ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

*દ્વિતીય વર્ષના ઉષાકાળે


પ્રિય વાચકો,

આજે આ પ્રવૃત્તિને એક વર્ષ પૂરું થયું. ફાધર વાલેસ ની જીવનઝાંખીથી શરુ થયેલી યાત્રા માધવ રામાનુજ  સુધી પહોંચી છે. સાથે ગુજરાતના ગાંધીયુગના મહાકવિ શ્રી.  ન્હાનાલાલ નો પરિચય પણ આજે મઠારીને ફરીથી પ્રકાશિત થાય છે. આ અમારે માટે બહુ આનંદની ઘટના છે. ગુજરાતી બ્લોગ જગતમાં પાયોનીયર કહી શકાય તેવાં, અને જેમના અમૂલ્ય સૂચનોથી હું અને મારા જેવા ઘણા બ્લોગ જગતમાં   પા પા પગલી કરતા થયા, એવાં એસ.વી. બહેને આ બ્લોગને સૌથી પહેલાં વધાવ્યો હતો. તેમના એ શબ્દો દોહરાવતાં મને ઘણો આનંદ થાય છે –

   “Let me be the first one to congratulate you. It is a great idea. Thank you for doing it.”  –  S.V.   –   May 28, 2006 @ 11:31 am

અને આ દીવસને અનુરૂપ રચના  તેમણે    પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને એક દિવસ અગાઉથી પ્રેમપૂર્વક બનાવી છે – આ બ્લોગ પરની જ બધી સામગ્રી (! ) વાપરીને. આભાર એસ.વી. !

 સ્ત્રી સારસ્વત સપ્તાહ’ ને મળેલા આવકારથી પ્રેરાઇને આવતી કાલે  એક વધારે સ્ત્રી સારસ્વતની જીવનઝાંખી તમને વાંચવા મળશે. અને એ સાથે કુલ જીવનઝાંખીઓ 270 ની સંખ્યાએ  પહોંચશે. આ શુભ ઘડીએ મને એ જણાવતાં બહુ જ આનંદ થાય છે કે, મૂળ જામનગરના અને હાલ વ્યવસાય અર્થે દુબાઇ રહેતા જામનગરના ‘જામસાબ’ (!) શ્રી. નીલેશ વ્યાસ  અમારી સાથે ‘ તંત્રી ટોળી માં જોડાયા છે અને આવતીકાલની ટપાલ તેમના હસ્તે પીરસાશે.

આખા વર્ષ દરમિયાન આપ સૌએ આપેલા પ્રતિભાવ અને પ્રોત્સાહન બદલ અમે સૌ આપના અંતઃકરણ પૂર્વક ઋણી છીએ. આવનાર વર્ષમાં પણ આપ સૌનો આવો જ સહકાર મળશે તેની અમને ખાતરી છે.
આજના શુભ દિને અમે નીચે મુજબના નવા વિભાગો પણ શરુ કરી રહ્યા છીએ.

 1. પુસ્તક પરિચય
  અમારા વાંચવામાં આવેલાઅને અમને બહુ જ ગમેલાં પુસ્તકોનો ટૂંક પરિચય અહીં આપવામાં આવશે.
 2. વેબ પર જાણો અને માણો
  અમારા ધ્યાનમાં આવેલી ગુજરાતી સાહિત્ય રસિકોને રસ પડે અને કામમાં આવે તેવી વેબ સાઇટોનો ટૂંક પરિચય અને તેમની લીન્ક અહીં આપવામાં આવશે.
 3. લેખક અભ્યાસ
  લેખકના જીવન અને કવન વિશેના અભ્યાસલેખો અહીં પ્રકાશિત કરવામાં આવશે. એક શરુઆત તરીકે શ્રી. ન્હાનાલાલ કવિ અને શ્રી. માધવ રામાનુજના સાહિત્યની એક નાનીશી ઝલક આજે પ્રકાશીત કરીએ છીએ.
 4. સારસ્વતોનું અવનવું  અહીં અવનવી , જાણવા જોગ માહિતી અવાર નવાર પ્રસીધ્ધ કરવામાં આવશે. શરુઆત કરી છીએ, ‘સારસ્વત દંપતીઓ’  થી …..

ઉપરોક્ત પહેલા ત્રણ વિભાગો માટે જો વાચકો ગુજરાતી યુનીકોડ ‘શ્રુતિ’ ફોન્ટમાં વિગતો ટાઇપ કરીને મોકલશે તો તે નામ સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે.

પહેલી ટપાલની સાથે આપેલી સૂચના અહીં ફરી દોહરાવીએ છીએ.

”      સર્જકોના જીવનની માહિતીની સાથે તેમની રચનાનો પણ એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની  થોડીક રચનાઓ અથવા તેની લીન્ક આપવા પણ અમે પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે, કોઇ માહિતીદોષ જણાય,  કોઇ સુરુચિનો ભંગ થયેલો લાગે અથવા કોઇની લાગણી દુભાઇ હોય તો અને અમને જાણ કરશો. અમે સત્વરે  આ અંગે ઘટતું કરી આવી માહીતિ ને  અહીંથી વિદાય કરીશું.

        પણ અમને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના  પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. “

      બીજી એક  વાત. કોઇ પણ ચીજ વિના મૂલ્યે મળતી નથી. આથી અમે પહેલી વાર આપ સૌ પાસે આ પ્રયત્નોના બદલામાં કંઇક મેળવવાની આશા રાખીએ છીએ ! અને તે છે……….

 • ગુજરાતી પ્રજાની અસ્મિતાને ગૌરવવાન બનાવવા આપણે સૌ સંકલ્પ કરીએ.
 • ગુજરાતી લોકો માત્ર લક્ષ્મીના પૂજારી નથી પણ સારસ્વતોનું પણ બહુમાન  કરે છે તેની જગને પ્રતીતિ કરાવવા આપણે સભાન રીતે અહર્નિશ પ્રયત્નો કરીએ.
 • દરેક વાચક ઓછામાં ઓછા દસ નવા વાચકોને આ બ્લોગ નિયમિત વાંચવા પ્રેરિત કરવા પ્રયત્ન કરે. અને બીજા ગુજરાતી બ્લોગો અને વેબ સાઇટોથી તેમને માહિતગાર કરે.
 • બ્લોગ કે વેબ સાઇટ ઉપર કોઇ પણ સાહિત્ય કે વ્યક્તિના જીવનની ઝલક જ આપી શકાય. આ માધ્યમ પુસ્તકોનો વિકલ્પ ન થઇ શકે. વાચકોને નમ્ર વીનંતિ કે, પોતાના ઘરમાં પોતાને ગમતા પુસ્તકોનું એક નાનું શું પુસ્તકાલય જરુર રાખે, જેથી નવી પેઢી આપણા અણમોલ સાહિત્યનું રસપાન કરવા પ્રેરાય.

અસ્તુ.

તંત્રીમંડળ  વતી,

સુરેશ જાની

19 responses to “*દ્વિતીય વર્ષના ઉષાકાળે

 1. shivshiva મે 28, 2007 પર 2:50 એ એમ (am)

  સુરેશભાઈ,

  ગુજરાતી સારસ્વતનું દ્વિતીય પગલું આપને ખૂબ પ્રગતિ અપાવે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ.

  વર્ષનાં 365 દિવસ અને આપે 270 જેટલી જીવનઝાંખીઓ મૂકી એ જ જણાવે છે કે આપ આપના કાર્ય માટે કેટલા કર્તવ્યનિષ્ઠ છો. આપ અમારા જેવા માટે પ્રેરણારૂપ છો. આગળ જતા આપ અમને વધુ ને વધુ માર્ગદર્શન આપશો એવી નાનકડી આશા રાખી શકીએ?

  આપને મેઘધનુષ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  નીલા કડકિયા

  http://shivshiva.wordpress.com/

 2. Jugalkishor મે 28, 2007 પર 5:14 એ એમ (am)

  તમે બ્લોગજગતના ભવીષ્યની દીશામાં એક અસાધાણ ઈંટ મુકી દીધી છે. એ ઈંટ એક વીશાળ ઈમારતની ઈંટ જ નહીં પણ નવા નવા માર્ગો પરનો માઈલસ્ટોન પણ બની રહે તો નવાઈ નહીં.

  આટલું માતબર અને આટલું કીમતી વસ્તુ બ્લોગજગતની થાળીમાં પીરસીને તમે બહુ મોટી કામગીરી કરી છે. તમે હવે બીજા વરસમાં શું નહીં કરો એ સવાલ છે.

  એક એન્જીનીઅર માણસ અમદાવાદની દુનીયાને વીજળી દ્વારા પ્રકાશ પહોંચાડવામાંથી નીવૃત્ત થાય પછી પણ નૅટ-દુનીયાનેય સાહીત્ય-પ્રકાશ પુરો પાડવાનો જ શોખ જાળવી રાખે એ એક વીરલ ઘટના છે.

  તમારા આ નવા વરસે તમે તમારી સર્વ શક્તીથી વરસ્યા કરો એવી શુભેચ્છા !!

 3. chetu મે 28, 2007 પર 6:15 એ એમ (am)

  HEARTLY CONRATS..!..
  આપના આ ઉમદા કાર્ય ને સહર્ષ વધાવ્યુ…!! આપની વિચાર શૈલી અમારા માટૅ પ્રેરણા રૂપ છે..!..આપ અમને આવી ર્રીતે પ્રેરણા આપતા રહેશો એવી આશા..!

 4. sunil shah મે 28, 2007 પર 8:37 એ એમ (am)

  વીતેલા વરસની ઉજવણીમાં સામેલ થવા આવ્યો છું
  જ્ઞાનની સરીતામાં ડુબકી લગાવવા આવ્યો છું
  ના ભેટ કે સોગાદના પુશ્પો રગદોળી લાવ્યો છું
  શબ્દો શુભેચ્છાના લાગણીમાં ઝબોળી લાવ્યો છું
  ………………
  આદરણીય સુરેશભાઈ,
  વાચકોને આમજ ગમતા રહો
  બ્લોગની દુનીયામાં ચમકતા રહો
  નીત નવા પરીચય આપતા રહો
  ને આમ અમ જ્ઞાન વધારતા રહો..
  સુનીલ શાહ

 5. Harnish Jani મે 28, 2007 પર 9:34 એ એમ (am)

  Dear Sureshbhai– Conratulations !!Thank you for job well done–It’s very informative–This is the journey and not the destination…So keep it up-Many more to come

 6. સુરેશ મે 28, 2007 પર 10:08 એ એમ (am)

  ‘સરસ્વતો’ ભરીને થાળ જુઓ લાવ્યો છું.
  વધાવો તેમને હમેશ, એ હું વાંચ્છું છું.
  ભુલો કદી ન આપણા એ પુજીતને
  ગીરાના સૌ એ ઘરેણાંને બહુ ચાહું છું. ‘

 7. જય મે 28, 2007 પર 10:27 પી એમ(pm)

  ગુજરાતી સારસ્વત પરિચયની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સૌ ને હાર્દિક અભિનંદન. આપણા જ્યોતિર્ધરોની શબ્દોરૂપી જ્યોતને સારસ્વત પરિચયના માધ્યમ દ્વારા દુનિયાભરમાં ફેલાવવાની શરૂઆત કરનાર આપણાં દાદાને હ્રદયપૂર્વકના વંદન.

 8. હરીશ દવે મે 29, 2007 પર 1:02 એ એમ (am)

  આ શુભ પ્રવૃત્તિને ગુજરાતી ભાષાના ચાહકોના વિશાળ સમુદાયનો સાથ-સહકાર મળે તે અર્થે શુભેચ્છાઓ ….. ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારના આપણા પ્રયત્નો યોગ્ય દિશામાં ધપતા રહે તે અર્થે પ્રાર્થના.. હરીશ દવે અમદાવાદ

 9. કુણાલ મે 29, 2007 પર 1:18 એ એમ (am)

  ખુબ ખુબ અભિનંદન સુરેશકાકા… [:)]

 10. કુણાલ મે 29, 2007 પર 1:36 એ એમ (am)

  પાછલી કોમેન્ટ અધૂરી હતી ને Submit ક્લિક થઈ ગયું…

  ખુબ ખુબ અભિનંદન “ગુજરાતી સારસ્વત પરિચય”ના તંત્રીમંડળને…

  આ પ્રવૃત્તિનું મોટું contribution એ છે કે આ બ્લોગ આવનારી પેઢી અને મારી પેઢીને માટે ગુજરાતી સારસ્વતોનો પરિચય-સંપુટ બન્યો છે… અને એ ઘણી મહત્વની બાબત છે..

  અમેરિકા નહિ પણ આપણા ગુજરાતમાં પણ .. છોકરું થોડું મોટું થાય તો એને હોલિવુડના અભિનેતા/ત્રીઓના નામ પૂછો તો ૧૫-૨૦ નામો જોત-જોતામાં બોલી જશે… અને ૧૦ નામો ગુજરાતી સારસ્વતોના પૂછો તો માથું ખંજવાળશે…

  મારા અભિનંદન તો ખાસ આ કારણે છે ….

 11. Kalpesh મે 29, 2007 પર 7:40 એ એમ (am)

  Congratulations on completing 2 years of bloglife.
  May this blog feeds us all with information, which will be of help to all of us at large.

  Thanks again !!

 12. વિવેક મે 29, 2007 પર 8:02 એ એમ (am)

  અભિનંદન સૌ મિત્રોને…. હાર્દિક શુભેચ્છાઓ…

 13. hemantpunekar મે 29, 2007 પર 12:17 પી એમ(pm)

  ગુજરાતી સારસ્વત પરિચયની આખી ટીમને હાર્દિક અભિનંદન!

 14. Ritesh મે 29, 2007 પર 2:51 પી એમ(pm)

  ખુબ ખુબ અભિનંદન…

 15. R.M.TRIVEDI,M.D. જૂન 2, 2007 પર 4:25 પી એમ(pm)

  DEAR BHAI SURESH AND TEAM, BEST WISHES TO BEGINE 2nd YEAR. RAJENDRA

 16. manojpatel જાન્યુઆરી 2, 2012 પર 8:59 એ એમ (am)

  khub khub pragati karo sureshbhai ane gujratine devlope karo ame tamari sathe j chie manoj patel vijaynagar s.k 383462

 17. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 18. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: