનતા નથી. કોઇ બાધા, આખડી, માનતા, વ્રત માં વિશ્વાસ નથી.

શોખ

 • છબીકળાનાં પ્રદર્શનો જોવાનો
 • વૃક્ષો, ફૂલો

લાક્ષણિકતા

 • પ્રતિભાવાત્મક સંશ્લેશીય લેખો

રચનાઓ

 • નિબંધ – નીરખને, પ્રતિસાદ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન  

6 responses to “મંજુ ઝવેરી, Manju Jhaveri

 1. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. uday mazumdar જુલાઇ 30, 2009 પર 8:28 એ એમ (am)

  With profound grief I submit that Ms.Manju jhaveri passed away on 28.07.2009. It has been published in all major Gujarati dailys like Mumbai Samachar, Gujarat Samachar, Janmabhoomi in the Mumbai edition on 29.07.2009. Kindly update your website.

 3. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: