ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યજ્ઞેશ દવે, Yagnesh Dave


yagnesh-_dave.jpgપ્રેરક વાક્ય
મને જ ફરી અવતરવું ગમે, બાકી ક્વોટેશનનાં પુસ્તકો તો ઘણાં છે.

“ ને સમય તો
પડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ
બે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં “

“ઇલ નામની વિશિષ્ઠ માછલી ભલે આખું જીવન પસાર કરે વિશાળ સમુદ્રમાં, પણ ઇંડાં મૂકવા તો પાછી ફરે વતનના મીઠા શાંત જળમાં ! કેન્દ્રમાં તો છે કવિનું નિજી એકાંત જ્યાં શબ્દરૂપો ક્ષણે ક્ષણે નવતા પ્રાપ્ત કરે છે.”

“ ટેપ પર બહાર તો રેકોર્ડ કરતો ગયો, પણ અંદર પણ રેકોર્ડીંગ થતું ગયું.”

# તેમની એક કવિતાનો અંગ્રેજીમાં અનુવાદ   ( જુઓ – પાનું – 75)

____________________________________________________________________ 

સમ્પર્ક   એલ-6, સ્વાતંત્ર્ય સેનાની નગર, નવા વાડજ, અમદાવાદ – 380 013

જન્મ

 • 24, માર્ચ – 1954, બરવાળા , રાજકોટ

કુટુમ્બ

 • માતા- ભાનુમતી; પિતા- રમેશચંદ્ર
 • પત્ની- કલ્પના(પી.એચ.ડી. –એક્સપેરીમેન્ટલ બાયોલોજી); પુત્રો – કાર્તિકેય , તન્મય

અભ્યાસ

 • પી.એચ.ડી. – –એક્સપેરીમેન્ટલ બાયોલોજી

વ્યવસાય

 • આકાશવાણી રાજકોટ, અમદાવાદ – પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ

જીવનઝરમર

 • પ્રથમ કવિતા ‘ન પ્રવાસી, ન ગૃહવાસી’ – નિરંજન ભગતના ‘સાહિત્ય’ ત્રૈમાસિકમાં છપાઇ હતી.
 • હાઇકુના અભ્યાસી, મોટેભાગે અછાદસ રચનાઓ
 • અકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે !
 • દેશ પરદેશના ઘણા કવિઓ સાથે સત્સંગ કર્યો છે.
 • ભારતમાં ઘણો પ્રવાસ કર્યો છે
 • ગુરુ કોઇ થાય તે ગમતું નથી, ઇશ્વર વિષે નક્કી નથી
 • વર્ણાશ્રમની વાહિયાત ગણે છે.

શોખ

 • ચિત્રકામ, સંગીત રખડવાનો

રચનાઓ

 • કવિતા – જળની આંખે, જા તિસ્મર

લાક્ષણિકતાઓ

 • કવિતામાં લાગણીવેડાના વિરોધી

સન્માન

 • જયંત પાઠક પુરસ્કાર, બ.ક.ઠા. પુરસ્કાર, ઉશનસ્ પુરસ્કાર

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

4 responses to “યજ્ઞેશ દવે, Yagnesh Dave

 1. Kaumudi Pandya જૂન 7, 2007 પર 9:43 એ એમ (am)

  Yagneshbhaai Biologistnee saathe saathe Sahityakaar pan chhe teno khyaal nahato – temane ghanaa varsho pahelaa malelee – jyaare ee Gujarat Universitymaa Biology bhanataa hataa – Te pachhee Vaachanyaatramaa (ed. M. Meghani) emano lekh vaanchelo – Pan aaje j khabar padee ke teo to sahityakaar chhe.

  Kaumudi

 2. Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: