ભાગ
લેખિકાઓ
પ્રકાશક
- યજ્ઞ પ્રકાશન [ કાન્તિ શાહ / જગદીશ શાહ ]
સરનામું
- ભૂમિપુત્ર, હુઝરાતપાગા રોડ, વડોદરા – 390 001
વિગત
- દરેક ભાગમાં 88 પાનાં, ચાલીસ ટૂંકી વાર્તાઓ, દરેક વાર્તામાં – બે પાનાં, 700-800 શબ્દો
મૂલ્ય
————————————————————-
બે વાર્તાઓ –
કોથમીરનાં વડાં
મંડૂકોનું ઉપનિષદ
સાભાર – રીડગુજરાતી.કોમ
અને બહુ જ મોટો ખજાનો આ રહ્યો ( સાભાર – શ્રી. ભજમન નાણાવટી )
__________________________________
અભિપ્રાયો
“આ વિલક્ષણ સંક્ષેપ કથાઓ ગુજરાતી લેખનમાં વિશેષ સ્થાન પામી છે.”
– મનુભાઇ પંચોળી ( દર્શક)
“આ વાર્તાઓ મને ખૂબ જ ગમે છે. વાંચતાં મન અને હૃદય તૃપ્ત થઇ જાય છે. ”
– ગુલાબદાસ બ્રોકર
“હરિશ્ચન્દ્રની વાર્તાઓ આપણી વાર્તાસૃષ્ટિમાં વિશિષ્ટ ધ્યાનની અધિકારી નીવદે તેવી છે.”
– ઉશનસ્
ભૂમિપુત્રની વાર્તા હું પણ રસપૂર્વક વાંચું છું. હમણાંની ‘જિજીવિષા’ વાર્તા સરસ છે. કાશીમાનું ચિત્ર તેમાં સારું ઊપજ્યું છે.
– ઉમાશંકર જોશી
—————————————————————————
એક પુસ્તિકાની પ્રસ્તાવનામાંથી
– ગુલાબદાસ બ્રોકર
‘હરિશ્ચન્દ્ર’ એક નહિ પણ બે વ્યક્તિઓ છે. બન્ને સ્ત્રીઓ. એકનું નામ ચન્દ્રકાંતા , બીજીનું હરવિલાસ. બન્ને વિનોબાની માત્ર શિષ્યાઓ નહિ. તેમના સેવાયજ્ઞમાં સક્રિય રીતે આજીવન કાર્ય કરનારી વ્રતધારિણીઓ. અને સાહિત્યના રસને ઘૂંટી ઘૂંટીને પીનારીઓ…… મારો , મિલન પછીના ઉપચાર પછીનો, કદાચ પહેલો પ્રશ્ન જ એ કે….. આમાં ગુજરાતી વાર્તાઓ કેમ નહીં. તેમનો સરસ અને સર્વથા યોગ્ય ઉત્તર એ કે ગુજરાતના વાચકો ગુજરાતી વાર્તાઓ તો જાણે, પઁ ભારતના આ ખજાનાની તેમને ક્યાંથી જાણ હોય?
…. સમાજને, લક્ષમાં રાખી કાર્ય કરનારી સજાગ બહેનો છે એટલે પોતાના સામાજિક ક્ષેત્રના ધ્યેયને અનુરૂપ હોય તેવી જ સામગ્રીભર્યા સર્જનો તેઓ પોતાના રૂપાંતરો માટે પસંદ કરે છે. અને એ દ્વારા વાચકો સમક્ષ સમાજનું જેટલું જીવંત તેટલું જ , ક્યાંક ક્યાંક કરુણ, વાસ્તવિકતાભર્યું ચિત્ર રજૂ કરે છે.
“…. નાની સિમ્મી નાનપણથી માતાપિતાને ઝઘડતાં જુએ છે. ને તેના અંતરથી એ સહ્યું જાતું નથી. લગ્ન એટલે આ જ. રાત દિવસના ઝઘડા. …. એતલે એક દિવસ ઊંઘમાં ને ઊંઘમાં એ ચીસ પાડી ઊઠે છે : “નહીં ….. નહીં…. હું… હું … નહીં પરણું …મારે નથી પરણવું …” તેનાં મમ્મી – પપ્પાની આંખો મળે છે અને નીચે ઢળી જાય છે. “
“ વૃધ્ધ માતા મરી જાય છે. કમાયેલ દીકરો એની પાછળ બે લાખ રૂપિયાનું દાન કરે છે. પણ એ મા જીવતી હતી ત્યારે? માત્ર પગાર વગરની ઘરકામ કરનાર નોકરડી. કોઇ એની સામે જુએ નહિ, કે એની સગવડ અગવડ પૂછે નહિ. એક માત્ર નાના પૌત્ર સિવાય. “
આવી અનેક વાતો આમાં છે. આપણી આંખો ભીની કરી દે તેવી. ….. જીવનનું મંગળ પણ આમાં છે. જાપાન અને અમેરિકા વચ્ચેનું યુધ્ધ ચાલતું હતું સ્ત્યારે એક જાપાની ડોક્ટર દુશ્મન ગણાય તેવા અમેરિકન સૈનિકને તેના જખમની ભયંકર યાતનામાંથી કેવો બચાવી લે છે તેની હૃદયસ્પર્શી વાત પણ છે.
આ જગતમાં ….. બધાં – બધાં જ માત્ર મનુષ્યો જ છે. અને બધાં – બધાં જ મનુષ્ય રાગો દ્વેષો , ભાવનાઓ, અને વેદનાઓથી ભરેલાં હોય છે. સર્જકનું કાર્ય એ બધામાંથી માનવ- સમસ્યા, માનવ સુખ દુઃખ , ગમા- અણગમા , રાગદ્વેષ વગેરેને કલાત્મક રીતે ચીતરીને આખર જતાં માનવ – જીવનને તના સાચા રૂપમાં ભાવકો સમક્ષ સ્પષ્ટ કરી દેવાનું છે.
આ સંગ્રહની વાર્તાઓ એ કાર્ય સુપેરે કરી આપે છે.
————————————————–
બીજી એક પુસ્તિકાની પ્રસ્તાવનામાંથી
– મનુભાઇ પંચોળી = ‘દર્શક’
આ વિલક્ષણ કથાઓ ગુજરાતી લેખનમાં વિશેષ સ્થાન પામી છે. …….કેવી કેવી વાર્તાઓ સંસારના ખૂણે ખૂણેથી શોધી કાઢી છે ! જીવનનાં કેટકેટલા પ્રદેશો, કેટકેટલી અવસ્થાઓનાં ચિત્રો આપણને સાંપડે છે! બાળકો, પરિણીત સ્ત્રીઓ, પરણવા ઇચ્છતી સ્ત્રીઓ , નોકરિયાતો, ગર્ભશ્રીમંતો, અથડાતો કૂટાતો મધ્યમ વર્ગ, નવા નવા વિચાર પ્રવાહો…… સંસારમાં રહેલી મધુરતા- કટુતા , નિષ્ઠૂરતા- દંભ, ઉચ્ચાભિલાષા, સંસારની ગૂંચવણોની જાલ – ગૂંથણી …..
…. આંગળી જ ચીંધે છે. આક્રોષ-રોષ- ઠપકો નથી….. કલાની મર્યાદા છે. સીધા ઉપદેશનો અભાવ. તેનું ઉલ્લંઘન ભાગ્યે જ થયું છે. અને છતાં દરેક વાર્તા હેતુલક્ષી જ છે.
Like this:
Like Loading...
Related
Pingback: ટપાલ પેટીમાંનો કાગળ « ગદ્યસુર
Pingback: ચક્કી « ગદ્યસુર
Is Vinela Phul is available in CROSSWORD ?
Pingback: હસ્તાક્ષર « ગદ્યસુર
Pingback: પાઠક માસ્તર « ગદ્યસુર
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
આ વાર્તા માળા માટે વીણેલાં ફૂલ નામ સાર્થક છે. આ યજ્ઞ કાર્ય માટે હરિશ્ચન્દ્ર બહેનોને
અભિનંદન.
Reblogged this on વિનોદ વિહાર and commented:
પુ. વિનોબાની બે શિષ્યાઓ-ચન્દ્રકાંતા અને હરીવિલાસ જેઓ ” હરિશ્ચન્દ્ર ” નામથી સંસારના ખૂણે ખૂણેથી શોધેલી વાર્તાઓની લેખિકાઓથી પ્રખ્યાત થઇ ગઈ છે.
આ બધી વાર્તાઓ ” વીણેલાં ફૂલ ” ભાગ ૧ થી ૧૪ માં સંગ્રહિત
થઇ છે. આ વાર્તાઓ ટૂંકી પણ રસદાયક અને પ્રેરણા દાયી હોય છે.
અગાઉ વિનોદ વિહારમાં વીણેલાં ફૂલ ની કેટલીક વાર્તાઓ પોસ્ટ થઇ છે.ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગમાં શ્રી સુરેશ જાનીએ આ બધી વાર્તાઓનો ખજાનો શોધીને મુક્યો છે. વિનોદ વિહારના વાચકો આ વાર્તાઓને માણે એ હેતુથી એમના આભાર સાથે આજની પોસ્ટમાં રી-બ્લોગ કરેલ છે.
વિનોદ પટેલ