ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભાનુપ્રસાદ ત્રિવેદી, Bhanuprasad Trivedi


bhanuprasad-trivedi.jpg” લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમીસાંજરે.
     ખડાં થઇ ગ્યાં સ્મરણ- વાછરું; અરે ક્યારનાં ભાંભરે.”  

“ માનવી પાસે આંસુ સિવાય બીજો કયો વૈભવ છે?”

“ અને હાળું આ જમણા હાથને જ ભગવાને ઝાલ્યો છે. ભગવાન મારો વિલન છે, એ તો ખબર છે ને? ”

“ભાનુભાઇએ સિધ્ધિને તાગી છે અને કેટલાંક નવાં ક્રિયાપદો આપ્યાં છે.” – ઉ.જો.

_________________________________________________________________________ 

સમ્પર્ક  – ‘શાલવન’ 6- વિરાટનગર સોસાયટી, સેક્ટર – 23, ગાંધીનગર – 382 023

જન્મ

 • 16, જાન્યુઆરી- 1931 ; વાવોલ , જિ. ગાંધીનગર

કુટુમ્બ

 • માતા – નાથીબા; પિતા– ભોળાનાથ
 • પત્ની– કાન્તાબેન ( લગ્ન – 1948 – રૂપાલ) ; સંતાન – બે

અભ્યાસ

 • 1949 – મેટ્રિક
 • 1955 – બી.એ. ( ગુજરાતી, સંસ્કૃત)
 • 1967 – એમ.એ. ( ગુજરાતી, સંસ્કૃત)
 • બી.એડ

વ્યવસાય

 • 1955- 62 ઉ.ગુજરાતના લીંચ અને ખેરવામાં શિક્ષક
 • 1962-63 સાબરકાંઠાના ચિત્રોડાની શાળામાં આચાર્ય
 • 1963-69 ઉ.ગુજરાતની પ્રતાપનગર હાઇસ્કૂલના આચાર્ય
 • 1970 થી ગુજરાત લો સોસાયટી, અમદાવાદની કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

 • ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃત જાણે છે.
 • પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘પ્રશ્નાર્થ શો’ કાવ્ય ‘કુમાર’માં
 • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
 • તેમની ઘણી કવિતાઓ પાકિસ્તાનમાં અને ઇટાલીમાં અનુવાદિત થયેલી છે.

શોખ

 • હાર્મોનીયમ, ઢોલક, બંસી વગાડે છે
 • વોલીબોલ, ક્રિકેટ, બેડમિંગ્ટન, ટેનિસ રમે છે.
 • અનેક હોબી વાળા માણસ – રમત ગમત, તરવું, પર્વતારોહણ, ઢોરાં ચારવા(!), મઠ વાઢવા,રમકડાં બનાવવાં, નોરતામાં ઢોલ ઢબુકાવવા, દેશી દવાઓના નુસખા વિ. વિ.

રચના – 6 પુસ્તકો

 • કવિતા – અલસગમના, સંગ
 • નાટક – મોમેન્ટ ( છ એકાંકીઓ) *
 • નવલકથા – શેષપાત્ર+, એક હતું અમદાવાદ, શાલવન+

લાક્ષણિકતાઓ

 • તળપદી, ઘરગથ્થુ, વાસ્તવને યથાતથ તાદૃશ કરતી રચનાઓ

સન્માન

 • * રાજ્ય સરકારનો પુરસ્કાર
 • + ક્રિટીક્સ એવોર્ડ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

4 responses to “ભાનુપ્રસાદ ત્રિવેદી, Bhanuprasad Trivedi

 1. Pingback: અનુક્રમણિકા – ભ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: