ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi


nhanalal.jpgઅસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઇ જા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા.

“ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ !

“મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી.
એક મટકું ન માર્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.”

આ વસન્ત ખીલે શતપાંદડી, હરિ! આવોને!
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવોને!

“હલકે હાથે તે નાથ! મહીંડા વલોવજો,
મહીંડાની રીત ન્હોય આવી રે લોલ.”

પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;

નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી
તથાપિ ઉર લે રસલ્હાવ, વ્હાલી !

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :

વધુ રચનાઓ: –  1 –  2 –  3 –  4 –  5 –  6 –  7  –

સાંભળો:અસત્યો માંહેથી –  ઝીણા ઝરમર વરસે મેહ

# ‘જયા અને જયંત’માંથી…

# તેમના સાહિત્ય વિશે એક સંકલન

_______________________________

ઉપનામ

 • ગુજરાતના મહાકવિ

જન્મ

 • માર્ચ 16, 1877 અમદાવાદ

અવસાન

 • જાન્યુઆરી 9, 1946 અમદાવાદ

કુટુમ્બ

અભ્યાસ

 • 1893– મેટ્રિક (અમદાવાદ)
 • 1899 – બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ
 • 1901– એમ.એ. –  ઇતિહાસ સાથે (પૂના, મુંબાઇ)

વ્યવસાય

 • 1902- 04– સાદરાની સ્કોટ કોલેજમાં અદ્યાપક
 • 1904- 18 રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપન.
 • થોડોક સમય રાજકોટ રાજ્યનાં મૂખ્ય ન્યાયાધીશ અને નાયબ દીવાન
 • 1918– કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી
 • ગાંધીજીની અસહકારની હાકલને માન આપી સરકારી નોકરી છોડી સદા માટે અમદાવાદ આવ્યા

જીવન ઝરમર

 • આ ઊર્મિકવિ કવિ દલપતરામનાં ચોથા પુત્ર જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ હતા
 • શાળાજીવનમાં અલ્લડ હતા, અને વૃધ્ધ દલપતરામ માટે માથાના દુખાવા સમ હતા , પણ મેટ્રીકના વર્ષમાં જીવનપલટો થયો.
 • 1920 – રોલેટ એક્ટ અને જલીયાંવાલા હત્યાકાંડથી વ્યથિત થઇ લાંબી રજા પર ઉતર્યા અને 1921 માં નોકરી છોડી
 • અભ્યાસક્રમની બીજી ભાષા – ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.
 • સરકારી શિક્ષણખાતામાં અધિકારી હતા, એ વખતે ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી (1921)
 • નોકરી છોડ્યા બાદ કાયમ માટે અમદાવાદ વસવાટ કરી ગુજરાતી સાહિત્યને ચરણે જીવન સમર્પિત કર્યુ
 • ગુજરાતના મહાન પ્રતિભાશાળી કવિ હતા
 • પ્રાચીન અને અર્વાચીન કવિતાઓનો એમનામાં સુભગ સુમેળ થયેલો હતો
 • ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક તરીકે લોકખ્યાત
 • પ્રચંડ મેધાવી હોવા છતાં સાવ સામાન્ય જીવન શૈલી
 • 1919માં એમણે ગાંધીજીનાં 50માં જન્મદિવસ પર એમનું અભિવાદન કરતું એક યાદગાર કાવ્ય લખેલું
 • છેવટના જીવનમાં ગાંધીજી સાથે તીવ્ર મતભેદ
 • એમના અને એમના પછીના કાળનાં ઘણા કવિઓ તેમની શૈલીનું અનુકરણ કરતા.  શ્રી અંબાલાલ પટેલની રચેલી  આવી એક સ્તુતિ અહીં વાંચો.

પ્રદાન

 • બાળકાવ્યો, ભજનો, પ્રસંગ કાવ્યો, કથા કાવ્યો, મહા કાવ્યો, નાટક, વાર્તા, નવલ કથા, ચરિત્ર, અનુવાદ, સંપાદન વિ. રોમાં વિલક્ષણ પ્રદાન

મૂખ્ય કૃતિઓ

 • કવિતા – ન્હાના ન્હાના રાસ (3 ભાગ), ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી
 • નાટ્ય કવિતા જયા અને જયંત, ઈન્દુકુમાર, વિશ્વગીતા, શાહેનશાહ અકબર, જહાંગીર-નૂરજહાન, મિથ્યાભિમાની
 • ચરિત્ર– કવિશ્વર દલપતરામ
 • અન્ય – વસંતોત્સવ, હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર

સન્માન

stamp.jpg

સાભાર

 • ગુર્જર સાહિત્ય ભવન અમૃતપર્વ યોજના

nhanalal.jpgfulade_fulde_in_nhanalals_hand_writing.jpg

* * *

Advertisements

21 responses to “ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi

 1. manvant July 4, 2006 at 7:50 pm

  ‘જયા જયંત’ની યાદ: જયા ! તારી પગલીઓ !
  જાણે કમળની વેરાયેલ પાંદડીઓ !

 2. Pingback: 16 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 3. shivshiva March 16, 2007 at 11:00 am

  જુઓ કવિ શ્રી નાન્હાલાલ લિખિત કાવ્ય અને જીવનની ઝરમર
  મેઘધનુષમાં

  http://shivshiva.wordpress.com/2007/03/16/ga-thaa/

 4. Pingback: હરિ! આવોને!- ન્હાનાલાલ કવિ « કવિલોક (Kavilok)

 5. Pingback: Bansinaad

 6. Pingback: Bansinaad

 7. Rajendra Trivedi, M.D. July 13, 2007 at 7:56 pm

  NANALAL DALPATRAM KAVI( TRIVEDI) IS OUR PRIDE OF THE SHRIMALI BRAMIN’S COMMUNITY.
  WHEN,WE WERE VISITING MUMBAI IN DECEMBER 2006 WE RECONNECTED WITH HIS GRAND DAUGHTER JYOTI KAVI-JERAJANI OUR GOOD FRIEND.
  NICE TO READ FATHER AND SON’S LIFE HISTORY.
  YOU ARE DPING VERY GOOD WORK.

 8. Raj Jarsania August 18, 2010 at 9:48 am

  this site is perfect in detail of poet
  I met many information of poet
  so this site is very useful

 9. Pingback: Chandri E Amrut Moklyaa Re Ben – Nanhalal Kavi « અભિષેક

 10. Pingback: ન્હાનાલાલ 9 જાન્યુઆરી | અભ્યાસક્રમ

 11. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 15. kalpesh savan April 24, 2014 at 2:57 am

  Mahakavi Nahnalal is not lesser then Rabindranath. He equally deserves Nobel for literature.

 16. સુરેશ July 3, 2016 at 1:16 pm

  કેપ્ટન નરેન્દ્ર તરફથી…
  When Mr. Forbes engaged the poet Dalapatram, to teach him Gujarati, the final question related to the salary the latter expected. In late Nineteenth century, the cost of living was low. Salary of Rs.10 per month was considered princely. Where the poet came from (a small princely state), salaries were paid on yearly basis and Dalpatram asked for Rs.120. Mr. Forbes thought that it was too much and offered Rs.50 per month. Dalpatram readily accepted that.

  The poet died rich! It is believed that his son, Kavi Nanalal inherited a lot of cash and spent a substantial part of it in film line and came back broke. When I was growing up in Bhadra, Ahmedabad, I remember two sons of Kavi Nanalal were frequent visitors to the youth group in our area. The younger son often mentioned how his father paid lavishly to actors.

  Narendra

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: