“ગરવી ગુજરાતની ‘ સંસ્કૃતિ ‘ …. કવિતા અને કરાટેની કૈસી યે સગાઇ! “
“કલ્ચર ક્વીનનો અધિવાસ્તવિક કૂદકો. ગુજરાતી ગીરા પર ત્રાટકેલી, મોટે ભાગે સરળ ગદ્યમાં કવિતા રચતી, જમ્પિંગ જેકી…. “
– રાધેશ્યામ શર્મા
“ લખવાનું ચાલુ રાખજે હોં, બેટા ! “
– ઉ. જોશી
પ્રેરક વાક્ય
‘બધું અનિત્ય છે. શાશ્વત નથી. આપણે તો માત્ર દ્રષ્ટાભાવ રાખવાનો છે.’
‘Tough times do not last, but tough people do.’
તેમના શબ્દો –
“માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું
માથા વગરના શરીરને લઇને.”
“ખોળામાં ભરેલાં બીજને
નાજુક હાથે વાવી દઉં છું
ઊગે છે ત્હેમાંથી
કવિતાનાં ગુલમહોર ક્યારેક. “
# રચનાઓ : – 1 – : – 2 –
# અંગ્રેજીમાં એક રચના
________________________________________________________________
સમ્પર્ક 2-સી, નાનક નિવાસ, વોર્ડન રોડ, મુંબાઇ- 400 026
જન્મ
- 10- ઓક્ટોબર , 1958; વડોદરા
કુટુમ્બ
- માતા – તારિણીબેન ; પિતા – સુધીર (બન્ને સાહિત્યકાર)
- પતિ – હજુ મીસ્ટર રાઇટ મળ્યા નથી (!)
અભ્યાસ
- એમ.એસ.સી.( આંકડાશાસ્ત્ર)
- એમ.બી.એ..( ફાઇનાન્સ)
- ડીપ્લોમા ઇન મેનેજમેન્ટ સ્ટડીઝ
- કોમ્પ્યુટરના 15 કોર્સ
વ્યવસાય
- જનરલ મેનેજર ( કોમ્પ્યુટર ડીપા.) – જાણીતી પબ્લીક લીમીટેડ કમ્પનીમાં
જીવનઝરમર
- બાળકમાં શક્તિ હોય, માબાપ પૈસેટકે સુખી હોય અને બાળકને સાચા સંસ્કાર આપે તો કઇ ઊંચાઇએ બાળક પહોંચી શકે તેનું જ્વલંત ઉદાહરણ એટલે ‘સંસ્કૃતિરાણી’
- આઠમે વર્ષે એક કાવ્ય પ્રસીધ્ધ થયું હતું.
- સાહિત્યમાં પ્રેરણા- પહેલાં પપ્પા અને પછી ઘણા સાહિત્યકાર કાકાઓ !
- ત્રણ ભાષા ઉપરાંત મરાઠી, બંગાળી, સંસ્કૃત અને રશિયન પણ જાણે છે.
- વૈજ્યંતીમાલા પાસે 13 વર્ષ ભરત નાટ્યમ્ શીખ્યાં
- પરવેઝ મિસ્ત્રી પાસે કરાટેની આઠ વર્ષની તાલીમ લીધી
- ચિત્રકળાની ઇન્ટરમિજિએટ પરીક્ષા પાસ અને હરીફાઇમાં ઘણાં ઇનામ જીત્યાં
- સ્વીમીંગ હરીફાઇમાં ઘણાં ઇનામો જીત્યાં છે.
- 1976-77 એલ્ફિન્સ્ટન કોલેજમાં સંસ્કૃત વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ!
- મહાન રશિયન કવયિત્રી ‘અન્ના અખ્યાતોવ’ ની કવિતા પર વ્યાખ્યાન આપેલું છે !
- શાસ્ત્રીય સંગીત શીખવાનું શરુ કરેલું, પણ સમયના અભાવે છોડી દીધેલું !
- કોમ્પ્યુટર ટેક્નોલોજીના આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં તજજ્ઞ તરીકે વ્યાખ્યાનો આપેલા છે.
- આકાશવાણી અને ટી.વી પર અનેક કાર્યક્રમો આપેલા છે.
- ’Pen International’ માં તેમના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ છપાયો છે અને તેનું પઠન પણ થયું છે.
- જાતે પાઠપૂજા પણ કરે છે ! ઇશ્વર પર પૂરો વિશ્વાસ છે.
- અલંકારો અને વસ્ત્રોની પસંદગી માટે સમય આપવો જરા ય ન ગમે !
શોખ
- નૃત્ય, ગાયન, તરવાનું, કરાટે, ચિત્ર
- બીજા ઘણા બધા પણ છે ( પ્લેન ઉડાડવાનો, હેન્ગ ગ્લાઇડીંગ, સ્કીઇંગ, વોટર સર્ફીંગ વિ. વિ. ) પણ સમયના અભાવે નથી કરી શકતાં. એક દિવસ એ પણ અમલમાં મૂકાશે !!
- કડક મીઠી ચા અને કલકત્તી પાન
રચનાઓ
સન્માન
- ફણીશ્વરનાથ રેણુ સાહિત્ય પુરસ્કાર
- ગુજરાતી સાહિત્ય પરિષદના બે એવોર્ડ
- તખ્તસિંહ પરમાર પારિતોષિક
- દિનકર શાહ કવિ ‘જય’ પારિતોષિક
- 1995 – ગીરા ગુર્જરી પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: એક કવિતા પૂરી કરું છું કે - સંસ્કૃતિરાણી દેસાઇ « કવિલોક (Kavilok)
Pingback: તારિણીબેન દેસાઇ, Tariniben Desai « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: સુધીર દેસાઈ, Sudhir Desai « ગુજરાતી સારસ્વત પરિચય
address is not correct. that is nanik niwas and pin code is 400036
આ સાઇટ જોઇને ઘણો આનંદ થયો. જેમ તારિણીબહેન દેસાઇ અને સંસ્કૃતિરાણી દેસાઇ માતા પુત્રી છે અને બંન્ને સાહિત્યકાર છે એમ માતા પુત્રી કે પિતા પુત્રી (જેમ ગુણવંતરાય આચાર્ય અને તેમની બંને દીકરીઓઅ) એમ બંને સાહિત્યકાર હોય એવાં નામો આપી શકશો ? પ્લીઝ..આભાર.
લતા જ. હિરાણી
lata.hirani55@gmail.com
Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય
આત્મવિશ્વાસની એક કવિતા…
http://readsetu.wordpress.com/2012/01/17/%E0%AA%95%E0%AB%8B%E0%AA%87-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: શબ્દોનુંસર્જન
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય
નમસ્તે 🙏 મારી સાથે ઇમેલ થી અથવા વ્હોટ્સ એપ થી સંપર્ક મા રહેશો તો આભારી રહીશ મોબાઇલ ફોન નં:-૬૩૫૩૩૨૪૬૩૯
સંપર્ક મા રહેશો તો આપનો આભારી રહીશ મારો શોખ સ્વીમીંગ, ડ્રોઇંગ, સંગીત, બ્રહ્મ વિધ્યા