ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

A – માધવ રામાનુજનું સાહિત્ય, Madhav Ramanuj


          માધવનાં ગીતો-કાવ્યો જુદા જુદા સ્તરના ભિન્નરુચિ ભાવકો બબ્બે દાયકાથી માણતા રહ્યા છે એ એક ઉલ્લેખનીય બાબત છે. માધવની ગીતરચનામાં એવું સત્વ છે, એવી કેટલીક સિદ્ધિ છે કે જેના કારણે હવે પછીની પેઢીઓ પણ એની અનેક ગીતરચનાઓ ઉલટથી માણશે ,  ગાશે ને પ્રમાણશે.

           ગુજરાતની પ્રશસ્ત ગીતપરંપરામાં – અને તેમાંયે સ્વાતંત્ર્યોત્તર ગાળાની પ્રિયકાન્ત મણિયાર, હરીન્દ્ર, સુરેશ દલાલ, પ્રદ્યુમ્ન તન્ના, રમેશ પારેખ, અનિલ જોષી, હરિકૃષ્ણ પાઠક વગેરેની રમણીય ગીતપરંપરામાં માધવની રચનાઓનો અવાજ પણ અત્રતત્ર સતત ગુંજરતો – ઘૂમરાતો રહ્યો છે.

—————————————————

                

પોતાને વિષે માધવ રામાનુજ :

          કશું થતું ન હોય એવા સમયમાં પણ ભીતરમાં તો લયની એક અખંડ રટણા-રમણા ચાલતી જ રહે છે. વળી થાય છે કે વિશ્વને પરસ્પર નજીક લાવી રહેલી વિજ્ઞાનયાત્રાના આ યુગમાં – આજની આ ક્ષણમાં આપણું કોઈ ટહુકાની રીતે   હોવું એ કેટલું મોટું સદ્ભાગ્ય છે ! આ બ્રહ્માંડથી અભિભૂત થવાનું મળ્યું એ પણ કાંઈ નાનીસૂની વાત તો નથી જ.. આ બ્રહ્માંડ આ સૃષ્ટિ – સેંકડો પ્રકાશવર્ષના અંતરે ઊભેલા તારાઓને પોતાનામાં સમાવતું વિસ્તીર્ણ આકાશ અને એ અનંત આકાશમાં-અવકાશમાં વહેતું અનંત મૌન…એ મૌનમાં તરતી-સરતી આપણી આ પૃથ્વી અને એ પૃથ્વી પર રમતારામની રીતે આપણું હોવું ….આ કંઈ ઓછી ધન્યતા છે ? આ ધરતીની ધૂળના સ્પર્ષનું સૌભાગ્ય…આસપાસ અનેકની આંખોમાંથી ઊભરાતું અઢળક સૌહાર્દ…ક્ષણક્ષણમાં કૉળી ઊઠતું અનંતના ઉત્સવનું અચરજ…અને એ બધાંની વચ્ચે નાજુકનમણી લજામણી કવિતાનું મૌનસભર સંવેદન…

આપણે હજુ એનો પૂરો મર્મ પામવાનો બાકી છે…

અને એથી હજુ આપણે આપણી આરપાર ક્યાંક પહોંચવાનું બાકી છે.

અને તેથી જ હજુ અપેક્ષા છે શેષયાત્રાને રોમાંચક અને રમણીય બનાવે એવા કોઈ અસલી ટહુકાની…

–કવિતાને સમજવાનો પ્રયત્ન એ, મૌનના એવા કોઈ ટહુકાને પામવાનો પ્રયત્ન પણ હોઈ શકે !

ક્ષરનું એકાન્ત’ની પ્રસ્તાવના માંથી )

—————————————————————–

તેમની કેટલીક પ્રતિનિધી રચનાઓ

ચીલા

આપણે તો સીમના ચીલા હતા

પંથ તેથી આપણો ખૂટ્યો નહીં;

એકસરખા અંતરે ચાલ્યા કર્યું,

સાથ તેથી આપણો છૂટ્યો નહીં !

—————————————-

હાઈકુ

ગલ સંગાથે

રમે માછલી એક;

સ્તબ્ધ પોયણાં.

———————————————————

વહાલાં

વેરી હતા તે ક્યારના પાછા વળી ગયા –

વહાલાં હજી ઊભાં છે મૂકીને ચિતામાં આગ !

8 responses to “A – માધવ રામાનુજનું સાહિત્ય, Madhav Ramanuj

  1. Pingback: માધવ રામાનુજ, Madhav Ramanuj « ગુજરાતી સારસ્વત પરિચય

  2. nirav સપ્ટેમ્બર 6, 2008 પર 5:37 એ એમ (am)

    a collection of poems of shri madhav ramanuj,
    edited by dr. chandrakant sheth

    published by Adarsh prakashan, 1760, gandhi road, Nr. Balahanuman
    ahmedabad – 380 001

  3. Nandu Patel from Kochrab ઓક્ટોબર 11, 2009 પર 3:30 પી એમ(pm)

    Shri Madhav bhai
    We heard about your sadly family tragedy and we are very sorrowful about it.
    May God give you strength to face the tragedy and family problem.

  4. Nandu Patel from Kochrab ઓક્ટોબર 11, 2009 પર 3:32 પી એમ(pm)

    Shri Madhav bhai
    My daughter´s e-mail address is chaitaly_patel@yahoo.de(germany)

  5. apurva g joshi ઓક્ટોબર 31, 2009 પર 8:14 એ એમ (am)

    pl give me a detail of chandravadan c.mehta (c.c.mehta) means his more description of his life

  6. manibhaip@yahoo.com ઓક્ટોબર 11, 2010 પર 1:39 એ એમ (am)

    Shodhyu ane jadyu !Madhav Sacha
    ane Sara kavi chhe j !..Abhar !

  7. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: